નાણાકીય વર્ષના પહેલા દિવસે રેકોર્ડ, પહેલીવાર સેન્સેક્સ 39,000ને પાર

News18 Gujarati
Updated: April 1, 2019, 3:51 PM IST
નાણાકીય વર્ષના પહેલા દિવસે રેકોર્ડ, પહેલીવાર સેન્સેક્સ 39,000ને પાર
પ્રતીકાત્મક તસવીર
News18 Gujarati
Updated: April 1, 2019, 3:51 PM IST
નવા નાણાકીય વર્ષના પહેલા દિવસે ભારતીય શેર બજારની ઐતિહાસિક શરૂઆત થઈ. સોમવારે મજબૂત ગ્લોબલ સંકેતોની વચ્ચે શરૂઆતના કારોબારમાં સેન્સેક્સ 320 પોઇન્ટ વધવાની સાથે 38,993.19ના સ્તરે કારોબાર કરવા લાગ્યો. સેન્સેક્સનો આ ઓલ ટાઇમ હાઇ લેવલ છે. આ પહેલા સેન્સેક્સે 29 ઓગસ્ટ 2018ના રોજ રેકોર્ડ હાઈ 38, 989.65નું સ્તર જોયું હતું.

આ વધારાના થોડા સમય બાદ સેન્સેક્સે 39,000ના સ્તરને પાર કરી દીધું. આ પહેલીવાર છે કે જ્યારે સેન્સેક્સ 39 હજારના સ્તરની પાર પહોંચ્યો છે. સેન્સક્સનો વધારો 39,025 સુધી પહોંચી ગયો.

બીજી તરફ નિફ્ટી પણ 11700ના સ્તરને પાર કરી ગયો છે. નિફ્ટીએ 28 ઓગસ્ટ 2018ના રોજ 11,739નો રેકોર્ડ હાઈ લેવલ મેળવ્યું હતું જ્યારે ઓક્ટોબર 2018માં તે 10,000ના સ્તરની નજીક આવી ગયો હતો.
Loading...

બેંક નિફ્ટી ફરી નવી ઊંચાઈએ

બેંક નિફ્ટીએ આજે ફરી નવી હાઈ બનાવી દીધી. તે 219.75 પોઇન્ટની તેજી સાથે 30,646.55ની સ્તરે પહોંચી ગઈ. પીએસયૂ બેંક, ઓટો અને મેટલ ઇન્ડેક્સમાં સૌથી વુધ તેજી જોવા મળી રહી છે.

આ પણ વાંચો, ખુશખબર! આજથી આ વસ્તુઓ થઈ જશે સસ્તી

સોમવારના શરૂઆતના કારોબારમાં સેન્સેક્સના જે શેરમાં વધારો નોંધાયો છે તેમાં પીએસયૂ બેંક, ઓટો અને મેટલ ઇન્ડેક્સ સામેલ છે. ટાટા મોટર્સના શેરમાં લગભગ 6 ટકાની જ્યારે વેદાંતામાં લગભગ 5 ટકાની તેજી જોવા મળી રહી છે. આ પહેલા શુક્રવારે સેન્સેક્સમાં વેદાંતાનો શેર 3.20 ટકા સુધી વધ્યો હતો. બીજી તરફ, ઓએનજીસી અને કોલ ઈન્ડિયામાં 1 ટકા ઘટાડો છે.

FY19માં સેન્સેક્સ 17 ટકા મજબૂત થયો

નાણાકીય વર્ષ 2019માં સેન્સેક્સ 17 ટકાથી વધુ મજબૂથ થયો, જ્યારે નિફ્ટીમાં 14 ટકાથી વધુ તેજી રહી. સમગ્ર નાણાકીય વર્ષમાં સૌથી વધુ 25 ટકા તેજી બેંક નિફ્ટીમાં જોવા મળી. આઈટી ઇન્ડેક્સમાં 24.60 ટકાની તેજી રહી છે. પીએસયૂ બેંક ઇન્ડેક્સ 16.8 ટકા અને ફાર્મા ઇન્ડેક્સ 16.67 ટકા મજબૂત થયો. મિડકેપ ઇન્ડેક્સ 2.7 ટકા નબળો થયો.
First published: April 1, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...