Home /News /business /

આ 6 સ્ટોકમાં કરો રોકાણ, 3 મહિનામાં મળી શકે છે બેગણું વળતર, જાણો શું કહે છે નિષ્ણાતો

આ 6 સ્ટોકમાં કરો રોકાણ, 3 મહિનામાં મળી શકે છે બેગણું વળતર, જાણો શું કહે છે નિષ્ણાતો

પ્રતીકાત્મક તસવીર

ટેક્નિકલ નિષ્ણાંતોનું માનવું છે કે, અહીંથી તેજી લાંબા સમય માટે ન પણ જોવા મળે. પરંતુ સ્ટોક સ્પેસિફિક ટ્રેડમાં તેજીની તક મળી શકે છે.

શેરબજારમાંથી ઊંચું વળતર મેળવવા ઇચ્છુક લોકો પાસે શાનદાર તક છે. નિફટીમાં આ વર્ષે 13 ટકાનો વધારો થયો છે. ગત 28 જૂને નિફટીએ 15915નો રેકોર્ડબ્રેક હાઈ બનાવ્યો હતો. જોકે, ત્યારબાદ નિફટીમાં ઉતાર ચઢાવ અને લાર્જર ટ્રેડ બુલિશ જોવા મળે છે. ટેક્નિકલ નિષ્ણાંતોનું માનવું છે કે, અહીંથી તેજી લાંબા સમય માટે ન પણ જોવા મળે. પરંતુ સ્ટોક સ્પેસિફિક ટ્રેડમાં તેજીની તક મળી શકે છે.

શું કહેવું છે નિષ્ણાંતોનું?

આનંદ રાઠીના મેહુલ કોઠારીનું કહેવું છે કે, હાલની પ્રાઈઝ એક્શન પર નજર કરતા જોવા મળશે કે ઇન્ડેક્સ આગળ વધવાની સાથે નીચે પણ લઈ જાય છે. તે પોતાને નીચે ખેંચી રહી છે. બુલ્સ પોતાનો ઉત્સાહ ગુમાવી રહ્યા હોય તેવું લાગે છે. જો આપણે ટેક્નિકલ ટાર્ગેટ પર નજર કરીએ તો 15400 ઉપરના કન્સોલિડેશન બ્રેકઆઉટ પછી ઇન્ડેક્સ 16200થી 16400 તરફ આગળ વધવાની સંભાવના બતાવે છે. પરંતુ બજારમાં ખરીદીના કલાઈમેક્સ જેવું વાતાવરણ હોઈ શકે છે. આ સ્તરે ખરીદી વખતે અમે પણ ડરી જઈએ છીએ.

શાળાઓમાં ઓફલાઇન શિક્ષણ શરૂ કરવા અંગે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આપ્યું મોટું નિવેદન, જાણો શું કહ્યું

તેમણે વધુમાં કહ્યું હતું કે, જો નિફ્ટી વધુ નીચે જાય તો નિફ્ટી માટે 15400 નિર્ણાયક સપોર્ટ હશે અને જો આ લેવલ પણ તૂટી જાય તો નિફટી 15000 સુધી લપસી શકે છે. જ્યાં ફરીથી ખરીદીની તક ઉભી થઈ શકે છે.
આ સ્ટોકસમાં થઇ શકે કમાણી

નિષ્ણાંતોના મત મુજબ આ શેરમાં આગામી સમયમાં તમે બેગણા સુધી રિટર્ન મેળવી શકો છો.

1. Dr Reddys Laboratories: બાય| એલટીપી: Rs 5,559| ટાર્ગેટ: Rs 6,000-6,200| સ્ટોપ લોસ: Rs 4,900| અપસાઈડ 11%
આ શેરમાં 1 લી જુલાઈએ 5577 રૂપિયાની નવો હાઈ જોવા મળ્યો છે. જે ઉચ્ચ સ્તરે સ્ટ્રોંગ મોમેન્ટ દર્શાવે છે. આ સ્ટોક હાયર ટોપ અને હાયર બોટમ બનાવતો આવ્યો છે. જે તમામ ટાઈમ ફ્રેમ્સમાં મજબૂત રહેશે તેવું બતાવે છે. આ સ્ટોકની 5,559ના લેવલે ખરીદી કરવી જોઈએ. તેમાં 6,000-6,200નો ટાર્ગેટ જોઇ શકાય છે.

2. SBI: બાય| એલટીપી: Rs 420| ટાર્ગેટ: Rs 480-500| સ્ટોપ લોસ: Rs 350| અપસાઈડ 19%

મંથલી ચાર્ટમાં આ સ્ટોકે V pattern breakout કન્ફર્મ કરી છે. જે તેમાં મજબૂતી દર્શાવે છે. આ સ્ટોક 50, 100 અને 200 day-simple moving averages પર સારી રીતે ટકી રહ્યો છે. તેની આ એવરેજ તેના પ્રાઈઝને ઉપર લઈ જઈ શકે. SBIમાં ખરીદી અને એક્યુમેશનની રેન્જ 410થી 390 છે. ટ્રેડર્સ તેમાં 480થી 600નો ટાર્ગેટ લગાવી શકે છે. 350ના સ્ટોપ લોસ સાથે 3થી 6 મહિના સુધી લોન્ગ પોઝિશન બનાવવી જોઈએ.

અમદાવાદમાં આજથી રસી માટેના 'ધરમધક્કા' થશે બંધ, તમામ રસીકરણ કેન્દ્રો શરૂ કરાયા

3 TCS: બાય| એલટીપી: Rs 3,341| ટાર્ગેટ: Rs 3,750| સ્ટોપ લોસ: Rs 3,110| અપસાઈડ 12%

વર્તમાન બજારમાં ટીસીએસ આઇટી ક્ષેત્રનો સૌથી મોટો આઉટપર્ફોર્મર શેર છે. આ શેરની કિંમત પાંચ મહિનાના કંસોલીડેશન પેટર્નથી રિજોલ્વ રહી છે. જે સ્ટ્રક્ચરલ અપટ્રેન્ડ સૂચવે છે. ત્યાં નવી એન્ટ્રી પોઇન્ટ બનાવે છે. છેલ્લા 15 મહિનામાં આ શેરએ ઘણી વખત rising 10-week EMA જાળવી રાખી છે. જે તેની વધતી કિંમતો સાથે ખરીદી બતાવે છે. તેથી આ શેર 3341ના સ્તરે ખરીદવો જોઈએ. તેની કિંમત 3750 સુધી જઈ શકે છે.

4. Tata Motors : બાય| એલટીપી: Rs 344| ટાર્ગેટ: Rs 405| સ્ટોપ લોસ: Rs 324| અપસાઈડ 17%

આ સ્ટોકમાં છેલ્લા 4 મહિનાથી કન્સોલિડેશન રેન્જ 342-279ની ઉપર બ્રેક આઉટ આવ્યો છે. ત્યારથી તે 405ના લેવલે જતો હોય તેવું લાગે છે. આ ઉપરાંત weekly 14-period RSએ ખરીદીના સંકેતો આપ્યા છે. આ શેરને 405 રૂપિયાના લક્ષ્યાંક સાથે 344ના લેવલે ખરીદવાની સલાહ આપવામાં આવી છે.

આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ ફ્રી ડે: જાણો તેનો ઈતિહાસ અને મહત્વ સહિતની બાબતો

5. Tata Steel : બાય| એલટીપી: Rs 1163| ટાર્ગેટ: Rs 1750| સ્ટોપ લોસ: Rs 1020| અપસાઈડ 50%

ટાટા સ્ટીલ નિફ્ટી અને મેટલ બંને ઇન્ડેક્સ પર આઈટપરફોર્મ રહ્યો છે. ટાટા સ્ટીલે પી એન્ડ એફ ચાર્ટ પર બુલિશ turtle breakout બનાવ્યું છે. જે આગળ તેજીનું વલણ બતાવે છે. જેમાં આગામી 6 મહિનામાં 1,750નું લેવલ જોવામાં મળી શકે છે.

6. ICICI Bank : બાય| એલટીપી: Rs 630| ટાર્ગેટ: Rs 780| સ્ટોપ લોસ: Rs 570| અપસાઈડ 23%

ICICI બેંક ફેબ્રુઆરી 2012માં તેના બ્રેકઆઉટ પછી ટોપ પર કંસોલીડેટ છે. આ શેર માટેનો સપોર્ટ પણ ઉપર તરફ આગળ વધી રહ્યો છે. આ શેરની કંસોલીડેશન ઉપરની ચાલ જોવા મળશે. 780 રૂપિયાના ટાર્ગેટ અને 570 રૂપિયાના સ્ટોપલોસ સાથે આ સ્ટોક આગામી 6 મહિના માટે ખરીદી શકાય.

(ડિસ્કલેમર: News 18 પર અપાયેલા વિચાર અને રોકાણ માટેની સલાહ તજજ્ઞોના વ્યક્તિગત વિચાર અને સૂચન હોય છે. News 18 યુઝર્સને રોકાણ સંબંધિત નિર્ણય લેતા પહેલા સર્ટિફાઇડ નિષ્ણાંતની સલાહ લેવાનું સૂચન કરે છે
First published:

Tags: Business, Investment, Money, Stock market

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन