PhonePeથી ઘરે બેઠા કરો મોટી કમાણી, 500 રૂપિયાના રોકાણથી કરો શરૂઆત

PhonePeથી ઘરે બેઠા કરો મોટી કમાણી, 500 રૂપિયાના રોકાણથી કરો શરૂઆત
PhonePeના 20 કરોડ યૂઝર્સનો મળી શકશે રોકાણની તક, આવી રીતે કરો શુભારંભ

PhonePeના 20 કરોડ યૂઝર્સનો મળી શકશે રોકાણની તક, આવી રીતે કરો શુભારંભ

  • Share this:
    નવી દિલ્હીઃ વૉલમાર્ટ (Walmart)ની માલિકી હકવાળી ડિજિટલ પેમેન્ટ કંપની PhonePeએ આદિત્ય બિરલા સન લાઇફની સાથે પાર્ટનરશિપમાં નવા ઇન્વેસ્ટમેન્ટ સોલ્યૂશન સુપર ફંડને લૉન્ચ કરી દીધા છે. તેની સાથે જ હવે કોઈ પણ PhonePe દ્વારા ઇક્વિટી, ગોલ્ડ, ડેટ ફંડ્સમાં રોકાણ કરી શકશે. તેમાં અનેક મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓ (Mutual Fund Companies)માં રોકાણ કરી શકાય છે. પોતાની જોખમ ઉઠાવવાની ક્ષમતા અને ઇન્વેસ્ટમેન્ટ સાઇકલના આધારે કોઈ પણ ઇન્વેસ્ટર ફોનપેના માધ્યમથી રોકાણ કરી શકશે.

    ફોનપેના 20 કરોડ યૂઝર્સનો મળી શકશે રોકાણની તક



    Paytmને ટક્કર આપવા માટે PhonePeએ આ શરૂઆત કરી છે જમાં નાણાકીય સેવાઓના મલ્ટીપલ લેયર્સ હશે અને ઇન્વેસ્ટર્સને એક જ સ્થળે અનેક પ્રકારના ઇન્વેસ્ટમેન્ટ કરવાની તક મળી શકશે. કંપનીએ દાવો કર્યો છે કે તેની પાસે 20 કરોડ રજિસ્ટર્ડ યૂઝર્સ છે, જેમને ગોલ્ડ ખરીદવા, ટેક્સ સેવિંગ્સ ફંડ્સ, લિક્વિડ ફંડ્સ, ઇન્ટરનેશનલ ટ્રાવેલ ઇન્સ્યોરન્સ જેવા રોકાણ વિકલ્પ એક જ સ્થળે મળી જશે. તેમાં કોવિડ-19 મહામારી (COVID-19 Pandemic) માટે પણ એક વિશેષ ઇન્સ્યોરન્સ કવર ઉપલબ્ધ છે.

    રોકાણ માટે કેવા વિકલ્પ મળશે?

    આ પ્લેટફોર્મ પર દરેક પ્રકારના રોકાણકારો માટે ઇક્વિટી ડેટ અને ગોલ્ડમાં રોકાણ કરવાની તક મળી શકશે. જો કોઈ રોકાણકાર વધુ જોખમ લઈને રિટર્ન કમાવવા માંગે છે તો તેમના માટે વધુ પ્રોપોર્શનના ઇક્વિટી ફંડ્સ મળી જશે. બીજી તફર, ઓછું જોખમ લેવા માંગતા રોકાણકારો માટે ડેટ ફંડમાં સારી તક મળી શકશે. ફોનપેએ આ વિશે જાણકારી આપી છે.

    આ પણ વાંચો, અમેરિકામાં હવે જોવા મળી 3 ઈંચ મોટી ઝેરી માખી, લોકો માની રહ્યા છે દૈવી આપત્તિ

    માત્ર 500 રૂપિયામાં રોકાણની શરૂઆત કરી શકો છો

    આ ફંડ્સને આદિત્ય બિરલા સન લાઇફ (Aditya Birla Sun Life) મ્યુચ્યુઅલ ફંડ મેનેજર્સ મોનિટર કરશે અને માર્કેટ કન્ડિશનના આધારે રોકાણકારોને ચાર્જ આપવો પડશે. રોકાણકારો માટે ખાસ વાત એ છે કે તેઓ માત્ર 500 રૂપિયાથી પણ રોકાણની શરૂઆત કરી શકે છે.

    આ પણ વાંચો, દેશમાં જૂનના અંતમાં ચરમ પર હશે કોરોના વાયરસઃ સ્ટડી

     
    Published by:News18 Gujarati
    First published:May 05, 2020, 07:35 am