શેર બજારમાં હાહાકાર! સેન્સેક્સ 2713 પોઇન્ટ તૂટી બંધ, રોકાણકારોના ₹ 7.50 લાખ કરોડ ડૂબ્યા

શેર બજારમાં હાહાકાર! સેન્સેક્સ 2713 પોઇન્ટ તૂટી બંધ, રોકાણકારોના ₹ 7.50 લાખ કરોડ ડૂબ્યા
બજારમાં હાહાકાર! સેન્સેક્સ 2713 પોઇન્ટ તૂટી બંધ, રોકાણકારોના ₹ 7.50 લાખ કરોડ ડૂબ્યા

શેરબજારમાં કોરોના વાયરસનો ડર યથાવત્

  • Share this:
    નવી દિલ્હી : શેરબજારમાં કોરોના વાયરસ(Coronavirus)નો ડર યથાવત્ છે. સપ્તાહના પ્રથમ દિવસે સોમવારે ઘરેલું શેર બજારમાં ફરી વખત મોટો ઘટાડો જોવા મળ્યો હતો. બજારમાં ચારેબાજુ વેચવાલીના કારણે વેપારના અંતમાં બોમ્બે સ્ટોક એક્સચેન્જનો બેન્ચમાર્ક ઇંડેક્સ સેન્સેક્સ (Sensex)2713 પોઇન્ટ ઘટીને 31,390ના સ્તરે બંધ થયો છે. જ્યારે નિફ્ટી 756.10 પોઇન્ટ્સ ઘટીને 9,199.10ના સ્તરે બંધ થયો હતો. બજારમાં ભારે ઘટાડાના કારણે રોકાણકારોના 7.50 લાખ કરોડથી વધારે ડૂબી ગયા છે.

    આ પહેલા શુક્રવારે શરુઆતના કારોબારમાં સેન્સેક્સ 3100 પોઇન્ટ તુટ્યો હતો. મોટા ઘટાડા પછી શેરબજાર વેપાર 45 મિનિટ માટે અટકાવો પડ્યો હતો. તમને જણાવી દઈએ કે જ્યારે બજારમા લોઅર સર્કિટ (Lower Circuit)લાગી જાય છે ત્યારે કેટલાક સમય માટે વેપાર પર પ્રતિબંધ લગાવી દેવામાં આવે છે.



    આ પણ વાંચો - મોબાઈલ ખરીદવા મોંઘા થશે, GST Councilએ રેટ વધારવાનો નિર્ણય કર્યો

    શુક્રવારે કેમ બજારમાં આવી હતી તેજી?
    એસકોર્ટ સિક્યોરિટીના રિસર્સ હેડ આસિફ ઇકબાલે ન્યૂઝ 18ને જણાવ્યું હતું કે અમેરિકનો શેર બજાર ઇંડેક્સ ડાઓ ફ્યૂચર્સમાં ગુરુવારે ભારે ઘટાડા પછી શુક્રવારે ખરીદદારી પાછી આવી હતી. ડાયો ફ્યૂચર્સ 455 પોઇન્ટ વધીને 21,560 સ્તર પર પહોંચી ગયો હતો. તમને જણાવી દઈએ કે ગુરુવારે અમેરિકા સહિત દુનિયાભરના બધા શેરબજારમાં 1987 પછી સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો હતો. તેની અસર ભારતીય શેર બજારમાં જોવા મળી રહી છે. આસિફનું માનવું છે કે સરકાર જલ્દી બજારને રાહત આપવા માટે મોટી જાહેરાત કરી શકે છે.



    કોરોના વાયરસના કારણે મંદીની ઝપેટમાં આવી રહેલી વૈશ્વિક અર્થવ્યવસ્થાને બચાવવાના જંગમાં હવે દુનિયાભરના કેન્દ્રીય બેંક આવી રહ્યા છે. આ અંતર્ગત યૂએસ ફેડરલ રિઝર્સ બેંકે (ફેડ) બેંચમાર્ચ વ્યાજદર જે એક ટકાથી 1.25 ટકા હતા જે ઘટાવીને શૂન્યથી 0.25 ટકા કરી દીધો છે. અમેરિકાની કેન્દ્રીય બેંકે વ્યાજદરમાં એક ટકાનો કાપ મૂક્યો છે.
    First published:March 16, 2020, 16:18 pm