Sensex ફરી 40 હજારને પાર, આ કારણોથી આવી તેજી, તમારી પાસે પણ કમાવાની ઉત્તમ તક

News18 Gujarati
Updated: October 30, 2019, 11:38 AM IST
Sensex ફરી 40 હજારને પાર, આ કારણોથી આવી તેજી, તમારી પાસે પણ કમાવાની ઉત્તમ તક
ટેક્સ હટાવવાથી સેન્સેક્સ-નિફ્ટીમાં આવશે 5 ટકાની તેજી, રોકાણકારોની પાસે નાની અવધિમાં પૈસા કમાવવાની ઉત્તમ તક

ટેક્સ હટાવવાથી સેન્સેક્સ-નિફ્ટીમાં આવશે 5 ટકાની તેજી, રોકાણકારોની પાસે નાની અવધિમાં પૈસા કમાવવાની ઉત્તમ તક

  • Share this:
નવી દિલ્હી : અમેરિકા અને એશિયાના બજારોથી મળેલા મજબૂત સંકેતોના કારણે સ્થાનિક શૅર બજાર (Stock Market)ની શરૂઆત તેજી સાથે થઈ છે. આ તેજીમાં સેન્સેક્સ (Sensex)એ ફરીથી ઐતિહાસિક સ્તર 40 હજારને પાર કરી દીધું છે. BSEના 30 શૅરોવાળા મુખ્ય ઇન્ડેક્સ સેન્સેક્સ (Sensex Live) હાલ (11:30 AM) 200 પૉઇન્ટ વધીને 40,020 પર પહોંચી ગયો છે. બીજી તરફ, NSEના 50 શૅરોવાળા મુખ્ય ઇન્ડેક્સ (Nifty Live) 51 પૉઇન્ટ તેજીની સાથે 11,838ના સ્તરે છે. એક્સપર્ટ્સનું કહેવું છે કે મોદી સરકાર તરફથી STT (Security Transaction Tax) અને LTCG (Long Term Capital Gains) ટેક્સને હટાવવાના અહેવાલોને કારણે બજારમાં મોટો ઉછાળો આવ્યો છે. એવામાં રોકાણકારો (Investors)ની પાસે નાની અવધિમાં પૈસા કમાવવાની તક છે. જેથી સારા ફંડામેન્ટલવાળા શૅરોમાં પૈસા રોકીને કમાણી કરી શકાય છે.

હવે શું થશે?

CNBC આવાજના સૂત્રોને મળેલી જાણકારી મુજબ, સરકાર બે ટેક્સ હટાવવાની તૈયારીમાં છે. શૅર બજારમાં હજુ લૉન્ગ ટર્મ કેપિટલ ગેઇન (LTCG) ટેક્સ, સિક્યોરિટીઝ ટ્રાન્જેક્શન ટેક્સ (STT) અને ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યૂશન ટેક્સ (DDT) લાગે છે. સૂત્રો મુજબ, પીએમ ઓફિસ હાલ નીતિ આયોગ અને નાણા મંત્રાલય રેવન્યૂ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ સાથે ટેક્સની સમીક્ષા કરી રહ્યું છે.

>> એક અન્ય સૂત્રએ જણાવ્યું કે, સરકાર બજેટ પહેલા જ આ ઉપાયોની જાહેરાત કરી શકે છે. નિર્મલા સીતારમણ અર્થતંત્રને પાટા પર લાવવા માટે પહેલા જ અનેક પગલાં ઉઠાવી ચૂક્યાં છે.

>> આવતાં વર્ષે ફેબ્રુઆરીમાં નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરવાનાં છે. બજેટ માટે પાયાનું કામ નવેમ્બરના અંત સુધી ખતમ થઈ જશે. જોકે, આ વિશે મોકલવામાં આવેલા સવાલોના પીએમ ઓફિસ અને નાણા મંત્રીએ કોઈ જવાબ નથી આપ્યા. સૂત્રોથી મળેલી જાણકારી મુજબ, Equity પર એક ટેક્સના વિકલ્પ પર વિચારણા ચાલી રહી છે.

>> તેના માટે Equity, Debt, Commoditiesના ટેક્સની સમીક્ષા થઈ રહી છે. આ મુદ્દે DEA અને રાજસ્વ વિભાગની PMOમાં બેઠક થઈ ચૂકી છે.ટેક્સ હટાવવાથી સેન્સેક્સ-નિફ્ટીમાં આવશે 5 ટકાની તેજી

એસકોર્ટ સિક્યુરિટીના રિસર્ચ હેડ આસિફ ઇકબાલે ન્યૂઝ18ને જણાવ્યું કે, જો STT, LTCGમાં કાપ મૂકાય છે તો અહીંથી સેન્સેક્સ-નિફ્ટીમાં 5 ટકાનો ઉછાળો આવી શકે છે. એવામાં રોકાણકારોને સારી કંપનીઓના શૅરોમાં પૈસા લગાવવા જોઈએ. તેનો ફાયદો મ્યૂચ્યૂઅલ ફંડ (Mutual Fund Investment)માં પૈસા રોકાનારાઓને પણ મળશે.

આ પણ વાંચો,

વિક્રમ સંવત 2076માં Stock Marketમાં કેવી રીતે કમાશો? યાદ રાખો વૉરેન બફેની 5 Golden Tips
આ દિવાળીએ અહીં રોકાણ કરો, આવતી દિવાળીએ આપશે Bumber Return
First published: October 30, 2019, 11:35 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading