નાણા મંત્રી તરીકે અમિત શાહના નામની અટકળોથી બજારમાં તેજી, સેન્સેક્સમાં ઉછાળો

અઠવાડિયાના અંતિમ દિવસે બજાર 40 હજાર ઉપરથી ખુલી હતી અને સતત તેજી જોવા મળી હતી.

News18 Gujarati
Updated: May 31, 2019, 12:49 PM IST
નાણા મંત્રી તરીકે અમિત શાહના નામની અટકળોથી બજારમાં તેજી, સેન્સેક્સમાં ઉછાળો
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: May 31, 2019, 12:49 PM IST
ન્યૂઝ 18 ગુજરાતી : વડાપ્રધાન મોદી અને તેમના મંત્રી મંડળની શપથવિધિ સમાપ્ત થઈ ગઈ છે. નવી સરકારના ગઠનથી શેર બજારમાં ઉછાળો જોવા મળ્યો છે. અઠવાડીયાના અંતિમ દિવસે બજાર 40ને વટાવી ગઈ છે. ભારતીય બઝારમાં પહેલી વાર સેન્સેક્સ આટલી તેજીથી ઉછળ્યો છે. જ્યારે નિફ્ટી પણ 12,000ને પાર છે. સવારના સત્રમાં પ્રારંભીક 184 પોઇન્ટના ઉછાળા સાથે સેન્સેક્સ 40,01,650 પર ખુલી હતી. જ્યારે નિફ્ટી 45 અંકના ઉછાળ સાથે 11,991.50 સાથે ખુલ્યો હતો.

આ ગ્લોબલ સંકેતો વચ્ચે નાણા મંત્રી તરીકે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહના નામની ચર્ચા થયા બાદ એવી બજારમાં ઉછાળો જોવા મળ્યો છે. બીએસઈનો મિડકેપ 0.45 ટકાના વધારા સાથે 15,129.43 પર જોવા મળ્યો છે. સ્મૉલકેપ શેરોમાં પણ બારીક ખરીદી જોવા મળી છે.

આ પણ વાંચો : આ કારણોથી અમિત શાહ સારા નાણા મંત્રી સાબિત થઈ શકે

બીએસઈનો સ્મૉલકેપ ઇન્ડેક્સ 0.13 ટકાના વધારા સાથે 14,983.93ના સ્તરે જોવા મળી રહ્યું છે. ક્રુડમાં થયેલા કડાકાનો ફાયદો તેલ અને ગેસના શેરમાં જોવા મળી રહ્યો છે. બીએસઈનું ઑઇલ અને ગેસ ઇન્ડેક્સ 1.29 ટકાના વધારા સાથે વેચાણ કરી રહ્યો છે.

એક બાજુ શેર બજારમાં તેજી અને બીજી બાજુ અમિત શાહની નાણા મંત્રી બનવાની અટકળોની વચ્ચે બીએસઈના 30 શેરના પ્રમુખ ઇન્ડેક્સમાં 240 પોઇન્ટ એટલે કે 0.60 ટકાનો વધારો જોવા મળ્યો છે. એનએસઈના પ્રમુખ 50 શેરોના ઇન્ડેક્સ નિફ્ટીમાં પણ 82 પોઇન્ટ એટલે કે0.70 ટકાની મજબૂતી સાથે 12000નો જાદૂઈ અંક વટાવી ઇન્ડેક્સ તેજીમાં જોવા મળી રહ્યો છે.
First published: May 31, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...