20 વર્ષ પહેલા શેરનો ભાવ 25 પૈસા હતો જે આજે વધીને 725.90 રૂપિયા થયો છે.
Multibagger Stock: પેની સ્ટોક્સમાં રોકાણ જોખમી માનવામાં આવે છે. પરંતુ, ઘણા પેની સ્ટોક્સે લાંબા ગાળામાં રોકાણકારોને મલ્ટિબેગર વળતર પણ આપ્યું છે. જો કંપનીના ફંડામેન્ટલ્સ અને બિઝનેસ મોડલ મજબૂત હોય તો પેની સ્ટોકમાં પૈસા રોકી શકાય છે.
Share Market Investment: શેરબજારમાં ક્યારે કયો સ્ટોક રોકાણકારનું નસીબ બદલી શકે છે, તે કહી શકાય નહીં. જે રોકાણકારો લાંબા ગાળા માટે સમજી વિચારીને રોકાણ કરે છે, તેઓ અહીં સારી કમાણી કરે છે. શેરબજારમાં ઘણા પેની સ્ટોક્સે રોકાણકારોને લાંબા ગાળામાં મલ્ટિબેગર વળતર આપ્યું છે. ફાર્મા શેર કેપલિન પોઈન્ટ લેબના શેર પણ મલ્ટીબેગર શેર છે. 20 વર્ષ પહેલા શેરનો ભાવ 25 પૈસા હતો જે આજે વધીને 725.90 રૂપિયા થયો છે.
છેલ્લા કેટલાક સમયથી વેચાણ અંગે દબાણ હેઠળ છે, પરંતુ લાંબા ગાળામાં ફાયદો થયો છે. આ વર્ષે 6 જાન્યુઆરીએ તે રૂ. 888.45ની એક વર્ષની વિક્રમી ટોચે પહોંચ્યો હતો. જો કે, તે પછી વેચાણનું પ્રભુત્વ રહ્યું અને 11 મે, 2022 સુધીમાં તે 30 ટકા ઘટીને રૂ. 626.30 નોંધાયું. આ પછી ખરીદીનો ટ્રેન્ડ પાછો ફર્યો અને અત્યાર સુધીમાં તે 31 ટકા રિકવર થયો છે.
કેપલિન પોઈન્ટ લેબના શેર 21 ફેબ્રુઆરી 2003ના રોજ માત્ર 25 પૈસામાં ઉપલબ્ધ હતા. હવે તેનો ભાવ રૂ.725.90 પર છે. આ રીતે, આ સ્ટોક 20 વર્ષમાં લગભગ 2,907 વખત ઉછળ્યો છે. મતલબ કે જો કોઈ રોકાણકારે 20 વર્ષ પહેલા આ શેરમાં 3,500 રૂપિયાનું રોકાણ કર્યું હોય અને તેનું રોકાણ જાળવી રાખ્યું હોત તો તે આજે કરોડપતિ હોય અને તેના રોકાણની કિંમત 1.02 કરોડ રૂપિયા હોય.
સોમવાર 19 ડિસેમ્બરે, કેપલિન પોઈન્ટ લેબનો શેર 0.29 ટકાના ઘટાડા સાથે રૂ. 725.40 પર ટ્રેડ થઈ રહ્યો છે. આ સ્ટોક 1 મહિનામાં 1.49 ટકા ઘટ્યો છે. છેલ્લા 6 મહિનામાં આ શેરે 14% થી વધુ વળતર આપ્યું છે. તેમજ વર્ષ 2022 માં, કેપલિન પોઈન્ટ લેબનો શેર લગભગ 17 ટકા ઘટ્યો છે.
Caplin Point Lab એ 1990 માં બિઝનેસ શરૂ કર્યો અને કંપની 1994 માં શેરબજારમાં લિસ્ટ થઈ. તેનો IPO 117 વખત સબસ્ક્રાઇબ થયો હતો અને IPO દ્વારા એકત્ર કરાયેલા નાણાંનો ઉપયોગ પોંડિપોન ચેરી ખાતે પ્લાન્ટ સ્થાપવા માટે કરવામાં આવ્યો હતો. કંપનીની વેબસાઈટ પર આપવામાં આવેલી વિગતો અનુસાર, આ ફાર્મા કંપની લેટિન અમેરિકા, ફ્રેન્ચ ભાષી આફ્રિકન દેશોમાં દબદબો ધરાવે છે. આ સિવાય અમેરિકા અને યુરોપિયન યુનિયનમાં પણ તે ફેલાઈ રહી છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર