Home /News /business /

Stock Market : આજે પણ બજાર પોઝિટીવ મૂડમાં, Sensex 54 હજારને પાર જાય તેવો અંદાજ

Stock Market : આજે પણ બજાર પોઝિટીવ મૂડમાં, Sensex 54 હજારને પાર જાય તેવો અંદાજ

શેરબજરમાં આજે તેજીનો અંદાજ

નિષ્ણાતોનું અનુમાન છે કે જો ગુરુવારે બજારમાં તેજી રહેશે તો સેન્સેક્સ 54 હજારની સપાટીને પાર કરી જશે અને નિફ્ટી પણ 16 હજારની ઉપર જશે. આજે પણ બજાર લીલા નિશાન સાથે ખુલવાનો અંદાજો છે. 

    ભારતીય શેરબજારમાં (Indian Stock Market) આજે પણ તેજી જોવા મળે તેવા સંકેત છે. એક્સપર્ટ્સનું કહેવું છે કે લોકો ફરીથી બજાર પર ભરોસો કરી રહ્યા છે જેના કારણે આજે પણ રોકાણકારો ખરીદીના મૂડમાં હશે. પાછલા સત્રમાં સેન્સેક્સ (SENSEX) 600 પોઈન્ટથી વધુના વધારા સાથે 53,751 પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી (NIFTY) 180 પોઈન્ટ વધીને 15,989 પર પહોંચ્યો હતો.

    આજે 54 હજારની સપાટીને પાર કરી શકે છે બજાર


    નિષ્ણાતોનું અનુમાન છે કે જો ગુરુવારે બજારમાં તેજી રહેશે તો સેન્સેક્સ 54 હજારની સપાટીને પાર કરી જશે અને નિફ્ટી પણ 16 હજારની ઉપર જશે. આજે પણ બજાર લીલા નિશાન સાથે ખુલવાનો અંદાજો છે.

    આજે આ સ્ટોક્સ પર રહેશે રોકાણકારોની નજર


    Tata Consultancy Services
    itan
    Reliance Industries
    Bharti Airtel
    Nykaa
    TVS Motor Company
    Equitas Small Finance Bank
    Power Grid Corp of India
    Titagarh Wagons
    City Union Bank

    આ પણ વાંચો -હવે સાયબર એટેક સામે પણ મળશે વીમો, SBIએ શરૂ કર્યો નવો સાયબર વોલ્ટેજ પ્લાન


    યુએસ અને યુરોપિયન બજારોના હાલ


    અમેરિકામાં (USA) મંદીનો ભય સૌથી વધુ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. ફેડ રિઝર્વ દ્વારા વ્યાજ દરોમાં ફરી એકવાર વધારાના સ્પષ્ટ સંકેતો છે, જેના કારણે છેલ્લા કેટલાક સમયથી અમેરિકાના બજારોમાં મંદી જોવા મળી રહી હતી પરંતુ હવે એકવાર ફરી બજારે તેજી પકડી છે અને છેલ્લા સત્રમાં અમેરિકાના મુખ્ય શેરબજારોમાં ઉછાળો જોવા મળ્યો હતો.અમરિકાનું મુખ્ય સ્ટોક એક્સચેન્જ NASDAQ અગાઉના ટ્રેડિંગ સેશનમાં 0.35 ટકા વધ્યો હતો.

    અમેરિકામાં તેજીની અસર સીધી યુરોપિયન બજારો પર પડે છે. એજ કારણ છે કે યુરોપના બજારોમાં પણ તેજી જોવા મળી છે. ગઇકાલે તમામ મુખ્ય શેરબજારો તેજી સાથે બંધ થયા હતા. યુરોપના મુખ્ય બજારોમાં સમાવિષ્ટ જર્મનીનું શેરબજાર 1.56 ટકાના વધારા સાથે બંધ થયું હતું, જ્યારે ફ્રાન્સના શેરબજારમાં 2.03 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. આ સિવાય લંડન સ્ટોક એક્સચેન્જ પણ 1.17 ટકાના વધારા સાથે બંધ થયો હતો.

    આ પણ વાંચો -ક્રૂડ ઓઇલના ભાવમાં આજે ફરી ઘટાડો, જાણો તમારા શહેરમાં આજે પેટ્રોલ-ડીઝલની કિંમત

    એશિયાના બજારોનો હાલ


    એશિયાના મોટાભાગના શેરબજારો આજે સવારે ઉછાળા સાથે ખુલ્યા છે અને લીલા નિશાન પર કારોબાર કરી રહ્યા છે. સિંગાપોર સ્ટોક એક્સચેન્જ 0.33 ટકાના વધારા સાથે ટ્રેડ કરી રહ્યો છે, જ્યારે જાપાનનો નિક્કી 0.23 ટકાના વધારા સાથે ટ્રેડ થઈ રહ્યો છે. આ સિવાય તાઈવાનના માર્કેટમાં 0.69 ટકાનો ઉછાળો જોવા મળી રહ્યો છે, જ્યારે દક્ષિણ કોરિયાનો કોસ્પી 1.05 ટકાના વધારા સાથે કારોબાર કરી રહ્યો છે. ચીનના શાંઘાઈ કમ્પોઝિટમાં આજે પણ 0.04 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે.
    Published by:Bhavyata Gadkari
    First published:

    Tags: Indian Stock Market, Share bazar, Stock market

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन