Sensex 1942 પોઇન્ટ તૂટીને બંધ રહ્યો, આ કારણે રોકાણકારોના 6.87 લાખ કરોડ ડૂબ્યા

Market Closing: સેન્સેક્સ 1942 અંક તૂટીને 35,634.95ના સ્તર પર બંધ રહ્યો. જ્યારે નિફ્ટી 538 તૂટીને 10,415.50ના સ્તર પર બંધ રહ્યો. ડિસેમ્બર 2018 પછી નિફ્ટીનું આ સૌથી નીચલું સ્તર રહ્યું છે.

Market Closing: સેન્સેક્સ 1942 અંક તૂટીને 35,634.95ના સ્તર પર બંધ રહ્યો. જ્યારે નિફ્ટી 538 તૂટીને 10,415.50ના સ્તર પર બંધ રહ્યો. ડિસેમ્બર 2018 પછી નિફ્ટીનું આ સૌથી નીચલું સ્તર રહ્યું છે.

 • Share this:
  નવી દિલ્હી : આંતરરાષ્ટ્રીય બજારો અને એશિયન બજારોથી મળેલા સંકેતોના કારણે સપ્તાહના પહેલા સ્થાનિક શૅર બજારોની શરૂઆત ભારત ઘટાડા સાથે થઈ. સેન્સેક્સ (Sensex) 1100 પૉઇન્ટથી વધુ તૂટીને ખુલ્યો. બીજી તરફ, નિફ્ટી (Nifty)ની શરૂઆત 250 પૉઇન્ટના ઘટાડા સાથે થયો. પ્રારંભિક કારોબારમાં ચારે તરફ વેચાવલીના કારણે બજારમાં મોટો કડાકો જોવા મળ્યો હતો. તેના કારણે સેન્સેક્સ 2467 પૉઇન્ટથી નીચે ગબડી ગયો હતો. જ્યારે નિફ્ટી 10,294.45 પૉઇન્ટ નીચે ગબડી ગયો હતો. દિવસના અંતે સેન્સેક્સ 1942 અંક તૂટીને 35,634.95ના સ્તર પર, જ્યારે નિફ્ટી 538 તૂટીને 10,415.50ના સ્તર પર બંધ રહ્યો હતો. ડિસેમ્બર 2018 પછી નિફ્ટીનું આ સૌથી નીચલું સ્તર રહ્યું છે.  મેટલ શેર આજે સૌથી વધારે તૂટ્યા હતા. બજારમાં મોટા ઘટાડાને કારણે રોકાણકારોના 6.87 લાખ કરોડ રૂપિયા ડૂબી ગયા હતા.

  રોકાણકારોના 6.87 લાખ કરોડ રૂપિયા ડૂબી ગયા

  સોમવારે બજારમાં મોટી ઉથલપાથલને કારણે મિનિટોમાં જ રોકાણકારોના લાખો કરોડ રૂપિયા સ્વાહા થઈ ગયા હતા. શુક્રવારે બીએસઈ પર લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપ 1,44,31,224.41 કરોડ રૂપિયા હતી. જે સોમવારે બજાર બંધ થતાં ઘટીને 1,37,43,417.21 કરોડ રૂપિયા થઈ હતી. એટલે કે એક દિવસમાં જ રોકાણકારોના 6,87,807.2 કરોડ રૂપિયા ડૂબી ગયા હતા.

  શૅર બજારમાં કોહરામનું આ છે કારણ

  >> ખરાબ ગ્લોબલ સંકેત

  અમેરિકાના બજાર શુક્રવારે ઘટાડા સાથે બંધ થયા હતા. જોકે Dow નીચલા સ્તરે લગભગ 750 પૉઇન્ટ સુધીને બંધ થયો હતો. શુક્રવારે કારોબારમાં એસએન્ડપી 500 અને નેસ્ડેક લગભગ 2 ટકા ઘટ્ડો હતો. બીજી તરફ, એશિયામાં નિક્કેઈ 6 ટકા નીચે કારોબાર કરી રહ્યો છે. SGX NIFTYમાં પણ 325 પૉઇન્ટની નબળાઈ જોવા મળી રહી છે.

  કોરોનાના મોરચે હાલત નહીં સુધરવાથી દબાણ વધ્યું છે. અમેરિકામાં એનજી શૅરોમાં સૌથી વધુ ઘટાડો જોવા મળ્યો. સારા રોજગાર આંકડાથી પણ સહારો ન મળ્યો. ફેબ્રુઆરીમાં 2.75 લાખ નવી નોકરીઓ જોડાઈ. જોકે માત્ર 1.75 લાખ નવી નોકરીઓ જોડવાનું અનુમાન હતું. બૉન્ડ યીલ્ડમાં પણ ઘટાડો થયો. USમાં 10 વર્ષની બૉન્ડ યીલ્ડ રેકોર્ડ નીચલા સ્તરે આવી ગયો. યીલ્ડ પહેલીવાર 0.5 ટકાની નીચે ફસકી ગયો.

  આ પણ વાંચો, ઈરાનથી પરત ફરેલા વ્યક્તિનું લદાખમાં મોત, કોરોના વાયરસની આશંકાના કારણે સમગ્ર ગામને આઇસોલેટ કરાયું

  >> ભારતમાં કોરોના વાયરસનો પ્રકોપ વધ્યો

  આ દરમિયાન ભારતમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા 40 થઈ ગઈ છે. કેરળમાં 5 નવા કેસ સામે આવ્યા છે. દુનિયાભરમાં દર્દીઓની સંખ્યા 1 લાખને પાર પહોંચી ગઈ છે. ઈટલીમાં 1.5 કરોડ લોકો પર ટ્રાવેલ પ્રતિબંધ લગાવ્યો છે. દુનિયાભરમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 1,06,893 થઈ ગઈ છે. દુનિયાભરમાં અત્યાર સુધી 3,639 લોકોનાં મોત થઈ ચૂક્યા છે. ઈટલીમાં સ્કૂલ, જિમ, મ્યૂઝિયમ, નાઇટ ક્લબ બંધ કરી દેવામાં આવ્યા છે. ઈટલીમાં મરનારાઓની સંખ્યા 366 થઈ ગઈ છે.

  >> સઉદી અરેબિયાએ કાચા તેલના ભાવ ઘટાડ્યા

  આ દરમિયાન ઓપેક દેશો અને રશિયાની વચ્ચે પ્રાઇસ વૉર શરૂ થવાથી ક્રૂડના ભાવોમાં 30 ટકાનો ઘટાડો નોંધાયો છે. બ્રેંટ 30 ડૉલર પહોંચી ગયો. GOLDMAN SACHSએ બ્રેંટનું લક્ષ્ય ઘટાડીને 20 ડૉલર કર્યું છે. કોરોના વાયરસને કારણે પ્રોડક્શન કટ ડીલ પર સહમતિ નહીં સધાતા ભાવો ઘટ્યા છે.

  >> યસ બેંક સંકટ

  યસ બેંકમાં અનિયમિતતાઓની આશંકામાં એક મહિનામાં 50,000 રૂપિયા ઉપાડવાની મર્યાદા નક્કી કરી છે. બીજી તરફ, યસ બેંકના કો-ફાઉનડર રાણા કપૂર ઈડીની કસ્ટડીમાં છે. તેમના અને તેમના પરિવાર પર નાણાકીય અનિયમિતતાના આરોપ છે. હાલ યસ બેંકને બચાવવા માટે દેશની સૌથી મોટી સરકારી બેંક એસબીઆઈ સામે આવી છે જે બેંકમાં 49 ટકા હિસ્સેદારી ખરીદી શકે છે.

  આ પણ વાંચો, Yes Bank Crisis:રાણા કપૂર ગયા વર્ષે લંડન ભાગી ગયા હતા, મોદી સરકારે આવી રીતે લાલચ આપી બોલાવ્યા
  Published by:Mrunal Bhojak
  First published: