નવી દિલ્હી: ટ્રેડ વોરથી ચિંતિત રોકાણકારોએ ગુરૂવારે અમેરિકન શેર બજારમાં ખુબજ વેચવાલી કરી છે તે સંકેત છે કે આજે એશિયન બજાર પર તેની અસર જોવા મળે. શરૂઆતનાં કારોબારમાં ભારતીય શેર બજારનાં મુખ્ય ઇન્ડેક્સ સેન્સેક્સમાં 400 પોઇન્ટ અને નિફ્ટી 100 પોઇન્ટથી વધુનો કડાકો જોવા મળ્યો છે. આપન જણાવી દઇએ કે, એક્સપર્ટ્સે રોકાણકારોને દેરક કડાકામાં ખરીદી કરવાની સલાહ આપી છે.
હવે ક્યાં કરીશું રોકાણ:- HDFC મ્યૂચુઅલ ફંડનાં CEO અને ED પ્રશાંત જૈનનું કહેવું છે કે, લાંબાં ગાળે બજારમાં 12થી 16 ટકા રિટર્ન મળવાની આશા છે. તેમનું તેમ પણ કહેવું છે તે હાલમાં કંઝ્યુમર અને NBFC શેર્સનાં વેલ્યુએશન મોંઘા છે.
એક્સપર્ટ પ્રશાંત જૈનનું માનવું છે કે, લાંબા ગાળે બજારમાં તેજી જોવા મળશે. બજારમાં નાના સમયગાળાનો કોઇ સ્કોપ નથી. સેન્સેક્સે 1979થી 360 ગણું રિટર્ન આપ્યું છે. બાજારમાં 12થી 16 ટકા રિટર્નની આશાએ બજારમાં વેલ્યએશન હાલમાં વ્યાજબી છે. આગળ નિફ્ટી EPS ગ્રોથમાં વધતો જોવા મળશે,
કેમ પડી ભાગ્યું શેર બજાર- એસકોર્ટ સિક્યોરિટીનાં રિસર્ચ એનાલિસ્ટ આસિફ ઇકબાલનું કહેવું છે કે ટ્રેડ વોરની ચિંતાનો અસર દુનિયાભરનાં બજાર પર નજર આવી રહ્યો છે. સાથેજ રોકાણકારોનું ઝુકાવ સેફ ઇન્વેસ્ટમેન્ટ એટલે કે સોના તરફ વધ્યો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર