Union
Budget 2023

Highlights

Home /News /business /લાઈફ ટાઈમ હાઈ પર સેન્સેક્સ, નિફ્ટી, ગત વર્ષ કરતાં આ ટ્રેન્ડ કેવી રીતે અલગ છે? આગળ શું થશે?

લાઈફ ટાઈમ હાઈ પર સેન્સેક્સ, નિફ્ટી, ગત વર્ષ કરતાં આ ટ્રેન્ડ કેવી રીતે અલગ છે? આગળ શું થશે?

શેરબજાર રાજાની કુંવરીની જેમ વધી રહ્યું છે પરંતુ આગળ શું તેજી ચાલું રહેશે?

Share Market Analysis: શેરબજાર ભારેત તેજીથી ઉપર ચડી રહ્યું છે, જોકે ગત વર્ષે આવેલી તેજી કરતાં આ કઈ રીતે અલગ છે? કે પછી આ તેજી આગળ પણ ચાલું જ રહેશે કે અચાનક મોટો કડાકો બોલશે? રોકાણકારોના મનમાં તેજીના ઉત્સાહ સાથે અનેક આશંકાઓ પણ છે. આવા અનેક પ્રશ્નો અને આશંકાઓના અહીં જવાબ છે.

વધુ જુઓ ...
નવી દિલ્હીઃ આ દિવસોમાં સેન્સેક્સ અને નિફ્ટી પૂરજોશમાં છે. બજાર તેજીની તરફેણમાં એકતરફી વલણ દેખાઈ રહ્યું છે. બુલ્સ-બેઅરને કોઈ સ્થાન આપી રહ્યું નથી. આ ગત વર્ષના ઓક્ટોબર 2021ની યાદ અપાવે છે. ત્યારે બજારે સમાન તીવ્ર ઉછાળો જોયો હતો અને પછીથી તે બાજુએ ખસી ગયો. ત્યારબાદના આગામી 6 મહિનામાં બજારમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો.

આ પણ વાંચોઃ ફૂલોની ખેતી કરીને તમે પણ કમાઈ શકો છો લાખો, અભણ ગુજરાતી ખેડૂતે કરી દેખાડી કમાલ

શેરબજાર ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે, પરંતુ આ વૃદ્ધિ ગત વર્ષની વૃદ્ધિ કરતાં કેવી રીતે અલગ છે? શું આ તેજી ચાલુ રહેશે કે 2021ની જેમ અહીંથી પણ ઘટાડો થશે. રોકાણકારોના મનમાં અનેક પ્રશ્નો છે. તે બધા પ્રશ્નોના જવાબો અહીં છે. જણાવી દઈએ કે આજે (ગુરુવાર, 1 ડિસેમ્બર, 2022) સમાચાર લખાય છે, ત્યાં સુધી સેન્સેક્સ 63,583.07ના લાઈફટાઈમ હાઇ લેવલે પહોંચ્યો છે, જ્યારે નિફ્ટીએ 18,887.60ના લેવલે છે.

હાલમાં એવું માનવામાં આવી રહ્યું છે કે આ વખતે આ રેલી ચાલુ રહી શકે છે. આ કહેવાનો આધાર એ છે કે આ સમયે આર્થિક સ્થિતિ ગત વર્ષની સરખામણીમાં સારી છે. ગયા વર્ષે ફુગાવો બેફામ રીતે ચાલી રહ્યો હતો અને વ્યાજદરમાં મોટા વધારાની ચિંતા હતી. ટેકનિકલ ઈન્ડિકેટર્સ એ શેરબજારની સ્થિતિનો અભ્યાસ કરવા માટેનો બીજો વિકલ્પ છે. ટેકનિકલ ઈન્ડિકેટર્સ હાલમાં મિશ્ર વલણ દર્શાવે છે. તેમના મતે સાવધાની સાથે આગળ વધવું જોઈએ. ચાલો આ વિશે પછી વાત કરીએ, પહેલાં મુખ્ય બાબતો પર ધ્યાન આપીએ.

આ પણ વાંચોઃ આજથી બદલાઈ જશે રુપિયા સાથે જોડાયેલા 5 નિયમ, તમારા ખિસ્સા પર કરશે સીધી અસર

2021માં વસ્તુઓ વધુ ખરાબ હતી


ઓક્ટોબર 2021માં વિશ્વ કોવિડ -19ના ડેલ્ટા વેરિઅન્ટથી ડરી ગયું હતું અને તેના કારણે સપ્લાય ચેઇન ખોરવાઈ રહી હતી. પરિણામ એ આવ્યું કે મોંઘવારીમાં ઉછાળો જોવા મળ્યો. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડે કેલેન્ડર વર્ષ 2021 માટે ગ્લોબલ ગ્રોથની ફોરકાસ્ટ ઘટાડીને 5.9 ટકા અને 2022 માટે અંદાજિત 4.9 ટકા કરી દીધી છે.

2021માં તે સહુના માટે સંતોષકારક હતું કે ભારતીય કંપનીઓની કમાણીમાં વધારો જોવા મળ્યો. જો કે તેમાં સપ્ટેમ્બર ક્વાર્ટરની કમાણી અને કોમોડિટીના વધતા ભાવને કારણે ફટકો પડ્યો હતો, તે આગાહી કરવામાં આવી હતી. પરંતુ વૈશ્વિક અનિશ્ચિતતાઓથી બજાર નર્વસ હતું.

આ પણ વાંચોઃ ડિજિટલ રુપિયાને ક્યાં રાખી શકશો? શું તેના પર વ્યાજ મળશે? જાણો આવા સવાલોના જવાબ

મનીકંટ્રોલના અહેવાલ મુજબ, કાર્નેલિયન એસેટ એડવાઈઝર્સના સ્થાપક વિકાસ ખેમાણીએ જણાવ્યું હતું કે, “(ઓક્ટોબર 2021માં) પ્રશ્ન લીકવીડિટીની આસપાસ વધુ હતો, કારણ કે વ્યાજ દરો વધી રહ્યા હતા, ફુગાવો વધી રહ્યો હતો અને રોકાણકારો ચિંતિત હતા. ભારતીય આવકના ગ્રોથ પર યુએસ મંદીની અસર વિશે મોટી ચિંતા હતી.

આ ચિંતાઓ હતી, એટલામાં સમસ્યાઓ વધવા લાગી. રશિયા દ્વારા યુક્રેન પર આક્રમણ થયું. આ પછી વિશ્વભરના શેરબજારોમાં ઘટાડો જોવા મળ્યો હતો. ખેમાણી કહે છે કે આ વર્ષે આ બધી ચિંતાઓ ઓછી થઈ ગઈ છે.

તેમણે કહ્યું, “ગયા વર્ષે અમારી પાસેથી ઘણા બધા FII ભારતમાંથી નાણાં ઉપાડી રહ્યા હતા. હવે તે બંધ થઈ ગયું છે અને સકારાત્મક બન્યું છે." 9 મહિનાના વેચાણ પછી ઓગસ્ટ 2022માં FIIમાં ખરા અર્થમાં ખરીદદાર બન્યા હતા. આ ફેરફાર સારી લિક્વિડિટીમાં મદદ કરશે. ખેમાણીએ ભારત માટે વધુ સારું ભવિષ્ય હોવાની અપેક્ષા દર્શાવતા આ જણાવ્યું હતું.

આ પણ વાંચોઃ PMS મેનેજર્સના ફેવરિટ આ મલ્ટિબેગર શેર તમારા પોર્ટફોલિયોમાં હશે તો જરુર લાખોપતિ બનાવશે

ટેક્નિકલ ઈન્ડિકેટર્સનો નિર્દેશ


રાજેશ શ્રીવાસ્તવ, જેમને ઓપન ઈન્ટરેસ્ટ દ્વારા બજારની સ્થિતિનું મૂલ્યાંકન કરવાનો 20 વર્ષથી વધુનો અનુભવ છે, તે કહે છે, "ટ્રેડિંગ વોલ્યુમ ચોક્કસપણે ગયા વર્ષના ઓલટાઈમ હાઇ કરતા અડધા છે, પરંતુ આ વખતે બજાર વધુ વ્યાપક દેખાઈ રહ્યું છે." તેમણે કહ્યું કે નિફ્ટીના 40 શેરો (એટલે ​​​​કે 80 ટકા) 200 SMA (સિમ્પલ મૂવિંગ એવરેજ)થી ઉપર ચાલી રહ્યા છે. તેમણે જણાવ્યું કે ગયા વર્ષે માસિક ધોરણે નિફ્ટી50ના 21 શેરો આગળ વધી રહ્યા હતા, જ્યારે 29 નેગેટિવ હતા. આ વખતે સ્થિતિ અલગ છે. હવે 32 શેર વધી રહ્યા છે અને માત્ર 18 શેર ડાઉન છે.

નબળું વોલ્યુમ ચિંતાનો વિષય નથી, કારણ કે મોટી વેચવાલી જોવા મળી રહી નથી. રિટેલ રોકાણકારો થોડા નબળા દેખાઈ રહ્યા છે, પરંતુ આ ટ્રેન્ડ પણ ટૂંક સમયમાં બદલાશે. વોલેટિલિટી પણ ઓછી હોવાથી માર્કેટમાં કોઈ અનિશ્ચિતતા નથી. રાજેશ શ્રીવાસ્તવે કહ્યું કે તેઓ આ અપટ્રેન્ડ ચાલુ રેહવાની શક્યતા જુએ છે.(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
First published:

Tags: Business news, Earn money, Expert opinion, Share market, Stock market Tips

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन