લૉઅર સર્કિટ બાદ શૅર બજારે જોઈ રેકોર્ડ રિકવરી, સેન્સેક્સ 1325 પૉઇન્ટના વધારા સાથે બંધ

News18 Gujarati
Updated: March 13, 2020, 3:58 PM IST
લૉઅર સર્કિટ બાદ શૅર બજારે જોઈ રેકોર્ડ રિકવરી, સેન્સેક્સ 1325 પૉઇન્ટના વધારા સાથે બંધ
તેજી સાથે શૅર બજાર બંધ, સેન્સેક્સમાં 1325 અને નિફ્ટીમાં 365 પૉઇન્ટનો ઉછાળો

તેજી સાથે શૅર બજાર બંધ, સેન્સેક્સમાં 1325 અને નિફ્ટીમાં 365 પૉઇન્ટનો ઉછાળો

  • Share this:
નવી દિલ્હી : દુનિયાભરમાં કોરોના વાયરસ (Coronavirus) ખતરનાક રૂપ લઈ ચૂક્યો છે. આ કારણે ગ્લોબલ શૅર બજારો (Global Stock Markets)માં પણ ઘટાડો જોવા મળ્યો છે. સપ્તાહના અંતિમ ટ્રેડિંગ દિવસે સેન્સેક્સ (Sensex) અને નિફ્ટી (Nifty) 10 ટકાથી વધુ ગબડી ગયો અને તે કારણે 45 મિનિટ માટે ટ્રેડિંગ રોકવું પડ્યું. લૉઅર સર્કિટ (Lower Circuit) લાગવાને કારણે ટ્રેડિંગ બંધ કરવામાં આવ્યું. જોકે, ટ્રેડિંગ બંધ થવાનો સમય પૂરો થયા બાદ સવારે 10.20 વાગ્યે ફરી એકવાર શૅર બજારમાં ટ્રેડિંગ શરૂ થયું. ત્યારબાદથી સેન્સેક્સ અને નિફ્ટીમાં જોરદાર ઉતાર-ચડાવ જોવા મળ્યો.

બપોર બાદ સેન્સેક્સ 1500 પૉઇન્ટ સુધી મજબૂત થઈ ગયો તો નિફ્ટીમાં પણ લગભગ 400 પૉઇન્ટની તેજી રહી. બપોરના સત્રમાં સેન્સેક્સ દિવસના નીચલા સ્તરથી 5000 પૉઇન્ટથી વધુ ઉપર આવ્યો. આ સેન્સેક્સના ઈતિહાસની સૌથી મોટી રિકવરી છે. ટ્રેડિંગના અંતમાં સેન્સેક્સ 1325 પૉઇન્ટ એટલે કે 4.04 ટકાના વધારાની સાથે 34,103.48 પૉઇન્ટ પર બંધ થયો.

કેવી રીતે આવી તેજી?

એસકોર્ટ સિક્યુરિટીના રિસર્ચ હૅડ આસિફ ઇકબાલે ન્યૂઝ18ને જણાવ્યું કે અમેરિકાના શૅર બજારોના ઇન્ડેક્સ Dow ફયૂચર્સમાં ગુરુવારે ભારે ઘટાડા બાદ શુક્રવારે ખરીદી પરત ફરી છે. Dow ફ્યૂચર 455 પૉઇન્ટ વધીને 21,560ના સ્તરે પહોંચી ગયો છે.

શૅર બજારમાં લૉઅર સર્કિટ કેમ લાગી?

એસકોર્ટ સિક્યુરિટીના રિસર્ચ હેડ આસિફ ઈકબાલનું કહેવું છે કે ગુરુવારની રાત્રે અમેરિકા સહિત દુનિયાભરના તમામ શૅર બજારોમાં 1987 બાદનો સૌથી મોટી ઘટાડો જોવા મળ્યો હતો. તેની અસર ભારતીય શૅર બજારોમાં પણ જોવા મળી છે. આસિફનું માનવું છે કે સરકાર ટૂંક સમયમાં બજારને રાહત આપવા માટે મોટી જાહેરાત કરી શકે છે.રૂપિયો 18 પૈસા તૂટ્યો

રૂપિયાની શરૂઆત આજે નબળાઈ સાથે થઈ છે. ડૉલરની સામે આજે 18 પૈસાના ઘટાડાની સાથે રૂપિયો 74.40ના સ્તરે ખુલ્યો છે. બીજી તરફ, ગઈકાલના કારોબારમાં ડૉલરની સામે રૂપિયો 59 પૈસા તૂટીને 74.22ના સ્તરે બંધ થયો હતો.

શૅર બજારમાં સર્કિટનો ઈતિહાસ

શૅર બજારમાં સર્કિટના ઈતિહાસ પર નજર કરીએ તો બજારમાં 12 વર્ષમાં પહેલીવાર LOWER CIRCUIT લાગી છે. આ પહેલા 17 મે 2004માં P-NOTEના કારણે બજાર ગબડ્યું હતું. બીજી તરફ, 22 જાન્યુઆરી 2008માં ગ્લોબલ બજારમાં મંદીને કારણે પણ બજારમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો.

આ પણ વાંચો, Coronavirus: ઈરાને લાશોને દફનાવવા માટે વિશાળ મેદાનમાં રાતોરાત ખોદી દીધી કબરો, સેટેલાઇટમાં કેદ થઈ તસવીરો

અમેરિકાના શૅર બજારોની હાલત પણ ખરાબ

1987 બાદ Dowમાં 2350ના પૉઇન્ટનો સૌથી મોટી ઘટાડો જોવા મળ્યો. S&P અને NASDAQ પણ લગભગ 10 ટકા તૂટ્યા. બીજી તરફ, એશિયન બજારોમાં પણ કડાકો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન ડિમાન્ડ ઘટતાં અને સપ્લાય વધવાની આશંકાથી ક્રૂડમાં 8 ટકાનો ઘટાડો નોંધાયો છે અને બ્રેંઠ 31 ડૉલરની આસપાસ પહોંચી ગયો છે. યૂરોપ પર અમેરિકાના ટ્રાવેલ પ્રતિબંધથી સેન્ટિમેન્ટ વધુ બગડ્યું છે.

આ પણ વાંચો, ચીનનો મોટો દાવો, અમેરિકન આર્મી કોરોના વાયરસને વુહાન લઈને આવી
First published: March 13, 2020, 9:37 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading