T Plus One Strategy in Stock Market: આ મહિનાની 27 તારીખથી ભારતીય શેર બજારમાં ડિલ્સ પૂર્ણ કરવા માટે ટી પ્લસ વન સ્ટ્રેટેજી લાગૂ થવા જઇ રહી છે. તેનાથી શેરોની ખરીદી-વેચાણની પતાવટ ડિલના આગળના દિવસે એટલે કે 24 કલાકમાં થઇ જશે.
શેરબજારમાં ડિલ્સ (Deals in Share Market) કરવી હવે તમારા માટે વધુ સરળ બનવા જઇ રહી છે. આ મહિનાની 27 તારીખથી ભારતીય શેર બજારમાં ડિલ્સ પૂર્ણ કરવા માટે ટી પ્લસ વન સ્ટ્રેટેજી (T Plus One Strategy in Stock Market) લાગૂ થવા જઇ રહી છે. તેનાથી શેરોની ખરીદી-વેચાણની પતાવટ ડિલના આગળના દિવસે એટલે કે 24 કલાકમાં થઇ જશે.
વર્તમાન સમયમાં દેશના શેર બજારમાં ટી પ્લસ 3 (T Plus Three) સ્ટ્રેટેજી લાગૂ છે, જેથી ડીલની પ્રક્રિયા પૂર્ણ થવામાં વધુ સમય લાગે છે. જોકે, શરૂઆતમાં તે મોટી કંપનીઓ અને બ્લૂ ચિપ કંપનીઓ એટલે કે સારા પ્રદર્શન કરનારી કંપનીઓના શેરમાં લાગૂ થશે. ત્યાર બાદ ધીમે-ધીમે તમામ માટે લાગુ કરી દેવામાં આવશે.
માનવામાં આવી રહ્યું છે કે તેનાથી નાના રોકાણકારો શેર બજાર તરફ વધારે આકર્ષિત થશે. જોકે, બજાર વિશેષકોનું તેમ પણ કહેવું છે કે ટી પ્લસ વન સ્ટ્રેટેજીને વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો દ્વારા ટોચના શેરમાં ટ્રેડિંગ વોલ્યૂમ પ્રભાવિત થાય તેવી શક્યતા છે.
એક નુકશાન પણ છે સામેલ
એક સૂત્રએ જણાવ્યા અનુસાર, એફપીઆઇ લેણદેણની સંખ્યા ઘટાડી શકે છે. તેમનું કહેવું છે કે, જ્યારે પણ કોઇ ક્ષેત્રના બજારની ગતિશીલતામાં એક મહત્વપૂર્ણ બદલાવ થાય છે, જેમાં તે રોકાણ કરે છે, ત્યારે એફપીઆઇ કાં તો રોકી લે છે અથવા તો લેણદેણની સંખ્યાને અસ્થાયી રૂપે મર્યાદિત કરી દે છે. તેનાથી વોલ્યૂમમાં ઘટાડો આવી શકે છે.
શું છે ટી પ્લસ વન
અહીં ટીનો અર્થ થાય છે ટ્રેડિંગ એટલે કે ડિલનો દિવસ. હાલમાં શેરોને ખરીદવા કે વેચવા પર રોકાણકારોના ખાતામાં શેર કે પૈસા આવવામાં ડિલના દિવસ ઉપરાંત અન્ય 2 દિવસ લાગે છે, જેને ટી પ્લસ 2 કહે છે. આ રીતે જોઇએ તો એક ડિલ 3 દિવસમાં પૂર્ણ થાય છે. હવે તેને ટી પ્લસ વન કરવાથી ડિલના આગાલા દિવસથી જ તમામ પ્રોસેસ પૂર્ણ થઇ જશે.
વિશેષકોનું કહેવું છે કે, ટી પ્લસ વનથી ખાસકરીને નાના રોકાણકારોને લાભ થશે. ડિલ એક દિવસમાં પૂર્ણ થવાથી તેના ખાતમાં રકમ અથવા શેર આગલા દિવસે આવી જશે. તેના તે નવા શેર ખરીદતી સમયે શેરને તે દિવસે વેચવાની સ્થિતિમાં રહેશે. આ ઉપરાંત તેમની મૂડી વધુ સમય માટે ફસાયેલી નહીં રહે. એવામાં હાલની વ્યવસ્થાની સરખામણીએ વધુ ખરીદ-વેચાણ કરી શકાશે.
20 વર્ષ બાદ આવ્યો બદલાવ
આ પહેલાં 1 એપ્રિલ, 2023ના રોજ ટી પ્લસ 3માંથી ટી પ્લસ 2 વ્યવસ્થામાં શેર બજારે પ્રવેશ કર્યો હતો. હવે ટી પ્લસ વન વ્યવસ્થાની સાથે ભારત વિશ્વના અમુક ખાસ બજારોમાં સામેલ થઇ જશે. હાલ વિશ્વમાં મોટાભાગના દેશોના શેર બજારમાં ટી પ્લસ 2 વ્યવસ્થા લાગૂ થાય છે.
Published by:Mayur Solanki
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર