Home /News /business /Share Market : સેન્સેક્સ 700થી વધુ પોઈન્ટ્સ ઉછળ્યો, નિફટી 14,700ને પાર, આ શેરમાં આવી તેજી

Share Market : સેન્સેક્સ 700થી વધુ પોઈન્ટ્સ ઉછળ્યો, નિફટી 14,700ને પાર, આ શેરમાં આવી તેજી

ફાઇલ તસવીર

બજાર ખુલ્યાના થોડા સમય પછી નિફ્ટી 50 213 પોઇન્ટના ઉછાળા સાથે 14742.90 પર ટ્રેડ કરી રહ્યો છે. જ્યારે સેન્સેક્સ 748 પોઇન્ટ એટલે કે 1.52 ટકાના વધારા સાથે 49,885.84 પર ટ્રેડ કરી રહ્યો છે.

માર્ચ મહિનાની શરૂઆતમાં શેર બજારે પણ સારી શરૂઆત કરી છે. સોમવારે સવારે 9.16 વાગ્યે BSE 494.87 પોઈન્ટ્સ એટલે કે 1.01 ટકા વધીને 49,594.86ના સ્તરે કારોબાર કરી રહ્યો હતો. તો નિફટી પણ 153.70 પોઈન્ટ્સ એટલે કે 1.01 ટકો વધીને 14,682.90 પાર કારોબાર કરી રહ્યો હતો. ઉલ્લેખનીય છે કે, નિફટીના બધા જ સેકટોરીયલ લીલા નિશાને ટ્રેડ કરી રહ્યા છે. બજાર ખુલ્યાના થોડા સમય પછી નિફ્ટી 50 213 પોઇન્ટના ઉછાળા સાથે 14742.90 પર ટ્રેડ કરી રહ્યો છે. જ્યારે સેન્સેક્સ 748 પોઇન્ટ એટલે કે 1.52 ટકાના વધારા સાથે 49,885.84 પર ટ્રેડ કરી રહ્યો છે.

આજે ઓટો, બેન્કિંગ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, કેપિટલ ગુડ્ઝ, ફાર્મા, FMCG, IT, ઓઇલ એન્ડ ગેસ, PSU, તેમજ ટેક સેક્ટરમાં તેજી જોવા મળી. જોકે, મેટલ સેક્ટરમાં આજે પણ મંદીનો માહોલ રહ્યો હતો. સાથે જ મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સ પણ તેજીમાં જોવા મળ્યા હતા. જેમાં CNX મિડકેપ ઇન્ડેક્સ પણ 186 પોઇંટ્સના વધારા સાથે ટ્રેડ કરી રહ્યો છે.

તેજીવાળા શેરો

આજે HDFC બેંક, ICICI બેંક, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ઇન્ફોસીસ, TCS શેરોમાં તેજી જોવા મળી રહી છે. આ ઉપરાંત ટાટા મોટર્સ, એક્સિસ બેન્ક, SBI, ટાટા સ્ટીલ, મારુતિ સુઝુકીના શેરમાં પણ તેજી જોવા મળી રહી છે.

ઘટાડાવાળા શેરો

આજે બેંક ઓફ બરોડા, સેલ, હિન્દાલ્કો અને ભારતી એરટેલના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, અમેરિકામાં 1.9 ટ્રિલિયન ડોલરના પ્રોત્સાહન પેકેજના કારણે એશિયાઈ બજારોમાં રાહત છે. તો આજે ડોલરના મુકાબલે રૂપિયો 73.62ના સ્તરે ખુલ્યો છે.

આજે એશિયન માર્કેટમાં સ્થિરતા

ગત અઠવાડિયા પછી આજે એશિયન બજારમાં સ્થિરતા જોવા મળી છે. યુએસ બોન્ડ યીલ્ડમાં વધારા પછી 0.10 બેસીસ પોઈન્ટનો તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો. આજે નિક્કી 225, સ્ટ્રેઈટ ટાઇમ્સ, હેંગ સેંગ અને શાંઘાઈ કમ્પોઝિટમાં ફાયદો જોવા મળી રહ્યો છે. જ્યારે તાઇવાન ઇન્ડેક્સ અને કોસ્પી ઘટ્યો છે.

અમેરિકન બજારોના હાલ

અમેરિકન બજારોમાં શુક્રવારે નાસ્ડેકે વધઘટ વચ્ચે જોર પકડ્યું. જો કે અગાઉ બોન્ડી યીલ્ડમાં થયેલા વધારાને કારણે તે છેલ્લા 4 મહિનાના નીચા સ્તરે પણ ગયો હતો. ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રીયલ એવરેજ 1.5 ટકા, એસ એન્ડ પી 500 ઇન્ડેક્સ 0.48 ટકાના ઘટાડા સાથે બંધ રહ્યો હતો. જોકે, નાસ્ડેક કમ્પોઝિટમાં 0.56 ટકાનો ઉછાળો થયો હતો.

ફેબ્રુઆરીમાં વિદેશી નાગરિકોએ ભારતીય બજારોમાં લગાવ્યા હજારો કરોડ

વિદેશી રોકાણકારોએ ફેબ્રુઆરીમાં ભારતીય બજારોમાં 23,663 કરોડનું રોકાણ કર્યું છે. ઉલ્લેખનીય છે કે, 2021-22ના સામાન્ય બજેટ પછી ભારતમાં રોકાણ માટે વિદેશી રોકાણકારો સકારાત્મક રહ્યા છે. 1થી 26 ફેબ્રુઆરી દરમિયાન વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ ઇક્વિટી માર્કેટમાં 25,787 કરોડ રોક્યા છે. પરંતુ આ દરમિયાન તેણે બોન્ડ માર્કેટમાંથી 2124 કરોડ રૂપિયા પાછા ખેંચ્યા છે.

26 ફેબ્રુઆરીના નેશનલ સ્ટોક એક્સચેન્જના આંકડા અનુસાર, વિદેશી સંસ્થાગત રોકાણકારોએ 8295.17 કરોડ રૂપિયાના શેર વેચ્યા છે. જ્યારે ઘરેલુ સંસ્થાગત રોકાણકારોએ 1,499.7 કરોડના શેર ખરીદ્યા છે.
First published:

Tags: BSE, Nifty50, NSE, Share market, સેન્સેક્સ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો