Home /News /business /

Multibagger Return: અઠવાડિયા દરમિયાન આ પાંચ શેરોએ આપ્યું ધમાકેદાર રિટર્ન, શું તમારી પાસે છે?

Multibagger Return: અઠવાડિયા દરમિયાન આ પાંચ શેરોએ આપ્યું ધમાકેદાર રિટર્ન, શું તમારી પાસે છે?

મલ્ટીબેગર રિટર્ન (પ્રતીકાત્મક તસવીર)

Multibagger Return: હલદર વેન્ચરના શેરે ગત અઠવાડિયે 58.85 ટકાનું શાનદાર રિટર્ન આપ્યું છે. આ શેર ગત અઠવાડિયે 329.1 રૂપિયા પર બંધ થયો હતો. ગઈકાલે પૂર્ણ થયેલા અઠવાડિયે આ શેર 522.75 રૂપિયા પર બંધ થયો હતો.

    નવી દિલ્હી. Multibagger Stocks: ગઈકાલે એટલે કે શુક્રવારે પૂર્ણ થયેલા અઠવાડિયા દરમિયાન અમુક શેર્સે જોરદાર રિટર્ન (Indian stock market return) આપ્યું છે. જો આપણે સૌથી વધારે રિટર્ન આપનારા ટોચના પાંચ શેર્સની વાત કરીએ તો સૌથી વધારે રિટર્ન 58.84 ટકા છે, સૌથી ઓછું રિટર્ન 39.94ટકા છે. આ તમામ સ્ટોક બીએસઈ (BSE)ના અલગ અલગ ગ્રુપમાં ટ્રેડ થાય છે. ગત અઠવાડિયે સૌથી વધારે રિટર્ન આપનારા અને રોકાણકારોને માલામાલ કરનારા શેર્સમાં હલદર વેન્ચર (Halder Venture), વિનસમ ટેક્સટાઇલ (Winsome Textile), સ્વાન એનર્જી લિમિડેટ, (Swan Energy Ltd.), ઑર્કિડ ફાર્મા, (Orchid Pharma), અને રિટ્કો લૉજિસ્ટિક્સ (Ritco Logistics) સામેલ છે. આ પાંચ શેરને જોડીને ગત અઠવાડિયે 30 ટકાથી વધારે રિટર્ન આપનારા શેરની સંખ્યા 50 રહી છે. ચાર એવા સ્ટૉક્સ છે જેણે 40 ટકાથી વધારે રિટર્ન આપ્યું છે.

    હલદર વેન્ચર (Halder Venture)


    હલદર વેન્ચરના શેરે ગત અઠવાડિયે 58.85 ટકાનું શાનદાર રિટર્ન આપ્યું છે. આ શેર ગત અઠવાડિયે 329.1 રૂપિયા પર બંધ થયો હતો. ગઈકાલે પૂર્ણ થયેલા અઠવાડિયે આ શેર 522.75 રૂપિયા પર બંધ થયો હતો. બીએસઈ પર ટ્રેડ થતા શેરમાં જો કોઈએ ગત અઠવાડિયે 1,00,000 રૂપિયાનું રોકાણ કર્યું હોય તો આ અઠવાડિયે તેની કિંમત આશરે 1,60,000 રૂપિયા થઈ ગઈ હશે.

    વિનસમ ટેક્સટાઇલ (Winsome Textile)


    વિનસમ ટેક્સટાઇલનો શેર રિટર્નના કેસમાં બીજા નંબર પર રહ્યો છે. આ શેરે એક અઠવાડિયામાં 48.71 ટકા વળતર આપ્યું છે. વિનસમ ટેક્સટાઇલનો શેર ગત અઠવાડિયે 71.65 રૂપિયા પર બંધ રહ્યો હતો. આ અઠવાડિયે શેર 106.55 રૂપિયા પર બંધ થયો હતો. ગત અઠવાડિયે 1,00,000 રૂપિયાનું રોકાણ કર્યું હોય તો આ અઠવાડિયે તેની કિંમત આશરે 1,48,000 રૂપિયા થઈ ગઈ હશે.

    સ્વાન અનર્જી લિમિટેડ (Swan Energy Ltd.)


    સ્વાન એનર્જી લિમિટેડ શેર સૌથી વધારે રિટર્ન આપનાર શેર્સની યાદીમાં ત્રીજા નંબર પર છે. એક અઠવાડિયામાં આ શેરે 40.07 ટકા રિટર્ન આપ્યું છે. ગત અઠવાડિયે આ શેર 191.4 રૂપિયા પર બંધ થયો હતો, જ્યારે આ અઠવાડિયે શેર 268.1 રૂપિયા પર બંધ થયો હતો. ગત અઠવાડિયા જો કોઈએ આ શેરમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય તો એક લાખની કિંમત 1,40,000 રૂપિયા થઈ ગઈ હોય. ગત અઠવાડિયે એનર્જી સ્ટૉક્સમાં તેજી જોવા મળી હતી. જેમાં ટાટા પાવર પણ સામેલ છે.

    આ પણ વાંચો: પેટ્રોલ-ડીઝલની કિંમત જાહેર, ફટાફટ જાણો તમારા શહેરમાં આજનો ભાવ

    ઓર્કિડ ફાર્મા (Orchid Pharma)


    BSEની B કેટેગરીનો આ શેર ઓર્કિડ ફાર્મા (Orchid Pharma) શેરે આઠમી એપ્રિલના રોજ પૂર્ણ થયેલા અઠવાડિયે 40.03% રિટર્ન આપ્યું છે. ગત અઠવાડિયે આ શેર 298.5 રૂપિયા પર બંધ થયો હતો. આ અઠવાડિયે શેર 418 રૂપિયા પર બંધ થયો હતો. જો કોઈએ ગત અઠવાડિયે આ શેરમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય તો તેનું રોકાણ વધીને 1,40,000 રૂપિયા બની ગયું હોય.

    આ પણ વાંચો: પીપીએફ એકાઉન્ટ એટલે ચાંદી જ ચાંદી! જાણો તેના ફાયદાઓ વિશે

    રિટ્કો લૉજિસ્ટિક્સ (Ritco Logistics)


    BSE પર M કેટેગરીમાં ટ્રેન્ડ થતો રિટ્કો લૉજિસ્ટિક શેર આ અઠવાડિયે 107.50 રૂપિયા પર બંધ થયો હતો. ગત અઠવાડિયા આ શેર 77 રૂપિયા પર બંધ થયો હતો. બંને અઠવાડિયાની કિંમતમાં 39.94 ટકાનો તફાવત છે. આ પ્રમાણે કોઈએ આ શેરમાં ગત અઠવાડિયે 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય તો આજે તેની કિંમત 1,39,000 રૂપિયા હોય.

    (ખાસ નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી અઠવાડિક રાઉન્ડઅપ છે. અમે તમને રોકાણ કરવાની કોઈ જ સલાહ નથી આપી રહ્યા. શેર બજારમાં રોકાણ પહેલા સર્ટિફાઇડ નિષ્ણાતની સલાહ જરૂરી છે.)
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Investment, Multibagger Stock, Stock market, Stock tips

    આગામી સમાચાર