મુંબઈ: એલ્યુમિનિયમ (Aluminium) અને બીજી મેટલની કિંમત રેકોર્ડ હાઈ પર પહોંચી છે. ભારત સરકાર (Government of India) એલ્યુમિનિયમ પર પાંચ ટકા એન્ટી ડમ્પિંગ ડ્યૂટી લગાવી છે. જે બાદમાં બજાર નિષ્ણાતોનું કહેવું છે કે મેટલ કંપનીઓના ત્રિમાસિક પરિણામ ખૂબ સારા રહેશે. જેમાં નેશનલ એલ્યુમિનિયમ કંપની (National Aluminium company- NALCO) એટલે કે NALCO પણ સામેલ છે. સ્ટૉક માર્કેટના નિષ્ણાતોના કહેવા પ્રમાણે આ શેર ટેક્નિકલ અને ફંડામેન્ટલ બંને રીતે ખૂબ મજબૂત નજરે પડી રહ્યો છે.
નિષ્ણાતોનું કહેવું છે કે રાકેશ ઝુનઝુનવાલા (Rakesh Jhunjhunwala stake in NALCO)ના રોકાણવાળી કંપનીના શેરમાં 95-100 રૂપિયા વચ્ચે ત્રણ મહિનામાં 137 રૂપિયાના ટાર્ગેટ માટે ખરીદી કરી શકાય છે.
નિષ્ણાતોનો અભિપ્રાય
નાલ્કો પર Portfolio ના અવિનાશ ગોરાક્ષકરનું કહેવું છે કે છેલ્લા 1 વર્ષમાં એલ્યુમિનિયમ અને બીજા મેટલ શેર રેકોર્ડ હાઇ પર નજરે પડી રહ્યા છે. નજીકના ભવિષ્યમાં તેમાં ઘટાડો થાય તેવી કોઈ શક્યતા નથી. આગામી મહિને આવનારું કંપનીનું પરિણામ ખૂબ મહત્ત્વનું સાબિત થશે. કંપની દેવાની સ્થિતિ પર પણ નિયંત્રણ મેળવી લેવામાં સફળ રહી છે. આથી ફન્ડામેન્ટલ રીતે આ શેર ખૂબ મજબૂત નજરે પડી રહ્યો છે. આ ખૂબ ક્વૉલિટી શેર છે. આ શેરને પોર્ટફોલિયોમાં ઉમેરવો જોઈએ. જોકે, આ એક સરકારી કંપની છે. આથી તેની તેજી સીમિત રહેશે. આશા છે કે આ શેરમાં આગામી ત્રણ મહિનામાં 135-137નું સ્તર જોવા મળશે.
137 રૂપિયાનો ટાર્ગેટ
GCL Securitiesના રવિ સિંઘલનું કહેવું છે કે ભારત સરકારે એલ્યુમિનિયમ અને બીજા મેટલ સેક્ટર પર પાંચ ટકા એન્ટી ડમ્પિંગ સ્ટેમ્પ લગાવી છે. નાલ્કો ખૂબ જ ક્વૉલિટી પીએસયૂ શેર છે. હાલ આ શેર ખૂબ ડિસ્કાઉન્ટ ભાવે મળી રહ્યો છે. 95-100 રૂપિયા આસપાસ આ શેરની 137 રૂપિયાના ટાર્ગેટ માટે ખરીદી કરી શકાય છે.
Choice Brockingના સુમીત બગડિયાનું કહેવું છે કે Nalco શેરમાં વર્તમાન સ્તરે ખરીદી કરી શકાય છે. આ શેરનો શોર્ટ ટર્મ ટાર્ગેટ 110-120 રૂપિયા હશે. આ માટે 90 રૂપિયાનો સ્ટૉપલૉસ જરૂર રાખો.
સપ્ટેમ્બર 2021ના રોજ પૂર્ણ થયેલા ત્રિમાસિકની શેર હૉલ્ડિંગ પેટર્ન પ્રમાણે બિગ બુલ રાકેશ ઝુનઝુનવાલા પાસા નાલ્કો કંપનીના 2.5 કરોડ શેર અથવા 1.36 ટકા ભાગીદારી છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર