Home /News /business /આ મલ્ટીબેગર સ્ટોકે રોકાણકારોને આપ્યું શાનદાર રિટર્ન, એક વર્ષમાં 1 લાખ રૂપિયાના થયા 23 લાખ

આ મલ્ટીબેગર સ્ટોકે રોકાણકારોને આપ્યું શાનદાર રિટર્ન, એક વર્ષમાં 1 લાખ રૂપિયાના થયા 23 લાખ

મલ્ટીબેગર સ્ટોક

multibagger penny stock - એક વર્ષના સમયગાળામાં આ સ્ટોકે શેરધારકોને 2,171.78 ટકા રિટર્ન આપ્યું

Multibagger Stock: સ્ટોક માર્કેટમાં રોકાણ કરવું તે ખૂબ જ જોખમભર્યું છે. શેરબજારમાં રોકાણ (share market investment)કરવાથી ક્યારેક બમણા પૈસા મળે છે તો ક્યારેક રોકાણ (investment)કરેલા પૈસા પણ ડૂબી જાય છે. નિષ્ણાંતો જણાવે છે કે, શેરબજારમાં (share market)રોકાણ કરીને ધીરજ રાખવી જરૂરી છે. અહીંયા GRM ઓવરસીઝ શેર (GRM Overseas share) વિશે જાણકારી આપવામાં આવી છે. અગાઉ આ શેરની કિંમત ખૂબ જ ઓછી હતી, આજે આ શેર રોકાણકારોને માલામાલ બનાવી રહ્યો છે. આ સ્મોલ કેપ રાઈસ મિલિંગ કંપનીના શેરની કિંમત છેલ્લા એક વર્ષમાં રૂ.34 થી વધીને રૂ.782.40 થઈ ગઈ છે. એક વર્ષના સમયગાળામાં આ સ્ટોકે શેરધારકોને 2,171.78 ટકા રિટર્ન આપ્યું છે. જો કોઈ રોકાણકારે આ સ્ટોકમાં રૂ.1 લાખનું રોકાણ કર્યું હોત તો રૂ.23 લાખ થઈ ગયા હોત.

GRM ઓવરસીઝ શેરનો ઈતિહાસ

છેલ્લા 10 વર્ષમાં GRM ઓવરસીઝનો શેર રૂ.1.93 થી વધીને રૂ.782.40 ના સ્તર પર પહોંચી ગયો છે. 10 વર્ષમાં આ સ્ટોકે શેરધારકોને લગભગ 40,450 ટકા રિટર્ન આપ્યું છે. છેલ્લા 5 વર્ષમાં આ મલ્ટીબેગર સ્ટોક રૂ. 4.49 થી વધીને રૂ.782.40 ના સ્તર પર પહોંચી ગયો છે. 5 વર્ષમાં આ સ્ટોકે શેરધારકોને લગભગ 17,325 ટકા રિટર્ન આપ્યું છે. આ સપ્તાહની શરૂઆતમાં આ સ્ટોક રૂ.856 ના સ્તર પર પહોંચી ગયો હતો.

આ પણ વાંચો - 7th Pay Commission: મોદી સરકાર ન્યૂનતમ બેઝિક પે 18,000થી વધારીને 26,000 રૂપિયા કરશે, જલ્દી થઇ શકે છે જાહેરાત

છેલ્લા 6 મહિનામાં આ મલ્ટીબેગર સ્ટોક રૂ.156 થી વધીને રૂ.782.40 ના સ્તર પર પહોંચી ગયો છે. 6 મહિનામાં GRM ઓવરસીઝના શેરની કિંમતમાં 400 ટકાનો વધારો થયો છે. છેલ્લા એક મહિનામાં આ શેરની કિંમતમાં 55 ટકાની વૃદ્ધિ જોવા મળી છે. 15 ડિસેમ્બરના રોજ આ શેરની કિંમત રૂ.504 હતી, જેની કિંમતમાં રૂ.277 નો વધારો થતા આ શેર રૂ.782 પર ટ્રેડ કરે છે.

આ પણ વાંચો - LICનો દમદાર પ્લાન: માત્ર એક વખત આપવું પડશે પ્રીમિયમ, પછી દર મહીને મળશે રૂ. 12,000

રોકાણકારોને કેટલો ફાયદો થયો

રોકાણકારોએ 6 મહિના પહેલા GRM ઓવરસીઝના શેરમાં રૂ.1 લાખનું રોકાણ કર્યું હોત તો તે અત્યારે રૂ.5 લાખ થઈ ગયા હોત. રોકાણકારોએ 1 મહિના પહેલા GRM ઓવરસીઝના શેરમાં રૂ.1 લાખનું રોકાણ કર્યું હોત તો તે અત્યારે રૂ.1.55 લાખ થઈ ગયા હોત. જો રોકાણકારોએ 10 વર્ષ પહેલા GRM ઓવરસીઝનો શેર રૂ.1.93માં ખરીદીને રૂ.1 લાખનું રોકાણ કર્યું હોત તે અત્યારે રૂ.4.05 કરોડ થઈ ગયા હોત.
Published by:Ashish Goyal
First published:

Tags: Business, Investment, Multibagger Stock, Share market

विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन