Home /News /business /Stock Market: સેન્સેક્સ આજે 60 હજારથી ઉપર જશે? આ ફેક્ટરને જોતા આશા જાગી

Stock Market: સેન્સેક્સ આજે 60 હજારથી ઉપર જશે? આ ફેક્ટરને જોતા આશા જાગી

શેરબજાર આજે 60 હજારને પાર થઈ શકે છે. ફાયદાના સોદા માટે તૈયાર રહો.

Sensex Nifty Today Expert Views: ભારતીય શેરબજર પાછલા મહિનાના કેટલાક ઝટકાથી પૂરી રીતે ઉભરી રહ્યું હોવાનું હાલ દેખાઈ રહ્યું છે. એક્સપર્ટનું માનીએ તો આ વખતે બજાર નવી ઉંચાઈઓને સ્પર્શી શકે છે. કારણ કે તેના માટેના ફેક્ટર્સ આશા વધુ જગાવી રહ્યા છે. જો આજે પણ માર્કેટમાં રોકાણકારો ખરીદદારી ચાલું જ રાખશે તો સેન્સેક્સ એકવાર ફરી 60 હજારને પાર જઈ શકે છે. જ્યારે નિફ્ટી 18000 નજીક પહોંચી શકે છે.

વધુ જુઓ ...
    નવી દિલ્હીઃ ભારતીય શેરબજાર આજે સતત બીજા કારોબારી સત્રમાં પણ તેજીનો મુડ બનાવી રહ્યું હોવાનું દેખાઈ રહ્યું છે. ગ્લોબલ માર્કેટથી મળી રહેલા પોઝિટિવ સંકેતોથી આજે સ્થાનિક રોકાણકારોએ ખરીદી શરુ કરી તો સેન્સેક્સ 60 હજારને પાર કરી જશે તેવું નિષ્ણાતોનું માનવું છે. ગઈકાલના કારોબારી સત્રમાં સેન્સેક્સ 659 અંકના જબરજસ્ત ઉછાળા સાથે 59688 પર બંધ થયું હતું. જ્યારે નિફ્ટી 174 અંક ચઢીને 17799 પર પહોંચી ગયું હતું. એક્સપર્ટનું કહેવું છે કે આજના કારોબારમાં સેન્સેક્સ નિફ્ટીની તેજી આગળ વધી શકે છે. ગ્લોબલ માર્કેટમાંથી પણ તેજીના પોઝિટિવ સંકેતો મળી રહ્યા છે જેને અનુસરીને ભારતીય રોકાણકારો જો ખરીદી ચાલુ રાખે છે તો માર્કેટ ફરી એકવાર 60 હજારના મનોવૈજ્ઞાનિક સ્તરને પાહર કરી જશે.

    ગજબ! 20 વર્ષના કોલેજ સ્ટુડન્ડે શેરબજારમાં એક મહિનામાં કરી અધધ રુ. 664 કરોડની કમાણી

    અમેરિકન અને યુરોપિયન માર્કેટની સ્થિતિ


    અમેરિકાના શેરબજારમાં ધીરે ધીરે પણ ચમક પરત ફરતી જોવા મળી રહી છે. વ્યાજ દરોમાં સતત વધારાના નિવેદન પછી અમેરિકન રોકાણકારોએ થોડા સમય માટે માર્કેટથી દૂર રહેવાનું મન બનાવી લીધું હતું અને સતત વેચાણ કરી રહ્યા હતા. જેના કારણે અમેરિકન બજારમાં મોટો કડાકો જોવા મળી રહ્યો હતો. જોકે હાલની સ્થિતિમાં મંદીનું જોખમ ઓછું થઈ રહ્યું હોવાનું જોવા મળી રહ્યું છે. જેનાથી રોકાણકારોનો ભરોસો પરત ફરી રહ્યો છે. આ જ કારણ છે કે ગત કારોબારી સત્રમાં અમેરિકાના મુખ્ય ઈન્ડેક્સો પૈકી એક NASDAQ પર 0.60 ટકાનો ઉછાળો જોવા મળી રહ્યો છે.

    Business Idea: એક એકરમાં આ ઝાડની ખેતી કરીને 30 વર્ષ સુધી તગડી કમાણી કરી શકો

    અમેરિકાન બજારની જેમ યુરોપિય બજારમાં પણ મોટાભાગના શેરમાર્કેટમાં તેજી જોવા મળી છે. યુરોપના મુખ્ય શેરબજારોમાં સામેલ જર્મનીના સ્ટોક એક્સચેન્જ પાછલા સત્રમાં 0.09 ટકા તૂટીને બંધ થયું પરંતુ ફ્રાંસનું શેરબજાર 0.33 ટકા વધીને બંધ થયું હતું. આ ઉપરાંત લંડનનું સ્ટોક એક્સચેન્જ પણ 0.33 ટકા ઉછળીને બંધ થયું હતું.

    એશિયન બજારોમાં તેજી


    એશિયાના મોટાભાગના શેરબજારો આજે સવારે ઉછાળા સાથે ખુલ્યા હતા અને લીલા નિશાન પર કારોબાર કરી રહ્યા છે. સિંગાપોર સ્ટોક એક્સચેન્જ પર એસજીએક્સ નિફ્ટી 0.59 ટકા ઉપર ટ્રેડ કરી રહી છે. જ્યારે જાપાનનો નિક્કેઈ 0.61 ટકા વધીને ટ્રેડ કરી રહ્યો છે. તાઈવાનના શેરબજારમાં પણ 0.54 ટકા અને દક્ષિણ કોરિયાના કોસ્પી પર 0.33 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. જોકે, ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ આજે 0.42 ટકાના ઉછાળ સાથે કારોબાર કરી રહ્યો છે.

    Explainer: શું છે અલ્ગો ટ્રેડિંગ? શું આ રીતે લે-વેચમાં થાય છે તગડો ફાયદો?

    વિદેશી રોકાણકારોએ શેર ખરીદ્યા


    ભારતીય શેરબજારમાં વિદેશી રોકાણકારોની ખરીદી વધી રહી છે. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં પણ વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ રૂ. 2913.09 કરોડના શેર ખરીદ્યા હતા, જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ સમાન સમયગાળા દરમિયાન રૂ. 212.61 કરોડના શેરનું વેચાણ કર્યું હતું.

    (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
    Published by:Mitesh Purohit
    First published:

    Tags: BSE Sensex, Business news, Nifty50, Stock market Tips

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन