Home /News /business /ફરી બ્લેક ફ્રાઇડેઃ રોકાણકારો બજેટથી નાખુશ, સેન્સેક્સ 840 અંક પર બંધ

ફરી બ્લેક ફ્રાઇડેઃ રોકાણકારો બજેટથી નાખુશ, સેન્સેક્સ 840 અંક પર બંધ

સફળ નિવેશક (Safal Niveshak) વિશાલ ખંડેલવાલ દ્વારા ચલાવવામાં આવે છે. તેમાં દુનિયાભરના સફળ રોકાણકારોની સફળતાની વાત કહેવામાં આવી છે. તે સિવાય તે મોટા મોટા રોકાણકારોના ઇન્ટરવ્યૂ પણ લે છે. અને તેને પોતાના બ્લોગ પર પણ નાંખે છે. જે લોકોને તેમના આ બ્લોગ માટે આકર્ષિત કરે છે.

BSE 600 પોઇન્ટનાં કડાકા સાથે 35,300 પોઇન્ટ પહોંચ્યો જ્યારે નિફ્ટીમાં 156 પોઇન્ટનાં ઘટાડા સાથે તેમાં 10,862 પોઇન્ટ્સ ડાઉન

    મુંબઇ: બજેટથી નિરાશ રોકાણકારો સતત બીજા દિવસે શેર માર્કેટમાં પ્રોફિટ બૂકિંગનો રહ્યો છે. શુક્રવારે બંને મુખ્ય બેંચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ અને નિફ્ટી બે ટકા ડાઉન થયો છે. BSEનાં 30 શેર્સનો મુખ્ય ઇન્ડેક્સ સેન્સેક્સ 840 પોઇન્ટ ડાઉન થયો હતો જેથી 35,066નાં પોઇન્ટ પર આવી ગયો છે. તો NSEનાં 50 શેરવાળો મુખ્ય ઇન્ડેક્સ નિફ્ટી 256 પોઇન્ટ ડાઉન થઇને 10,760નાં સ્તર પર પહોંચી ગયો છે. જોકે એક્સપર્ટ્સની માનીયે તો બજારમાં થોડા દિવસ હજુ પ્રોફિટબૂકિંગ જોવા મળી શકે છે. પણ કેટલીક ખાસ કંપનીઓનાં શેર્સમાં જ પૈસા લગાવીને સારી કમાણી થઇ શકે છે.

    કેમ ડાઉન થયુ માર્કેટ ?

    મેરેથોન ટ્રેન્ડ્સનાં CEO અતુલ સૂરીએ કહ્યું કે, આ બજેટ મીડિયા અને બ્રોકરથી વધુ પરેશાન હોય છે. હવે ભૂલી જાઓ બજેટને, બજાર તો હવે ગ્લોબલ ટ્રેન્ડ પર જ ચાલશે. હવે સૌથી જરૂરી ચાર્ટ છે યૂએસ બોન્ડ ઇલ્ડનો.  આજે ભારતીય બજારોમાં યૂએસ બોન્ડ ઇલ્ડનાં અસરને કારણે તે કમજોર દેખાય છે. બજાર એમ પણ ઘણું જ અપ રહી ચુક્યુ છે. હવે તેમાં ડાઉનફોલ આવવો અપેક્ષિત છે. PSU બેન્કમાં સૌથી વધુ કમજોરી જોવા મળશે.

    હીલિયસ કેપિટલનાં સમીર અરોરાનાં જણાવ્યા અનુસાર બજારમાં આવેલા કડાકાથી લોન્ગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સને થોડી બહુ અસર થઇ શકે છે. પણ આ કડાકાનું મુખ્ય કારણ છેલ્લા થોડા સમયથી કેટલાંક મિડકેપ અને સ્મોલકેપ શેર જરૂરથી વધુ વેલ્યુશનને કારણે ઘણો ઉછાળો જોવા મળી રહ્યો છે. જોકે સમીર અરોરાનું માનવું છે કે, લોન્ગ ટર્મ કેપિટલ ગેન ટેક્સ લાવવું યોગ્ય નથી.

    કઇ કંપનીનાં શેર્સ થયા ડાઉન

    એક્સિસ બેંક, યસ બેંક, SBI, ઇન્ડિાયબુલ્સ હાઉસિંગ ફાઇનાન્સ, અદાણી પોર્ટ્સ, ICICI બેન્ક, કોટક મહિન્દ્રા બેંક, સન ફાર્મા, ટાટા સ્ટીલ અને UPL શરૂઆતી લૂઝર્સ રહ્યાં. તો બીજી તરફ હિંડાલ્કો, HCL ટેક્‌નોલોજી, બજાજ ઓટો અને ITC શરૂઆતી ગેનર્સ રહ્યાં છે. BSEનાં મિડકેપ ઇન્ડેક્સ1.5 ટકા ડાઉન રહ્યો છે. જ્યારે નિફ્ટીમાં મિડકેપ 100 ઇન્ડેક્સમાં 1.7 ટકાનો ડાઉનફોલ જોવા મળ્યો છે. BSEનો સ્મોલકેપ ઇન્ડેક્સ 2 ટકા ડાઉન થયો છે.

    બેન્કિંગ, ઓટો, મીડિયા, મેટલ, ફાર્મા, રિયાલિટી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, કેપિટલ ગુડ્સ, પાવર અને ઓઇલ એન્ડ ગેસ શેરમાં વેચવાલી હાવી છે. બેંક નિફ્ટી 1.5 ટકા ઘટી 26,816નાં સ્તર પર આવી ગયો છે. જોકે, FMCG અને IT શેર્સમાં ખરીદારી જોવા મળી રહી છે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: BSE, Budget 2018, Share market, નિફ્ટી

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन