રિઝર્વ બેન્કના નવા ગર્વનર તરીકે શક્તિકાંત દાસની નિમણૂક

News18 Gujarati
Updated: December 12, 2018, 7:37 AM IST
રિઝર્વ બેન્કના નવા ગર્વનર તરીકે શક્તિકાંત દાસની નિમણૂક
રિઝર્વ બેન્કના નવા ગર્વનર તરીકે શક્તિકાંત દાસની નિમણુક

શક્તિકાંત દાસ તામિલનાડુ કેડરના આઇએએસ અધિકારી છે

  • Share this:
ઉર્જિત પટેલના સ્થાને  રિઝર્વ બેન્કના નવા ગર્વનર તરીકે શક્તિકાંત દાસ બનશે.  શક્તિકાંત દાસ તામિલનાડુ કેડરના આઇએએસ અધિકારી છે. ઉલ્લેખનીય છે કે ઉર્જિત પટેલે અંગત કારણનો હવાલો આપીને સોમવારે અચાનક રાજીનામું આપ્યું હતું.

કોણ છે શક્તિકાંત દાસ ?

26 ફેબ્રુઆરી 1957ના રોજ જન્મેલા શક્તિકાંત દાસ ઇતિહાસમાં એમએ અને તામિલનાડુ કેડરના આઇએએસ અધિકારી છે. તેઓ રિટાયરમેન્ટ બાદ વર્તમાનમાં ભારતના 15માં નાણાકીય આયોગ અને ભારતના શક્તિકાંત દાસ જી-20માં સભ્ય રહ્યા છે.

તેઓએ ભારતના આર્થિક મામલાના સચિવ, ભારતના રાજસ્વ સચિવ અને ભારતના ઉર્વરક સચિવ તરીકે કામ કર્યું છે, કેન્દ્રીય આર્થિક મામલાના સચિવ તરીકે પોતાના કાર્યકાળ દરમિયાન, શક્તિકાંત દાસને ભારતના સૌથી શક્તિશાળી લોકોમાંથી એક માનવામાં આવતા હતા.

આ પણ વાંચો - આખરે RBIના ગવર્નર ઉર્જિત પટેલે રાજીનામું આપ્યું, અંગત કારણનો હવાલો આપ્યો
First published: December 11, 2018
વધુ વાંચો
अगली ख़बर