આ કારણે શેર બજારમાં આવી તેજી! રોકાણકારોને 1.26 લાખ કરોડનો ફાયદો

News18 Gujarati
Updated: August 23, 2019, 6:00 PM IST
આ કારણે શેર બજારમાં આવી તેજી! રોકાણકારોને 1.26 લાખ કરોડનો ફાયદો
પ્રતિકાત્મક તસવીર

અર્થવ્યવસ્થાને બૂસ્ટર ડોઝ એટલે કે રાહત પેકેઝ (Stimulus Package for Economy) મળવાની આશાને પગલે ભારે ખરીદીને કારણે અંતિમ કલાકમાં સેન્સેક્સ-નિફ્ટી નીચેના સ્તરથી 600 અંક સુધરીને બંધ રહ્યાં હતાં.

  • Share this:
સપ્તાહના છેલ્લા દિવસે ઘરેલૂ શેર બજારમાં ફરી ચમક આવી છે. અર્થવ્યવસ્થાને બૂસ્ટર ડોઝ એટલે કે રાહત પેકેઝ (Stimulus Package for Economy) મળવાની આશાને પગલે ભારે ખરીદીને કારણે અંતિમ કલાકમાં સેન્સેક્સ-નિફ્ટી નીચેના સ્તરથી 600 અંક સુધરીને બંધ રહ્યાં હતાં. દિવસના અંતે સેન્સેક્સ 228 અંક વધીને 36,701 પર અને નિફ્ટી 88 અંક વધીને 10,829 પર બંધ રહ્યો હતો. નિષ્ણાતોનું કહેવું છે કે શેર બજારમાં આવેલી રિકવરી સારો સંકેત છે. જો FPI (ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ) માટે સરચાર્જને લઈને કોઈ મોટી રાહત આવે છે તો શેર બજારમાં વધારે તેજી આવશે. આવું થશે તો મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરનારા લોકોને પણ ફાયદો થશે.

અંતિમ કલાકમાં થયો 1.26 લાખ કરોડનો ફાયદો

દેશની અર્થવ્યવસ્થાને રાહત પેકેઝ મળવાની આશામાં રોકાણકારોએ ધૂમ ખરીદી કરી હતી. આ માટે બીએસઈ પર નોંધાયેલી કંપનીઓની વેલ્યૂમાં 1.26 લાખ કરોડનો વધારો થયો હતો.હવે શું થશે?

કેપિટલ સિન્ડિકેટના મેનેજિંગ પાર્ટનર સુબ્રમણ્યમ પશુપતિએ ન્યૂઝ18 ઇન્ડિયાને જણાવ્યું કે સરકારે એવા પગલાં લેવા જોઈએ જેનાથી માંગની ઉણપને દૂર કરી શકાય. આનાથી અર્થતંત્રને મદદ મળશે.તેમનું કહેવું છે કે સારા શેરોની કિંમતમાં ઘટાડા સમયે ખરીદી કરવી જોઈએ. તેમણે વધુમાં જણાવ્યું કે વર્ષ 2020માં મીડકેપ અને સ્મોલકેપમાં તેજી જોવા મળશે. આ શેરને હોલ્ડ પર રાખવા જોઈએ અને લાંબા સમયે આમાં જરૂરથી ફાયદો મળશે.

શેર બજારનું પ્રદર્શન

દિવસના અંતે બીએસઈ મીડકેપ 0.93 ટકા અને સ્મોલકેપ ઇન્ડેક્સ 0.55 ટકા વધારા સાથે બંધ રહ્યાં. ઓઇલ અને ગેસ શેરોમાં સારો વધારો જોવા મળ્યો. બીએસઈનો ઓઇલ અને ગેસ ઇન્ડેક્સ 3.35 ટકા વધારા સાથે બંધ રહ્યો હતો.બેન્કિંગ શેરો પર શરૂઆતમાં દબાણ જોવા મળ્યું હતું પરંતુ ટ્રેડિંગ આગળ વધતાની સાથે તેમાં રિકવરી જોવા મળી હતી. પીએસયૂ બેંક શેરોમાં ધૂમ ખરીદીને કારણે નિફ્ટીનો પીએસયૂ ઇન્ડેક્સ 2 ટકાના વધારા સાથે બંધ રહ્યો હતો. પરંતુ ખાનગી બેંકોના શેર દબાણ હેઠળ નિફ્ટીનો પ્રાઇવેટ બેંક ઇન્ડેક્સ 0.33 ટકા તૂટીને બંધ રહ્યો હતો.
First published: August 23, 2019
વધુ વાંચો
अगली ख़बर