આ બેન્કિંગ શેરોમાં તેજી આવવાની શક્યતા, શું તમારૂ છે આમાં ઈન્વેસ્ટમેન્ટ : વિશ્લેષક

આગામી મહિનાઓમાં બેન્કીંગ શેર સારી કામગીરી કરશે

વિશ્લેષકો અપેક્ષા રાખે છે કે, આગામી મહિનાઓમાં બેન્કીંગ શેર સારી કામગીરી કરશે. જૂન મહિનાથી મોટાભાગની બેંકોના કલેક્શનમાં સુધારો થયો છે. આ વર્ષે બેન્કિંગ શેરોમાં રોકાણકારોનો રસ વધ્યો છે.

  • Share this:
    અર્થવ્યવસ્થા (Economy) માટે બેન્કિંગ ક્ષેત્ર (Banking sector) ખૂબ મહત્વનું માનવામાં આવે છે. અર્થતંત્રમાં તેજી સાથે, બેંકો માટે પણ વ્યવસાય વધે છે. કોરોનાને કારણે દેશવ્યાપી લોકડાઉનને કારણે વ્યાપાર પ્રવૃત્તિમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો. તેની અસર બેન્કો પર પણ પડી હતી. જોકે, હવે બેન્કિંગ ક્ષેત્ર સામાન્ય સ્થિતિ તરફ આગળ વધી રહ્યું છે.

    વિશ્લેષકો અપેક્ષા રાખે છે કે, આગામી મહિનાઓમાં બેન્કીંગ શેર સારી કામગીરી કરશે.

    જૂન મહિનાથી મોટાભાગની બેંકોના કલેક્શનમાં સુધારો થયો છે. આ વર્ષે બેન્કિંગ શેરોમાં રોકાણકારોનો રસ વધ્યો છે.

    વિશ્લેષકોએ ઇન્ડસઇન્ડ બેન્ક, એચડીએફસી બેન્ક (HDFC Bank), કોટક મહિન્દ્રા બેન્ક, એક્સિસ બેન્ક (Axis Bank) અને સીએસબી બેન્ક (CSB Bank) શેરો ખરીદવાની સલાહ આપી છે.

    દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) ના નેતૃત્વ હેઠળના બેન્કિંગ ક્ષેત્રે છેલ્લા છ મહિનામાં 21 ટકાથી વધુ વૃદ્ધિ કરી છે. અર્થતંત્રની વૃદ્ધિ સાથે બેંકોની લોન બુકમાં પણ વધારો થયો છે. તહેવારોની સીઝનમાં હાઉસિંગ, ઓટોમોબાઈલ અને કન્ઝ્યુમર લોનની માંગ વધવાની શક્યતા છે.

    વિશ્લેષકોનું કહેવું છે કે, બેંકોની કામગીરી અર્થતંત્રની સ્થિતિ સાથે સીધી રીતે સંબંધિત છે. કોરોના પછી માંગમાં રિકવરી પ્રાપ્તિ સાથે, બેન્કો અને નોન-બેન્કિંગ ફાઇનાન્સ કંપનીઓ (એનબીએફસી) માટેનો બિઝનેસ પણ વધવાની ધારણા છે.

    આ પણ વાંચોરાકેશ ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં સામેલ થયો આ PSU મેટલ સ્ટોક, જુઓ કેટલા શેર ખરીદ્યા

    દેવામાં ડૂબી ગયેલી કંપનીઓની રિઝોલ્યુશન પ્રક્રિયાની પ્રગતિને કારણે બેંકોની વસૂલાતમાં પણ વેગ આવશે. આ તેમની નોન-પરફોર્મિંગ એસેટ્સ (NPA) ઘટાડશે.

    ઉલ્લેખનીય છે કે, શેરબજાર (Share Bazar)ના બિગબુલ રોકાણકાર તરીકે જાણીતા રાકેશ ઝુનઝુનવાલા (rakesh jhunjhunwala)એ સપ્ટેમ્બર ક્વાર્ટર દરમિયાન PSU નેશનલ એલ્યુમિનિયમ કંપની (Nalco)માં આશરે 2.5 મિલિયન શેર ખરીદ્યા છે. તે આ કંપનીમાં 1.36 ટકા હિસ્સો ધરાવે છે. નાલ્કોમાં સરકારનો હિસ્સો 51.5 ટકા છે. વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPI) સપ્ટેમ્બર ક્વાર્ટરના અંતમાં નાલ્કોના ખાણકામ, ધાતુઓ અને પાવર બિઝનેસમાં 15.22 ટકા હિસ્સો ધરાવે છે.

    ઝુનઝુનવાલાને તાજેતરમાં નવી એરલાઇન શરૂ કરવા માટે કેન્દ્ર સરકાર તરફથી મંજૂરી મળી છે. Nalcoનું માર્કેટ કેપિટલાઇઝેશન લગભગ 18,000 કરોડ રૂપિયા છે. આ વર્ષની શરૂઆતથી કંપનીના શેરોમાં 130 ટકાથી વધુનો વધારો થયો છે. નાલ્કોનો ચોખ્ખો નફો જૂન ક્વાર્ટરમાં વાર્ષિક ધોરણે 1,940 ટકાથી વધારે 347.73 કરોડ રૂપિયા રહ્યો છે.
    Published by:kiran mehta
    First published: