શેરબજારમાં સોમવારે આવેલી જબરજસ્ત તેજીમાં રોકાણકારોને ગત સપ્તાહમાં થયેલું નુકસાન આજે રિકવર થી ગયું છે. આજે સેન્સેક્સમાં 800 અંકથી વધુની તેજી જોવા મળી રહી છે. વાસ્તવમાં અનુકૂળ વૈશ્વિક સંકેતો અને ત્રીજા ત્રિમાસિક ગાળાના સારા પરિણામોની આશોને જોતા શેરબજારમાં આગળ પણ વધું સારું વળતર મળે તેવી શક્યતા છે.
આજે સવારથી જ બજાર તેજીમાં જોવા મળ્યું હતું. ગઈકાલના બંધ ભાવથી 250 અંક ઉછળીને ખૂલેલો સેન્સેક્સ આજે 846.94 અંક ઉછળીને 60,747.31 પર બંધ થય છે. જ્યારે નિફ્ટી 50 241.75 અંક ઉછળીને 18,101.20ના સ્તરે બંધ થઈ હતી.
આ પણ વાંચોઃ આ સરકારી કંપનીનો શેર હજુ ફક્ત રુ.70માં મળે છે, એક્સપર્ટે કહ્યું ખરીદાય એટલા ખરીદો
આજે બજારમાં તેજી માટે યુએસ મેક્રો ડેટા, બોન્ડ યીલ્ડ, ગ્લોબલ માર્કેટ, રુપિયામાં બુસ્ટ, બજેટથી રોકાણકારોને આશા, કંપનીઓના ત્રિમાસિક પરિણામ, કાચા તેલની કિંમતોમાં ઘટાડો અને ટેક્નિકલ રીતે મજબૂત સપોર્ટ તૈયાર થતા બજારમાં આજે તેજીની સ્થિતિ જોવા મળી હતી.
ત્યારે આજના દિવસમાં નીચે આપેલા શેર્સ NIFTY50 ટોપ ગેઇનર્સ
આ છે આજના ટોપ લૂઝર્સ શેર્સ NIFTY50
આજે આવેલી તેજીના કારમે શેર માર્કેટના રોકાણકારોને 3.45 લાખ કરોડ રૂપિયાનો ફાયદો થયો છે. નિષ્ણાતો કહે છે કે ગયા અઠવાડિયે આશરે રૂ. 5,900 કરોડના ભારતીય શેરોનું વેચાણ કરનાર FII દ્વારા વેચાણને બાદ કરતાં તમામ સંકેતો તેજીના છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
Published by:Mitesh Purohit
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર