Rakesh Jhunjhunwala portfolio: રાકેશ ઝુનઝુનવાલાના આ શેર પર બજાર નિષ્ણાતો Bullish, જાણો શું છે કારણ

રાકેશ ઝુનઝુનવાલા

Rakesh Jhunjhunwala portfolio: 30 સપ્ટેમ્બરના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં કંપનીએ કોન્સોલિડેટેડ નફામાં લગભગ સાત ગણો વધારો એટલે કે, રૂ.747.8નો નફો નોંધાવ્યો હતો, જે વર્ષ અગાઉના સમયગાળામાં 107.27 કરોડ હતો.

  • Share this:
મુંબઈ: ખાણ મંત્રાલય હેઠળની CPSE નેશનલ એલ્યુમિનિયમ કંપની લિમિટેડ (Nalco)ના નફામાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. આ શેર રાકેશ ઝુનઝુનવાલાના પોર્ટફોલિયો (Rakesh Jhunjhunwala portfolio)નો હોવાનું જાણવા મળે છે અને વિશ્લેષકોએ હજી પણ તેમાં તેજીની અપેક્ષા સેવે છે. આ કંપની માઇનિંગ, મેટલ અને પાવર સેક્ટરમાં કામ કરે છે. આંકડા મુજબ 30 સપ્ટેમ્બરના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં કંપનીએ કોન્સોલિડેટેડ નફામાં લગભગ સાત ગણો વધારો એટલે કે, રૂ.747.8નો નફો નોંધાવ્યો હતો, જે વર્ષ અગાઉના સમયગાળામાં 107.27 કરોડ હતો.

ચીનમાં નવી કેપેસિટી એડિશન્સ ધીમી પડવાની અપેક્ષા વચ્ચે માંગ મજબૂત રહેવાની અપેક્ષા રાખી PhillipCapitalના વિશ્લેષકોએ એલ્યુમિનિયમ ડિમાન્ડ સપ્લાય સિનારિયો પર પોતાનો પોઝિટિવ દૃષ્ટિકોણ જાળવી રાખ્યો છે. નાલ્કો શેર પર તેમનું બાય રેટિંગ છે અને ટાર્ગેટ પ્રાઈઝ રૂ.115 છે. બીજા ક્વાર્ટરની આવકના અંદાજો અને આવક લાવવા માટે એલ્યુમિનાની અપેક્ષાના કારણે સકારાત્મક વલણ દાખવાયું હોવાનું જાણવા મળે છે.

એલ્યુમિનિયમના ભાવ સુધરશે તેવી અપેક્ષા

સંસ્થાની નોટમાં જણાવાયું છે કે, એલ્યુમિનિયમના ભાવમાં તાજેતરના વધારા અને ઘટાડા પાછળ મોટાભાગે ઊર્જા ખર્ચના ફેરફાર કારણ છે. અમે અપેક્ષા રાખીએ છીએ કે, એલ્યુમિનિયમના ભાવ નજીકના મધ્યમ ગાળામાં $2,500-2,650ની આસપાસ રહેશે અને RM/ઊર્જા ખર્ચમાં નરમાશને કારણે નાણાકીય વર્ષ 23માં ઘટાડો થશે. અમે અમારી પ્રથમ ક્વાર્ટર નોટમાં વર્ણવ્યું છે તેમ, એલ્યુમિનાના ભાવ એક દાયકાથી વધુ નીચા હતા અને તેથી અમે અપેક્ષા રાખી હતી કે, એલ્યુમિના 15-16% સુધી સુધરશે. જે સુધર્યા પણ છે. આવુ જ મધ્યમ ગાળામાં સાચું રહેવાની અપેક્ષા છે.

આ પણ વાંચો: આવતીકાલે (17-નવે.) ખુલશે વધુ એક IPO: જાણો ગો ફેશનના IPOમાં ઓછામાં ઓછું કેટલું રોકાણ કરવું પડશે

રાકેશ ઝુનઝુનવાલાની ભાગીદારી

અહીં ઉલ્લેખનીય છે કે, BSE શેરહોલ્ડિંગ પેટર્ન મુજબ ટોચના રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલા 2021 સુધી નાલ્કોમાં 1.36 ટકા હિસ્સો ધરાવતા હતા. 2021માં શેરમાં 125 ટકાથી વધુનો ઉછાળો આવ્યો છે. જેના કારણે નાલ્કોના શેરોએ રોકાણકારોને આ વર્ષે મલ્ટિબેગર રિટર્ન આપ્યું છે.

નિષ્ણાતનો મત

શેરઇન્ડિયા (ShareIndia)ના હેડ ઓફ રિસર્ચ અને અને વાઇસ પ્રેસિડેન્ટ રવિ સિંહે જણાવ્યું હતું કે, અમે નજીકના ગાળામાં એલ્યુમિનિયમની માંગમાં વધારો થવાની અપેક્ષાના આધારે બીજા ક્વાર્ટરના પરિણામો પછી નાલ્કો માટે સકારાત્મક દૃષ્ટિકોણ જાળવી રાખીએ છીએ. કારણ કે ચીનમાં નવી કેપેસિટી એડિશન ધીમી પડવાની અપેક્ષા છે. જ્યારે માંગ મજબૂત રહેવાની અપેક્ષા છે. ટેક્નિકલ રીતે નાલ્કો શેરનો ભાવ અત્યારે દબાણ હેઠળ છે અને થોડા વધુ ટ્રેડિંગ સત્ર માટે નેગેટિવ ઝોનમાં રહી શકે છે. જોકે, અમે એક વર્ષના લક્ષ્યાંક તરીકે વર્તમાન સપાટીએથી આશરે 20% ઉછાળાની અપેક્ષા રાખીએ છીએ.

(ખાસ નોંધ: શેર બજારમાં રોકાણ જોખમોને આધિન છે. અહીં આપવામાં આવેલો મત જે તે બ્રોકરેજ હાઉસનો છે. ન્યૂઝ18 ગુજરાતી તરફથી રોકાણ માટે કોઈ સલાહ આપવામાં આવતી નથી.)
Published by:Vinod Zankhaliya
First published: