મુંબઈ. મજબૂત વૈશ્વિક સંકેતોની વચ્ચે આજે સપ્તાહના પહેલા દિવસે સ્થાનિક શૅર બજાર (Stock Market)ની દમદાર શરૂઆત થઈ છે. 15 ફેબ્રુઆરીએ બંને મુખ્ય ઇન્ડેક્સ નવા રેકોર્ડ સ્તર પર ખુલ્યા. નિફ્ટી (Nifty) 15,300ની આસપાસ રહ્યો. સોમવાર સવારે 09:15 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)નો મુખ્ય ઇન્ડેક્સ સેન્સેક્સ (Sensex) 407 પોઇન્ટ એટલે કે 0.79 ટકાના વધારાની સાથે 51,952ના સ્તર પર ખુલ્યો અને પછી જોતજોતામાં જ 52 હજારના આંકડાને પાર કરી ગયો.
બીજી તરફ, નિફ્ટી 50 (Nifty 50) પણ 121 પોઇન્ટ એટલે ક 0.80 ટકાની તેજી સાથે 15,284 પોઇન્ટ પર ખુલ્યો. પ્રારંભિક કારોબારમાં 1086 શૅરોમાં તેજી રહી, જ્યારે 367 શૅરમાં ઘટાડો રહ્યો. 75 શૅરોમાં કોઈ ફેરફાર નહોતો જોવા મળ્યો. BSE સ્કોલકેપ અને મિડકેપ ઇન્ડેક્સમાં તેજી જોવા મળી રહી છે. CNX મિડકેપ લીલા નિશાન પર કારોબાર કરી રહ્યો છે.
Sensex soars 524.61 points, currently at 52,068.91. Nifty up by 138.80 points, currently at 15,302.10. pic.twitter.com/yxBmmB7pp4
સેક્ટોરલ ફંડ્સને જોઇએ તો આજે તમામ સેક્ટર્સ લીલા નિશાન પર કારોબાર કરતાં જોવા મળી રહ્યા છે. સૌથી વધુ બેન્કિંગ શૅરોમાં તેજી જોવા મળી રહી છે. આ ઉપરાંત પણ કેપિટલ ગુડ્સ, કન્ઝ્યૂમર ડ્યૂરેબલ્સ, એનર્જી, રિયલ્ટી, એન્ટરટેનમેન્ટ, ફાર્મા, FMCG, આઇટી, મેટલ, ઓઇલ એન્ડ ગેસ, પીએસયૂ અને ટેક સ્ટોક્સ પણ વધારાની સાથે કારોબાર કરી રહ્યા છે.
આ શૅરોમાં જોવા મળી રહી છે તેજી
સોમવારે પ્રારંભિક કારોબારમાં ઇન્ડસઇન્ડ બેંક, ટાટા મોટર્સ, એચડીએફસી બેંક, ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ, ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન, એક્સિસ બેંક, એચસીએલ ટેક્નોલોજી, એસબીઆઇ, ભારતી એરટેલ અને બજાજ ઓટોના સ્ટોક્સમાં તેજી જોવા મળી રહી છે. જ્યારે ઘટાડાવાળા સ્ટોક્સમાં હીરો મોટોકોર્પ અને ONGC જોવા મળી રહ્યા છે.
આજે જેટ એરવેઝ, યૂરેકા ઇન્ડસ્ટ્રીઝ, હિન્દુસ્તાન એવરેસ્ટ ટૂલ સહિત 23 કંપનીઓ પોતાના પરિણામ જાહેર કરશે. આ કંપનીઓ ડિસેમ્બર ક્વાર્ટરના પરિણામ જાહેર કરવાની છે.
" isDesktop="true" id="1072308" >
અમેરિકાના બજારનો શું છે હાલ?
ગત શુક્રવારે અમેરિકાના બજારોમાં એસએન્ડપી અને નેસ્ડેક ઇન્ડેક્સ રેકોર્ડ સ્તર પર બંધ થયા. ડાઓ જોન્સ પણ લીલા નિશાન પર બંધ થયો. સૌથી વધુ તેજી એનર્જી અને ફાઇનાન્સિફલ શૅરોમાં જોવા મળી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર