ભારતીયો માટે ખરાબ સમાચાર! વધતી બેરોજગારીના કારણે ટ્રમ્પ H1B વીઝા કરી શકે છે સસ્પેન્ડ

News18 Gujarati
Updated: June 12, 2020, 1:42 PM IST
ભારતીયો માટે ખરાબ સમાચાર! વધતી બેરોજગારીના કારણે ટ્રમ્પ H1B વીઝા કરી શકે છે સસ્પેન્ડ
ડોનાલ્ડ ટ્રમ્પના આ નિર્ણયથી ભારતની આઈટી કંપનીઓને એક મોટો આંચકો લાગી શકે છે

ડોનાલ્ડ ટ્રમ્પના આ નિર્ણયથી ભારતની આઈટી કંપનીઓને એક મોટો આંચકો લાગી શકે છે

  • Share this:
વોશિંગટનઃ અમેરિકા (US)માં વધી રહેલી બેરોજગારી (Un-employment)ને ધ્યાને લઈ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) H1B વીઝા સહિત રોજગાર આપનારા અન્ય વીઝાને અનિશ્ચિતકાળ માટે સસ્પેનડ કરવાનો વિચાર કરી રહ્યા છે. જો ટ્રમ્પ આવું કરશે તો આ નિર્ણયથી સૌથી વધુ પ્રભાવિત થનારા દેશોમાં ભારત એક હશે. ટ્રમ્પના આ નિર્ણયથી ભારતની આઈટી કંપનીઓને એક મોટો આંચકો લાગી શકે છે. જો આવું થાય છે તો અમેરિકામાં રહેતાં મોટાભાગના ભારતીયોનો કામ કરવાનો અધિકાર સસ્પેન્ડ થઈ શકે છે, જોકે તેની શરતો શું હશે તે હજુ સ્પષ્ટ નથી થયું.

‘ધ વોલ સ્ટ્રીટ જનરલ’માં પ્રકાશિત એક રિપોર્ટ મુજબ, અમેરિકન સરકાર આગામી નાણાકીય વર્ષમાં આ પ્રસ્તાવિત સસ્પેન્સનને મંજૂરી આપી શકે છે. અમેરિકન નાણાકીય વર્ષ 1 ઓક્ટોબરથી શરૂ થાય છે અને ત્યારે અનેક નવા વીઝા જાહેર કરવામાં આવે છે. અખબારે આ રિપોર્ટ પ્રશાસનના એક અનામ અધિકારીના હવાલાથી પ્રકાશિત કરી છે. રિપોર્ટ મુજબ, આ વ્યવસ્થા દેશની બહાર કોઈ પણ નવા H1B વીઝાધારકના કામ કરવા પર ત્યાં સુધી પ્રતિબંધ લગાવી શકે છે જ્યાં સુધી સસ્પેન્સન સમાપ્ત ન થઇ જાય. જોકે જેમની પાસે દેશની અંદર પહેલાથી વીઝા છે તેમને આનાથી પ્રભાવિત થવાની શક્યતા નથી લાગતી.

આ પણ વાંચો, રાહતના સમાચારઃ આ કંપની 30,000 લોકો પર કરશે COVID-19 વેકસીનનું ફાઇનલ ટેસ્ટિંગ

H1B વીઝા એક નૉન-ઇમિગ્રેશન વીઝા છે. તે અમેરિકન કંપનીઓને વિદેશી કર્મચારીઓની નિયુક્તિ કરવાની સુવિધા આપે છે, વિશેષ રૂપે ટેક્નોલોજી એક્સપર્ટ્સ વાળા કામોમાં. અમેરિકાની ટેકનોલોજી કંપનીઓ હજારો કર્મચારીઓને નોકરી પર રાખવા માટે દર વર્ષે ભારત અને ચીન પર નિર્ભર હોય છે. એવામાં અમેરિકન સરકારના આ નિર્ણયની અસર હજારો ભારતીય પ્રોફેશનલ્સ પર પડશે. અમેરિકામાં પહેલાથી અનેક H1B વીઝાધારકોની નોકરી જઈ ચૂકી છે અને કોરોના વાયરસ સંકટ દરમિયાન તેઓ ભારત પરત ફરી રહ્યા છે.

આ પણ વાંચો, ડૉગ સ્ક્વોડની ‘લીના’એ ઉકેલી બ્લાઇન્ડ મર્ડર મિસ્ટ્રી, ઈનામમાં મળ્યું પ્રમોશન અને નવો પટ્ટો
First published: June 12, 2020, 1:42 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading