Home /News /business /Share Market : મેદાંતા હોસ્પિટલ લાવશે IPO, 5 ઈન્વેસ્ટમેન્ટ બેન્કર્સ સાથે વાતચીત શરૂ
Share Market : મેદાંતા હોસ્પિટલ લાવશે IPO, 5 ઈન્વેસ્ટમેન્ટ બેન્કર્સ સાથે વાતચીત શરૂ
મેદાંતા હોસ્પિટલ (ફાઈલ ફોટો)
ગ્લોબલ હેલ્થ પ્રાઇવેટ લિમિટેડ પોતાની ઝોલી ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ (IPO) થી ભરવાની યોજના બનાવી રહી છે. કંપની રોકાણકારોને પણ આઈપીઓ દ્વારા કમાણી કરવાની તક આપવા જઈ રહી
નવી દિલ્હી : મેદાંતા બ્રાન્ડ હેઠળ હોસ્પિટલ (medanta hospital) ચલાવનાર કંપની ગ્લોબલ હેલ્થ પ્રાઇવેટ લિમિટેડ (Global Health Private Ltd) પોતાની ઝોલી ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ (IPO) થી ભરવાની યોજના બનાવી રહી છે. કંપની રોકાણકારોને પણ આઈપીઓ દ્વારા કમાણી કરવાની તક આપવા જઈ રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કંપની હાલમાં લો ફર્મ્સ અને ઈન્વેસ્ટમેન્ટ બેંકર્સ સાથે વાતચીત કરી રહી છે
આઇપીઓ (IPO)ને લાવવા કંપની ઇન્વેસ્ટમેન્ટ બેન્કર્સ સાથે ચર્ચા કરી રહી છે, જેમાં ફાઇનાન્સિયલ અને કોટક સિક્યોરિટીઝનો પણ સમાવેશ થાય છે. આ મામલે ગ્લોબલ હેલ્થ પ્રા.લિ.ના અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટર ડો. નરેશ ત્રેહાનને મોકલેલા ઇમેઇલનો હજુ કોઈ જવાબ મળ્યો નથી. ડો. ત્રેહાન દેશના જાણીતા કાર્ડિયાક સર્જન છે.
2004માં મેદાંતાની શરૂઆત થઈ હતી
મેદાંતાની શરૂઆત 2004માં થઈ હતી. મેદાંતાની ફ્લેગશિપ હોસ્પિટલ મેડિસીટી ગુરુગ્રામમાં છે. અહીં 1300 પલંગ છે, જેમાં 246 ક્રિટિકલ કેર બેડ્સ છે. ખાનગી ક્ષેત્રની હોસ્પિટલોની વાત કરીએ તો, આ દેશની આ સૌથી મોટી હોસ્પિટલ છે, જ્યાં એક લોકેશન પર આટલી મોટી સંખ્યામાં બેડ છે. આ હોસ્પિટલ ચેનની કાર્યરત ક્ષમતા હાલમાં 2000 પથારીની છે. ગુરુગ્રામ, લખનઉ, ઇન્દોર અને રાંચીમાં મેદાંત મલ્ટિ-સુપર સ્પેશીયાલીટી હોસ્પિટલો છે. 2020માં પટનામાં આઉટપેશન્ટ સેવા શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત મેદાંતા હોસ્પિટલના દિલ્હી એરપોર્ટ, દક્ષિણ દિલ્હી અને ડીએલએફ સાયબર સિટીમાં પણ ત્રણ ક્લિનિક્સ છે.
નાણાકીય વર્ષ 2020માં હોસ્પિટલ ચેનની કુલ આવક રૂ. 1478 કરોડ રહી છે, જ્યારે ટેક્સ ચુકવ્યા બાદ ચોખ્ખો નફો 61 કરોડ રૂપિયા રહ્યો હતો
કાર્લાઇલ ગ્રુપની કંપનીમાં છે 27 ટકા હિસ્સો
ખાનગી ઇક્વિટી રોકાણકારો કાર્લાઇલ ગ્રુપ અને ટેમેટેસની કંપનીમાં બહુમતી હિસ્સો છે. જ્યારે કાર્લાઇલ ગ્રુપ પાસે જ્યાં 27 ટકા હિસ્સો છે, તો ટેમસેક પાસે 18 ટકા હિસ્સો છે. 2013માં કર્લાઈલ કંપનીના બોર્ડમાં જોડાઈ હતી, જ્યારે ટેમેસેકે 2015માં રોકાણ કરવાનું શરૂ કર્યું હતું. આ કંપની પર Dr. નરેશ ત્રેહાન, તેમનો પરિવાર અને મેદાંતાના સહ-સ્થાપક સુનિલ સચદેવાનો અધિકાર છે.
પીઈ રોકાણકારો લાંબા સમયથી કંપનીમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યા છે. 2019માં, પીઈ રોકાણકારોએ મેદાંતામાં પોતાનો હિસ્સો મણિપાલ હોસ્પિટલોને વેચવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે વાત શક્ય બની ના હતી. ત્યારે મેદાંતાની મર્ચેંડાઈઝ વેલ્યૂ 5800-6000 કરોડ રૂપિયા હતી. મણિપાલ હોસ્પિટલે પાછળથી કોલમ્બિયા એશિયા હોસ્પિટલોમાં હિસ્સો લીધો હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર