Home /News /business /

Share Market crash: તાજેતરમાં લિસ્ટ થયેલી કંપનીઓના શેર ઊંધા માથે પટકાયા, ઇશ્યૂ કિંમતથી 50% સુધી તૂટ્યા

Share Market crash: તાજેતરમાં લિસ્ટ થયેલી કંપનીઓના શેર ઊંધા માથે પટકાયા, ઇશ્યૂ કિંમતથી 50% સુધી તૂટ્યા

શેર બજારમાં કડાકો

Share Market crash: પેટીએમના શેરની ઇશ્યૂ કિંમત 2,150 રૂપિયા છે, જે તેનાથી 57 ટકા તૂટ્યો છે. SURYODAY શેરની ઇશ્યૂ કિંમત 305 રૂપિયા છે, જે 54% ટકા તૂટી ગયો છે.

    નવી દિલ્હી: ભારતીય શેર બજાર (Indian share Market)માં સતત પાંચમા દિવસે ઘટાડો જોવા મળ્યો છે. 24મી જાન્યુઆરીના રોજ દિવસના અંતે સેન્સેક્સ (Sensex Down) 1545.67 પોઈન્ટ ઘટીને 57,491.51 અંક પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી (Nifty down) 468.05 અંક ઘટીને 17,149.10 અંક પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ અને નિફ્ટીમાં આજે આશરે 2.60 ટકાનો કડાકો બોલી ગયો હતો. આ દરમિયાન છેલ્લા થોડા મહિનાઓમાં લિસ્ટ થયેલી કંપનીઓના શેરમાં કડાકો અટકવાનું નામ નથી લેતો. અનેક કંપનીઓના શેર ઇશ્યૂ કિંમત (Issue price)થી પણ નીચે સરકી ગયા છે. અનેક કંપનીઓના શેર 52 મહિનાની સર્વોચ્ચ સપાટીથી નીચે પટકાયા છે.

    Zomatoનો શેર આજે 19.65 ટકા તૂટી ગયો હતો. Nykaa શેર 10 ટકા તૂટી ગયો છે. Paytmનો શેર અત્યારસુધીની સૌથી નીચલી સપાટી પર પહોંચી ગયો છે. CarTrade, Metro Brands શેર્સમાં પણ ઇન્ડ્રા ડેમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. નવી લિસ્ટ થયેલી કંપનીઓનો જોશ ઠંડો પડી ગયો છે. લિસ્ટિંગ પછી આ કંપનીઓના શેર ઓલ ટાઇમ હાઈથી 25થી 50 ટકા સુધી તૂટી ગયા છે.

    સર્વોચ્ચ સપાટી પરથી પટકાયેલા શેર્સ

    સર્વોચ્ચ સપાટીથી નીચે પટકાનાર શેરમાં Paytmનો શેર મોખરે છે. પેટીએમનો શેર આશરે 54% તૂટી ગયો છે. પેટીએમ ઉપરાંત SURYALAKSHMI શેરમાં 53% જેટલો ઘટાડો જોવા મળ્યો છે. CARTRADEનો શેર 52% ટકા જેટલો તૂટી ગયો છે. PARAS DEF શેર 47 ટકા સુધી તૂટ્યો છે.

    આ ઉપારંત PB FINTECH શેરમાં 44%, SIGACHI શેર 44%, ZOMATO શેર 44% અને FINO PAYMENT શેર 35% તૂટ્યો છે. બીજી તરફ NYKAA ના શેરમાં 32%, MAPMYINDIA શેરમાં 23% અને SUPRIYA LIFE ના શેરમાં 23% નો ઘટાડો નજરે પડ્યો છે.

    ઇશ્યૂ કિંમતથી ઘટાડો

    પેટીએમના શેરની ઇશ્યૂ કિંમત 2,150 રૂપિયા છે, જે તેનાથી 57 ટકા તૂટ્યો છે. SURYODAY શેરની ઇશ્યૂ કિંમત 305 રૂપિયા છે, જે 54% ટકા તૂટી ગયો છે. CARTRADE શેરની ઇશ્યૂ કિંમત 1,618 રૂપિયા હતી. આ શેર ત્યાંથી 52% ઘટી ગયો છે. FINO BANK ના શેરની ઇશ્યૂ કિંમત 577 રૂપિયા હતી, આ શેર 34 ટકા સુધી તૂટી ગયો છે.

    AB SUNLIFE શેરની ઇશ્યૂ કિંમત 712 રૂપિયા હતી. શેર અહીંથી 27% નીચે આવી ગયો છે. GLENMARK LIFEના શેરની ઇશ્યૂ કિંમત 720 રૂપિયા હતી. આ શેર ત્યાંથી 19 ટકા તૂટી ગયો છે. PB FINTECH સેરની ઇશ્યૂ કિંમત 980 રૂપિયા હતી, આ શેર તે સ્તરથી 18% નીચે આવી ગયો છે.

    આ પણ વાંચો: Zomato અને Paytm ના શેરમાં જોરદાર ઘટાડો, લિસ્ટિંગ પછી સૌથી નીચલા સ્તર પર પહોંચ્યા શેર, જાણો કારણ

    સ્ટાર હેલ્થ શેર

    તાજેતરમાં લિસ્ટ થયેલી NUVOCO કંપનીના શેરની ઇશ્યૂ કિંમત 570 રૂપિયા હતી, આ સ્તરથી શેર 15% તૂટ્યો છે. STAR HEALTHના શેરની ઇશ્યૂ કિંમત 900 રૂપિયા હતી, શેર ત્યાંથી 13% તૂટી ગયો છે. SHRIRAM PROPના શેરની ઇશ્યૂ કિંમત 118 રૂપિયા હતી, શેર આ સ્તરથી 13% તૂટી ગયો છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Paytm, Share market, Zomato, સેન્સેક્સ

    આગામી સમાચાર