Home /News /business /

સેન્સેક્સમાં 713 પોઇન્ટનું ગાબડું, રોકાણકારોએ 2.64 લાખ કરોડ ગુમાવ્યા

સેન્સેક્સમાં 713 પોઇન્ટનું ગાબડું, રોકાણકારોએ 2.64 લાખ કરોડ ગુમાવ્યા

પ્રતીકાત્મક તસવીર

એનએસઈના 50 શેરોવાળા ઇન્ડેક્સ નિફ્ટી 205 અંકના ઘટાડા સાથે 10,488 પર બંધ થયો

    ન્યૂઝ18 ગુજરાતી: મધ્ય પ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગાના અને મિઝોરમમાં વિધાનસભા ચૂંટણીના પરિણામ કાલે એટલે કે મંગળવારે જાહેર થવાના છે. પરંતુ તે પહેલા આજે શેર બજારમાં હાહકાર મચી ગયો છે. બીએસઈના 30 શેરોવાળા ઇન્ડેક્સ સેન્સેક્સ 713 પોઇન્ટ પડીને 34960ના સ્તરે બંધ થયો છે. બીજી તરફ, એનએસઈનો 50 શેરોવાળો ઇન્ડેક્સ નિફ્ટી 205 અંકના ઘટાડા સાથે 10488 પર બંધ થયો છે. આ વેચાવલીએ રોકાણકારોના 2.64 લાખ કરોડ રૂપિયા ડૂબી ગયા છે. જોકે, એક્સપર્ટ્સનું કહેવું છે કે રોકાણકારોએ ગભરાવવાની જરૂર નથી, પરંતુ માર્કેટ ડાઉન હોય ત્યારે સારા શેરોમાં રોકાણ કરવું જોઈએ.

    બેંકિંગ સેક્ટર શેરોમાં ઘટાડો ચાલુ
    બેંકિંગ સેક્ટરના શેરમાં સતત ઘટાડો ચાલુ છે. જે શરોમાં સૌથી વધુ ઘટાડો નોંધાયો છે તેમાં વિપ્રો, એક્સિસ બેંક, ઇડસ્લેંડ બેંક, પાવર ગ્રિડ, ઓએનજીસી, એચડીએફસી બેંક, આઈટીઆઈ, એલએન્ડટી, ટાટા સ્ટીલ, એનટીપીસી, એસસીઆઈએન, હીરો મોટોકોર્પ સામેલ છે.

    આ પણ વાંચો, હવે મોંઘા થશે પેટ્રોલ-ડીઝલ! 2 રૂપિયા પ્રતિ લીટર સુધી વધી શકે છે એક્સસાઇઝ ડ્યૂટી

    છેલ્લા કારોબારી સપ્તાહમાં કંઈક આવો થયો હતો હાલ
    ગત સપ્તાહ શુક્રવારે ફાઇનેન્સિયલ અને બેંક શરોમાં ખરીદી વધવાથી સેન્સેક્સ 361 પોઇન્ટ મજબૂત થઈને 35673ના સ્તરે બંધ થયો. બીજી તરફ, નિફ્ટી પણ 92 પોઇન્ટની તેજી સાથે 10693 પોઇન્ટ પર બંધ થયો. બીજી તરફ, ગુરુવારે મોટો ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 572 પોઇન્ટ તૂટી 35312ના સ્તરે બંધ થયો. બીજી તરફ, નિફ્ટી 181 પોઇન્ટ ગબડીને 10601ના સ્તરે આવી ગયો.
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Share market, Stock market, નિફ્ટી, સેન્સેક્સ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन