Stock Market: કમાલના સ્ટૉક્સ, આ છ શેરમાં 2022ના વર્ષમાં જોવા મળી 176% સુધીની તેજી, નવી ઉડાન માટે પણ તૈયાર!
Stock Market: કમાલના સ્ટૉક્સ, આ છ શેરમાં 2022ના વર્ષમાં જોવા મળી 176% સુધીની તેજી, નવી ઉડાન માટે પણ તૈયાર!
શેર બજાર (પ્રતીકાત્મક તસવીર)
Stocks in News: કેલેન્ડર વર્ષ 2022માં બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ 6.5 ટકા તૂટી ગયો છે. સ્મૉલ કેપ ઇન્ડેક્સની વાત કરવામાં આવે તો તેમાં 10 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.
નવી દિલ્હી: આ વર્ષ (2022 YTD) સેન્સેક્સ અત્યારસુધી 6.5 ટકા તૂટી ગયો છે. બીજી તરફ બીએસઈનો સ્મૉલકેપ ઇન્ડેક્સ (BSE small cap index) 10 ટકા તૂટ્યો છે. સામાન્ય રીતે સ્મૉલકેપ શેર્સ (Small cap stocks) લાર્જ કેપની સરકામણીએ વધારે છલાંગ મારતા હોય છે. આવી જ રીતે નેગેટિવ ટ્રિગરની સ્થિતિમાં પણ તેઓ એટલા જ તૂટતા હોય છે. જોકે, અહીં અમે તમને એવા છ સ્મૉલ કેપ શેર્સ વિશે જણાવી રહ્યા છીએ જે વિરુદ્ધ પ્રવાહમાં તરતા નજરે પડ્યા છે. આ એવા શેર્સ છે જેમાં 2022ના વર્ષમાં અત્યારસુધી 75 ટકા સુધી તેજી જોવા મળી છે. મનીકંટ્રોલના સ્વોટ (SWOT) વિશ્લેષણ પ્રમાણે આમાંથી મોટાભાગના શેર્સ ફન્ડામેન્ટલની દ્રષ્ટીએ ખૂબ જ મજબૂત નજરે પડે છે. આવા શેર્સ પર એક નજર કરીએ.
1) Chennai Petroleum Corporation Ltd. | આ સ્ટૉકમાં વર્ષ 2022માં અત્યારસુધી 176 ટકાની તેજી જોવા મળી છે. આ શેર 31 ડિસેમ્બર 2021ના રોજ 102.60 રૂપિયા પર હતો. 9મી મે 2022ના રોજ આ શેર 283.65 રૂપિયાના સ્તર પર બંધ થયો હતો. મનીકંટ્રોલના SWOT analysis પ્રમાણે આ શેરમાં નબળા પોઇન્ટ્સની સરખામણીએ મજબૂત પોઇન્ટ્સ વધારે છે.
2) Gujarat Mineral Development Corporation Ltd. | આ સ્ટૉકમાં વર્ષ 2022માં અત્યારસુધી 136 ટકાની તેજી જોવા મળી છે. આ શેર 31 ડિસેમ્બર 2021ના રોજ 73.60 રૂપિયા પર હતો. 9મી મે 2022ના રોજ આ શેર 173.95 રૂપિયાના સ્તર પર બંધ થયો હતો. મનીકંટ્રોલના SWOT analysis પ્રમાણે આ શેરમાં નબળા પોઇન્ટ્સની સરખામણીએ મજબૂત પોઇન્ટ્સ વધારે છે.
3) Vadilal Industries Ltd. | આ સ્ટૉકમાં વર્ષ 2022માં અત્યારસુધી 95 ટકાની તેજી જોવા મળી છે. આ શેર 31 ડિસેમ્બર 2021ના રોજ 909.70 રૂપિયા પર હતો. 9મી મે 2022ના રોજ આ શેર 1777.95 રૂપિયાના સ્તર પર બંધ થયો હતો. મનીકંટ્રોલના SWOT analysis પ્રમાણે આ શેરમાં નબળા પોઇન્ટ્સની સરખામણીએ મજબૂત પોઇન્ટ્સ વધારે છે.
4) TGV SRACC Ltd. | આ સ્ટૉકમાં વર્ષ 2022માં અત્યારસુધી 87 ટકાની તેજી જોવા મળી છે. આ શેર 31 ડિસેમ્બર 2021ના રોજ 49.15 રૂપિયા પર હતો. 9મી મે 2022ના રોજ આ શેર 91.90 રૂપિયાના સ્તર પર બંધ થયો હતો. મનીકંટ્રોલના SWOT analysis પ્રમાણે આ શેરમાં નબળા પોઇન્ટ્સની સરખામણીએ મજબૂત પોઇન્ટ્સ વધારે છે.
5) BLS International Services Ltd. | આ સ્ટૉકમાં વર્ષ 2022માં અત્યારસુધી 79 ટકાની તેજી જોવા મળી છે. આ શેર 31 ડિસેમ્બર 2021ના રોજ 189.95 રૂપિયા પર હતો. 9મી મે 2022ના રોજ આ શેર 340 રૂપિયાના સ્તર પર બંધ થયો હતો. મનીકંટ્રોલના SWOT analysis પ્રમાણે આ શેરમાં નબળા પોઇન્ટ્સની સરખામણીએ મજબૂત પોઇન્ટ્સ વધારે છે.
6) Meghmani Finechem Ltd | આ સ્ટૉકમાં વર્ષ 2022માં અત્યારસુધી 79 ટકાની તેજી જોવા મળી છે. આ શેર 31 ડિસેમ્બર 2021ના રોજ 755.10 રૂપિયા પર હતો. 9મી મે 2022ના રોજ આ શેર 1350.20 રૂપિયાના સ્તર પર બંધ થયો હતો. મનીકંટ્રોલના SWOT analysis પ્રમાણે આ શેરમાં નબળા પોઇન્ટ્સની સરખામણીએ મજબૂત પોઇન્ટ્સ વધારે છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર