Home /News /business /

શેરબજારમાં ભારે ઉતારચઢાવ, 1500 પોઇન્ટના કડાકા પછી સેન્સેક્સ રીકવરી તરફ

શેરબજારમાં ભારે ઉતારચઢાવ, 1500 પોઇન્ટના કડાકા પછી સેન્સેક્સ રીકવરી તરફ

શેર બજારમાં શુક્રવારે જોરદાર ઊથલપાથલ જોવા મળી છે.

શેર બજારમાં શુક્રવારે જોરદાર ઊથલપાથલ જોવા મળી છે.

    શેર બજારમાં શુક્રવારે જોરદાર ઊથલપાથલ જોવા મળી છે. આજે સેન્સેક્સમાં અચાનક 1500 પોઇન્ટનો કડાકો બોલ્યો હતો. 'બ્લેક ફ્રાઇડે'ની આશંકા સાથે રોકાણકારોનો શ્વાસ થોડા સમય માટે તો જાણે રોકાઇ ગયો હતો. પરંતુ બજારમાં જેટલો જલ્દી કડાકો આવ્યો તેટલો જ જલ્દી ઉછાળો પણ આવી ગયો હતો. આજે  સેન્સેક્સ 36,841.60 અંકે બંધ થયું છે.

    હાલ હજુ ઘટાડાનું કોઇ કારણ સમજાઇ રહ્યું નથી. પરંતુ આ ઘટાડમાં સૌથી વધુ બેન્કિંગ કંપનીઓ અને હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓના શેર્સમાં કડાકો બોલ્યો હતો. હાલ નિષ્ણાતોનું કહેવું છે કે શેરહોલ્ડરોએ ગભરાવાની જરૂર નથી. આ કડાકાને કારણે DHFLનો શેર 50% અને યસ બેન્કનો શેર 30% સુધી પડી ગયો હતો.

    યસ બેન્કના સીઇઓ રાણા કપૂરનો કાર્યકાળ સમય કરતાં પહેલાં પુરો કરવાના આરબીઆઈના નિર્ણયની બેન્કના અનેક શેરો પર ઘણી અસર પડી છે. રાણા કપૂર 31મી જાન્યુઆરી 2019ના રોજ રિટાયર થવાના હતા પરંતુ આરબીઆઈ તેમના 3 વર્ષના કાર્યકાળને અત્યારથી જ ટુંકાવી દીધો છે.

    આ પણ વાંચો :  ધનવાન બનવું છે તો અપનાવી લો આ 7 આદતો, નહીં કરવી પડે ભારે મહેનત

    કેન્દ્રીય બેન્કે આ કાર્યવાહીથી બેન્કિંગ સેકટરના મેનેજમેન્ટથી લઇ કેન્દ્ર સરકાર સુધ્ધાંને કડક સંદેશો આપ્યો છે. શુક્રવારના રોજ યસ બેન્કના શેરોમાં અંદાજે એક તૃત્યાંશ સુધીનો ઘટાડો જોવા મળ્યો છે. આથી બેન્કની માર્કેટકેપમાં એક ઝાટકે 3 અબજ ડોલર એટલે કે અંદાજે 21700 કરોડ રૂપિયાનો ઘટાડો આવી ચૂકયો છે.

    મહત્વનું છે કે શરૂઆતના ટ્રેડિંગ સેશનમાં આજે બજાર ગ્રીનમાં ખુલ્યું હતું. તેમાં બીએસઇની 30 કંપનીઓના શેર પર આધારિત સેન્સેક્સ 305.88 અંક એટલે કે 0.82 ટકાના સુધારા સાથે 37427 પર અને નિફ્ટી 84 અંકની તેજી સાથે 11318 પર ખુલ્યાં હતાં.

    આ પણ વાંચો :  શું તમારી પાસે LICની પોલીસી છે? તો આ વાતોનું રાખજો ધ્યાન નહીં તો થશે મોટો ફ્રોડ

    શેરબજારમાં શુક્રવારે ટ્રેડિંગ સેશન દરમિયાન જોરદાર ઉથલ-પાથલ જોવા મળી. સેન્સેક્સ અને નિફ્ટી સારી એવી તેજી સાથે ખૂલ્યા અને શરૂઆતના ટ્રેડિંગ સેશનમાં તેજી પણ દેખાઈ. પરંતુ અચાનક શું થયું કે સેન્સેક્સ અને નિફ્ટી બંને ધડામ કરતાં પછડાયા. એક સમયે સેન્સેકસમાં અંદાજે 1500 અંકનું ગાબડું પડી ગયું હતું, જે નોટબંધી બાદ સૌથી મોટો કડાકો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જ ખાતે નિફ્ટી પણ 11000ના આંકડાથી નીચે આવી ગઇ હતી. જો કે ટૂંક સમયમાં જ બજારે તેજી સાથે રિકવરી કરી લીધી.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: સેન્સેક્સ

    આગામી સમાચાર