Auto Driver Share Market Tips : એક ટ્વિટર યુઝરે એક ઓટો ડ્રાઈવરની વાર્તા શેર કરી છે, જે તેના મુસાફરોને ટ્રેડિંગ ટિપ્સ (Treding Tips) આપે છે. લાઈવ મિન્ટની એક વાર્તામાં આનો ઉલ્લેખ છે. સ્ટોરી અનુસાર, ઓટો ડ્રાઈવર ઓપ્શન્સ ટ્રેડિંગ અને તેમાં ઉપયોગમાં લેવાતા ઘણા ટ્રેડિંગ ટૂલ્સ વિશે વાત કરે છે.
મુંબઈ : શેરબજાર (Share Market) ખૂબ જોખમી સેક્ટર છે, પરંતુ તેમાં ઘણા નવા આવનારાઓ તેના જોખમો વિશે જાણતા નથી. તેઓ જાણતા નથી કે, જોખમને મેનેજ કેવી રીતે કરવું. ઘણા નવા આવનારાઓને શેર ખરીદવા અથવા વેચવા માટે ઉપયોગમાં લેવાતા વિવિધ ટ્રેડિંગ ટૂલ્સ વિશે પણ ખબર નથી હોતી.
એક ટ્વિટર યુઝરે એક ઓટો ડ્રાઈવર (Auto Driver Share Market Tips) ની વાર્તા શેર કરી છે, જે તેના મુસાફરોને ટ્રેડિંગ ટિપ્સ આપે છે. લાઈવ મિન્ટની એક વાર્તામાં આનો ઉલ્લેખ છે. સ્ટોરી અનુસાર, ઓટો ડ્રાઈવર ઓપ્શન્સ ટ્રેડિંગ અને તેમાં ઉપયોગમાં લેવાતા ઘણા ટ્રેડિંગ ટૂલ્સ વિશે વાત કરે છે. ટ્વિટર યુઝર @tony_gazillioni એ આ સ્ટોરી ટ્વીટ કરી છે.
ક્યારે ખરીદવું
ટ્વીટમાં યુઝરે લખ્યું છે કે- હું રીક્ષામાં બેઠો પછી થોડી વાર પછી ઓટો ડ્રાઈવરે વાત કરવાનું શરૂ કર્યું. ટ્રેડિંગ પર વાત કરતા, તેણે તેની ટ્રેડિંગ વ્યૂહરચના સમજાવી અને કહ્યું – “ઓપ્શન્સ ચાર્ટ પર… પિવોટ્સ + ST. જ્યારે આ લેવલ તૂટે અને સુપરટ્રેન્ડ સિગ્નલ આપે ત્યારે તમે એન્ટ્રી કરો. પછી 5 મિનિટમાં બહાર નીકળી જાઓ...
શેર માર્કેટની ટ્રેડિંગ ટિપ્સ આપતો ઓટો ડ્રાઈવર
ઓટો ડ્રાઈવર સાથેની આ વાતચીત વિશે વધુ વિગતો શેર કરતા, એક ટ્વિટર યુઝરે લખ્યું કે, ઓટો ડ્રાઈવરે કહ્યું - "5 મિનિટમાં નીકળવાનું કહ્યું.. ડર્યા વગર મોટા-મોટા લોટ મૂકો... ચીન અને રશિયાએ મળીને આ યોજના બનાવી છે. જો મોંઘવારી ન હોત તો માર્કેટ કેમ પડે....”
ટ્વિટર યુઝરે લખ્યું કે, મેં ઓટો ડ્રાઈવરને કહ્યું…. "હું પણ ઓપ્શન ટ્રેડિંગ કરું છું...."
આના પર ઓટો ડ્રાઈવરે પૂછ્યું…. "ઓપ્શન બાય કરો છો કે સેલ...."
યૂઝરે કહ્યું - "બંને કરે છે ...."
ઓટો ડ્રાઈવર – “અરે સેલ નહીં કરને કા…. 29 દિવસ પૈસા બને છે, એક જ દિવસમાં બધુ જતું રહે છે..."
ટ્વિટર યુઝરે લખ્યું કે, હું તેને સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયો…. આ ટ્વીટ પર ઘણી ફની કમેન્ટ્સ આવી અને લોકોએ પોતપોતાની રીતે રિએક્શન આપ્યા. એક યુઝરે લખ્યું- “મને 100% ખાતરી છે કે આ પહેલા વેપારી હતો અને બજારે તેને ઓટો ડ્રાઈવર બનાવ્યો…..પરંતુ વેપાર એ એક વ્યસન છે તેથી તે હજુ પણ ટ્રેડિંગ કરી રહ્યો છે…. બહુ જલ્દી તે ઓટો વાલામાંથી ભિખારી બની જશે....”
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર