Home /News /business /

ચૂંટણીની અસર શેરબજાર પર, તારીખો જાહેર થતા સેન્સેક્સમાં તેજીનો માહોલ

ચૂંટણીની અસર શેરબજાર પર, તારીખો જાહેર થતા સેન્સેક્સમાં તેજીનો માહોલ

શેરબજાર

    લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થયા બાદ સતત બીજા દિવસે શેરબજારમાં તેજી આવી છે. 2 દિવસમાં સેન્સેક્સ 850 અંકનો ઉછાળો આવ્યો છે. સોમવારે સેન્સેક્સ 382 અંક વધ્યો હતો, જ્યારે મંગળવારે તેમાં 482 અંકનો વધારો થયો હતો. તો નિફ્ટીમાં 11300ના સ્તરે અંદાજે 6 મહિનાના સૌથી ઉંચા સ્તરે પહોંચી ગયો છે. બજારમાં તેજીના કારણે બે દિવસમાં રોકાણકારોએ 3.52 લાખ કરોડ રૂપિયાની કમાણી કરી.

    મંગળવારે કારોબારના અંતમાં બીએસઇના 30 શેરવાળા પ્રમુખ સેન્સેક્સ 481.56 અંક એટલે કે 1.30 ટકાના વધારા સાથે 37535.66ના સ્તરે બંધ થયો. તો એનએસઇના 50 શેરવાળા પ્રમુખ ઇન્ડેક્સ નિફ્ટી 133.15 અંક એટલે કે 1.2 ટકાનો વધારા સાથે 11301.20ના સ્તરે બંધ થયો.

    અહીં ક્લિક કરી વાંચોઃ એકથી વધુ PAN કાર્ડ રાખનારાને થશે દંડ, જાણો સરેન્ડર કરવાની પ્રોસેસ

    FIIમાં રોકાણ વધ્યું- વર્ષ 2019માં ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સે ઘરેલુ શેર બજારમાં અત્યારસુધીમાં 19,705 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે, સોમવારે રોકારણકારોએ 3,810,60 કરોડ રૂપિયાની ખરીદી કરી. એનાલિસ્ટનું માનવું છે કે સ્થિર સરકારની આશામાં રોકાણ વધુ સારું થઇ રહ્યું છે.

    સ્થિર સરકારની આશા વધી- એનાલિસ્ટનું માનવું છે કે બાલાકોટ હુમલા બાદ દેશમાં હાલની સરકારને લઇને સેન્ટીમેન્ટ બદલ્યા છે. કેટલાક પ્રીપોલ સરવે પણ સરકારના પક્ષમાં દેખાઇ રહ્યાં છે. આથી દેશમાં સ્થિર સરકારનું સેન્ટીમેન્ટ બની રહ્યું છે. જેનો ફાયદો માર્કેટમાં થયો છે.
    Published by:Sanjay Vaghela
    First published:

    Tags: Election 2019, Lok Sabha Election, સેન્સેક્સ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन