આગામી 3થી 4 સપ્તાહમાં આ સ્ટોક્સ શોર્ટ ટર્મમાં આપી શકે છે શાનદાર રિટર્ન, જાણો આ શેરની ડિટેલ્સ

પ્રતિકાત્મક તસવીર

જુલાઇ મહિનામાં પણ વિશેષજ્ઞોનું અનુમાન છે કે, બજારમાં તેજી યથાવત રહેશે. 25 જૂને સમાપ્ત થતા અઠવાડીયામાં મુખ્ય ઇન્ડેક્સ 1 ટકાથી વધુની તેજી સાથે બંધ થયા

  • Share this:
નવી દિલ્હી : જુલાઇ મહિનામાં પણ વિશેષજ્ઞોનું અનુમાન છે કે, બજારમાં તેજી યથાવત રહેશે. 25 જૂને સમાપ્ત થતા અઠવાડીયામાં મુખ્ય ઇન્ડેક્સ 1 ટકાથી વધુની તેજી સાથે બંધ થયા. જોકે તેમાં મહત્વપૂર્ણ વાત તે રહી કે મોટી એક્શન નાના-વચગાળાના શેરોમાં જોવા મળી. ગત સપ્તાહમાં શુક્રવારે 15900થી થોડા જ નીચે બંધ થનારા નિફ્ટી જુલાઇ સીરીઝમાં 16000નાં સ્તરે પહોંચવા તરફ વધી રહ્યો છે. પરંતુ બજાર જાણકારોની સતર્કતા સાથે રોકાણની સલાહ છે.

મની કન્ટ્રોલ અનુસાર બજાર દિગ્ગજોનું કહેવું છે કે, નિફ્ટી માટે 16000-16100ની રેન્જમાં ભારે રેઝિસ્ટન્સ છે, જ્યારે નીચેની તરફ 15,450-15,500ના લેવલ પર સપોર્ટ નજર આવી રહ્યો છે.

જૂનની સામે મોટાભાગે જૂલાઇ મહીનામાં આપણે બજારમાં વધુ એક્શન અને તેજી જોઇ શકીએ છીએ. તો જૂનને સામાન્ય રીતે કંસોલિડેશનનો મહીનો માનવામાં આવે છે.

છેલ્લા 5 વર્ષમાં જુલાઇમાં એવરેજ ગ્રોથ રેટ +3.57 ટકા

Tradebulls Securitiesના સચ્ચિદાનંદ ઉત્તેકરનું કહેવું છે કે, જો છેલ્લા 5 વર્ષના ઇતિહાસ પર નજર કરીએ તો Seasonality Factor સ્કોર ઇન્ડિકેટરથી સંકેત મળે છે કે, જુલાઇ મહીનામાં એવરેજ ગ્રોથ રેટ +5.37 ટકા રહ્યો છે. જોકે 2019ના જૂલાઇમાં 5.69 ટકાનો નેગેટીવ રિટર્ન પણ જોવા મળ્યો હતો. જ્યારે બાકી રહેલ વર્ષોમાં 5-7.5 ટકાનો વધારો જોવા મળ્યો છે.

આ પણ વાંચોટેક અને માર્કેટિંગ સાથે આ ક્ષેત્ર સાથે સંકળાયેલા છો, તો ડિઝની+હોટસ્ટારને છે તમારી જરૂર! બધું જાણો

તેમણે વધુમાં જણાવ્યું કે, ટેક્નિકલ રીતે જોઇએ તો બજારમાં તેજીનો ટ્રેન્ડ બનેલો છે. નિફ્ટી માટે 16040નું સ્તર બ્રેકઇવન ઝોન નજર આવે છે. જો નિફ્ટી ઉપરની તરફ આ લેવલ તોડી દે, તો આપણને તેમાં 16530નું સ્તર જોવા મળી શકે છે. જ્યારે નીચેની તરફ નિફ્ટી માટે 15450નું સ્તર ખૂબ મહત્વનું છે. જો નિફ્ટી તેની નીચે જાય છે, તો વધુ નબળાઇ જોવા મળી શકે છે.

એક્સિસ સિક્યોરિટીઝના રાજેશ પાલવીયનું કહેવું છે કે, જુલાઇ સીરીઝમાં નિફ્ટી ઉપરની તરફ 16000-16500ની અંદર રહી શકે છે. જ્યારે નીચેની તરફ તે 15500-15300ની અંદર રહી શકે છે.

આ પણ વાંચોઆ ફંડમાં 9 જુલાઈ સુધી લગાવી શકો છો પૈસા, માત્ર 5000 લગાવીને બનો લખપતિ

અહીં અમે તમને એવા દમદાર સ્ટોક જણાવી રહ્યા છીએ, જેમાં આગામી 3-4 સપ્તાહમાં દમદાર કમાણી થઇ શકે છે.

Tradebulls Securitiesના સચ્ચિદાનંદ ઉત્તેકરની પસંદ

SBI: Buy up to Rs. 425 | LTP: Rs. 428| આ સ્ટોકમાં 410 રૂપિયાના સ્ટોપલોસની સાથે 465 રૂપિયાના લક્ષ્ય માટે ખરીદવાની સલાહ છે. 3-4 સપ્તાહમાં આ શેર 8 ટકા સુધી અપસાઇડ દેખાડી શકે છે.

Hero MotoCorp: Buy up to Rs. 2920 | LTP: Rs. 2939| આ સ્ટોકમાં 2850 રૂપિયાના સ્ટોપલોસ સાથે 3240 રૂપિયાના લક્ષ્ય માટે ખરીદવાની સલાહ છે. 3-4 સપ્તાહમાં આ શેર 10 ટકા સુધીની અપસાઇડ દેખાડી શકે છે.

L&T: Buy up to Rs. 1520| LTP: Rs. 1522| આ સ્ટોકમાં 1470 રૂપિયાના સ્ટોપલોસ સાથે 1660 રૂપિયાના લક્ષ્ય માટે ખરીદવાની સલાહ છે. 3-4 સપ્તાહમાં આ શેર 9 ટકા સુધીની અપસાઇડ દેખાડી શકે છે.

Canara Bank: Buy up to Rs. 150| LTP: Rs. 153.55| આ સ્ટોકમાં 145 રૂપિયાના સ્ટોપલોસ સાથે 170 રૂપિયાના લક્ષ્ય માટે ખરીદવાની સલાહ છે. 3-4 સપ્તાહમાં આ શેર 11 ટકા સુધીની અપસાઇડ દેખાડી શકે છે.

SMC Global Securitiesની પસંદ

HOEC: Buy| LTP: Rs. 122.50 | આ સ્ટોકમાં 112 રૂપિયાના સ્ટોપલોસ સાથે 135-137 રૂપિયાના લક્ષ્ય માટે ખરીદવાની સલાહ છે. 3-4 સપ્તાહમાં આ શેર 10 ટકા સુધીની અપસાઇડ દેખાડી શકે છે.

એંજલ બ્રોકિંગના સમિત ચૌહાણની રોકાણ સલાહ

Cummins India | LTP: Rs. 858.80 | આ સ્ટોકમાં 906 રૂપિયાના લક્ષ્ય માટે 823 રૂપિયાના સ્ટોપલોસ સાથે ખરીદવાની સલાહ છે. 3-4 સપ્તાહમાં આ શેર 5.5 ટકા સુધીની અપસાઇડ દેખાડી શકે છે.

SBI Life Insurance Company | LTP: Rs. 1007.05 | આ સ્ટોકમાં 1058 રૂપિયાના લક્ષ્ય માટે 979 રૂપિયાના સ્ટોપલોસ સાથે ખરીદવાની સલાહ છે. 2-3 સપ્તાહમાં આ શેર 5 ટકા સુધીની અપસાઇડ દેખાડી શકે છે.

Axis Securitiesના રાજેશ પાલવીયાની રોકાણ સલાહ

Andhra Sugars: Buy | LTP: Rs. 497| આ સ્ટોકમાં 555-580 રૂપિયાના લક્ષ્ય માટે 469 રૂપિયાના સ્ટોપલોસ સાથે ખરીદવાની સલાહ છે. 2-3 સપ્તાહમાં આ શેર 11 ટકા સુધીની અપસાઇડ દેખાડી શકે છે.

TCS: Buy| Buy range 3370-3310| LTP: Rs. 3380 | આ સ્ટોકમાં 3500-3600 રૂપિયાના લક્ષ્ય માટે 3245 રૂપિયાના સ્ટોપલોસ સાથે ખરીદવાની સલાહ છે. 2-3 સપ્તાહમાં આ શેર 6 ટકા સુધીની અપસાઇડ દેખાડી શકે છે.

Skipper India: Buy Range 89-96| LTP: Rs. 89.35 | આ સ્ટોકમાં 101-110 રૂપિયાના લક્ષ્ય માટે 81 રૂપિયાના સ્ટોપલોસ સાથે ખરીદવાની સલાહ છે. 2-3 સપ્તાહમાં આ શેર 13 ટકા સુધીની અપસાઇડ દેખાડી શકે છે.
First published: