Explained: શેરબજારમાં ભારે ઉતાર-ચઢાવ વચ્ચે તમારો પોર્ટફોલિયો કેવો હોવો જોઈએ?

તસવીર: Shutterstock

હાલ બજાર ઓલટાઈમ હાઈ છે, ત્યારે રોકાણકારોને વેચવાલી કરવી, લેવાલી કરવી કે હોલ્ડ કરવું તે પ્રશ્ન મૂંઝવે છે.

 • Share this:
  મુંબઈ: કોરોના મહામારી (Corona pandemic) બાદ સેન્સેક્સ (Sensex)માં ભારે ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. નિષ્ણાતો તેને વોલેટિલિટી (Volatility) તરીકે ઓળખે છે. અત્યારે તો સેન્સેક્સ 50,000ની મનોવૈજ્ઞાનિક સપાટી નજીક ટ્રેડ થઈ રહ્યો છે. 50,000નો આંકડો મોટો છે. હકીકત એવી છે કે ગત વર્ષે માર્ચ મહિના પછી બજારમાં 100 ટકાનો વધારો જોવા મળ્યો છે. હાલ બજાર ઓલટાઈમ હાઈ છે, ત્યારે રોકાણકારોને વેચવાલી કરવી, લેવાલી કરવી કે હોલ્ડ કરવું તે પ્રશ્ન મૂંઝવે છે.

  બજારમાં સતત તેજીનો માહોલ છે. શેરબજારમાં કમાણી કરવી સરળ દેખાય છે. આવી સ્થિતિમાં બજારનો લાભ લેવાની અનેક રોકાણકારોની ઈચ્છા છે. અત્યારના સંજોગો એવા છે કે લાંબા ગાળાના રોકાણકારને શું કરવું, આગળ વધવું કે કેમ? તેની સમીક્ષા કરવી ઘટે. બજારનો લાભ લેવામાં ક્યાંક ઉતાવળ ન થઈ જાય તેનું પણ ધ્યાન રાખવું પડે. પોર્ટફોલિયોની સમીક્ષા કરવી અને રી- બેલેન્સિંગ કરવું જરૂરી છે.

  આ પણ વાંચો:  શેરમાં પૈસા લગાડતા પહેલા જાણો લો ચાર નિયમ: આટલું જાણી લેશો તો થઇ જશે બેડો પાર

  શું હોય શકે ભવિષ્યની રણનીતિ?

  ઉદાહરણ લઈને સમજીએ. જો 2020ના માર્ચ મહિનામાં તમારા પોર્ટફોલિયોમાં 60 ટકા ઈકવિટી અને 40 ટકા ડેટ હોત તો અત્યારે બજાર બેગણું થઈ ચૂક્યું છે. હવે એમ માની લઈએ કે, ડેટ ઇન્સ્ટૂમેન્ટથી આ સમયગાળામાં 6 ટકા વાર્ષિક રિટર્ન મળ્યું. આવી સ્થિતિમાં વર્તમાનમાં એલોકેશન 74 ટકા ઈકવિટી અને 26 ટકા ડેટમાં થઇ જશે.

  આ પણ વાંચો: ઊંધા ચાલો અને કમાણી કરો! જાણો વધારે કમાણી માટે કેવી રીતે કરવું જોઈએ રોકાણ

  આ પોર્ટફોલિયો મૂળભૂત ભાગ કરતા અલગ થઈ ગયો. 60:40ના એલોકેશનથી શરૂ થયેલા પોર્ટફોલિયો એલોકેશનમાં ભારે ફેરફાર આવી ગયો. હવે રી-બેલેન્સિંગ કરવું જોઈએ. જેમાં હવે ફરીથી એસેટ લોકેશન 60:40 કરીશું. જેનાથી જોખમ ઓછું થશે. બજાર તૂટે તો પણ નુકસાનને ઘટાડી શકાય છે.

  આ પણ વાંચો: 1 એપ્રિલથી લાગૂ થશે Income Tax અંગે 5 નવા નિયમ, તમે પણ એકવાર તપાસી લો

  પોર્ટફોલિયોનું રી-બેલેન્સિંગ


  સામાન્ય રીતે રોકાણકારે દર વર્ષે એક વખત પોતાનો પોર્ટફોલિયો રી-બેલેન્સિંગ કરવો જોઈએ. પોર્ટફોલિયોને ફરીથી સંતુલિત કરીને જોખમને ઘટાડીને શક્ય તેટલું લાંબા ગાળાનું વળતર રાખી શકીએ છીએ. કોઈપણ રોકાણકારે તેના ધ્યેય અનુસાર તેના પોર્ટફોલિયોને ફાળવવા જોઈએ. રોકાણ રાઉન્ડ આધારિત હોવું જોઈએ, ઉપરાંત એસેટની ફાળવણી તે જ આધારે હોવી જોઈએ.

  આ પણ વાંચો: સસ્તું સોનું ખરીદવાની સુવર્ણ તક: આ છે સૌથી વધુ વળતર આપતા વિકલ્પો

  જો તમારું લક્ષ્ય શોર્ટ ટર્મ માટે છે જેથી તમે ઇક્વિટીમાં ઓછું રોકાણ કર્યું છે તો બજારમાં તાજેતરની તેજી તમને નફો કમાવવાની સારી તક આપે છે. જોકે, જો તમારું લક્ષ્ય લાંબા ગાળાના રોકાણનું હોય તો તમારા પોર્ટફોલિયોમાં ઇક્વિટીનો હિસ્સો વધે તેવો હોવો જોઈએ. આવી સ્થિતિમાં તમારું જોખમ પણ વધે છે. પોર્ટફોલિયોમાં ફેરફાર કરી પરફોર્મન્સ ના કરતા હોય તેવા શેરને કાઢી નાંખો. અત્યારે આવેલી તેજી તેમને નવા ભાવ આપવામાં મદદરૂપ થશે.

  જો તમારી પાસે નવા રોકાણ માટે પૈસા છે પરંતુ રોકાણ માટે 3 વર્ષથી ઓછો સમય છે, તો આ સ્થિતિમાં ઇક્વિટીમાં રોકાણ કરવાનું ટાળવું. અથવા પોર્ટફોલિયોમાં ઇક્વિટી ઓછી રાખવી. ઘણી વખત રોકાણકારો સામે ધર્મસંકટ સર્જાય છે. બજારમાં મહત્તમ નફો મેળવવા માટે બજારમાં લાંબો સમય રાહ જુએ છે. અંતે તે ફસાઈ પણ શકે છે. પોર્ટફોલિયોને સંતુલિત કરવા નિષ્ણાંતની સલાહ લેવી જોઈએ.
  First published: