Home /News /business /Sensex Nifty50 All Time High: સેન્સેક્સ નિફ્ટીમાં બૂમબાટ તેજી, પહેલીવાર 62600 પાર
Sensex Nifty50 All Time High: સેન્સેક્સ નિફ્ટીમાં બૂમબાટ તેજી, પહેલીવાર 62600 પાર
શેરબજારમાં આજે દિવાળી, સેન્સેક્સ અને નિફ્ટીએ નવા ઓલ ટાઈમ હાઈ બનાવ્યા.
Sensex Nifty hits all time high: આજે ભારતીય શેરબજારે વૈશ્વિક દબાણ હેઠળ નબળી શરુઆત કર્યા બાદ આગઝરતી તેજીની સવારી કરી હતી. શેરબજારમાં બેફામ તેજીથી સેન્સેક્સ અને નિફ્ટીએ નવો જ ઓલ ટાઈમ હાઈ બનાવ્યો છે અને રોકાણકારો આજે માલામાલ બન્યા છે.
મુંબઈઃ 30 શેરવાળા BSE સેન્સેક્સે ટ્રેડિંગ સપ્તાહના પહેલા જ દિવસે એટલે કે સોમવારે નવો રેકોર્ડ બનાવ્યો. સવારે નબળી શરૂઆત બાદ માર્કેટમાં તેજી આવી અને સેન્સેક્સે પહેલીવાર 62600ની સપાટી પાર કરી. સમાચાર લખાય છે ત્યાં સુધી સેન્સેક્સનો 52 સપ્તાહનો સર્વોચ્ચ સ્તર 62667 છે જે આજે બન્યો છે. બપોરે 12.50 વાગ્યાની આસપાસ સેન્સેક્સ 376થી વધુ પોઈન્ટના વધારા સાથે 62667ની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે.
બજારની શરૂઆત આજે ઘટાડા સાથે થઈ હતી. આજે સેન્સેક્સ 278 પોઈન્ટના ઘટાડા સાથે 62016ના સ્તર પર ખુલ્યો છે. બીજી તરફ નિફ્ટીએ પણ 82 પોઈન્ટના ઘટાડા સાથે 18,431 પર ટ્રેડિંગ શરૂ કર્યું હતું. જોકે, વૈશ્વિક બજારના દબાણમાંથી બહાર આવ્યા બાદ રોકાણકારોએ ખરીદી શરૂ કરી હતી અને સવારે 9.30 વાગ્યા સુધીમાં સેન્સેક્સ 45 પોઈન્ટ વધીને 62338 પર પહોંચી ગયો હતો. આ સમયગાળા દરમિયાન નિફ્ટી પણ 12 પોઈન્ટ ઉછળીને 18524ની સપાટીએ પહોંચી ગયો છે.
મહેતા ઇક્વિટીઝના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ દ્વારા NDTVમાં આપવામાં આવેલા એક નિવેદન અનુસાર, રોકાણકારો અગાઉ ચીનમાં કોવિડ-19ના વધતા કેસોને કારણે સલામત આશ્રય તરીકે યુએસ ડૉલરની વધતી માંગને લઈને ચિંતિત હતા. આ સાથે ચીનમાં સતત લોકડાઉનને કારણે ચીનમાં માંગ ઘટી રહી છે અને ચીન મંદીનો ખતરો છે. આ કારણોસર શરૂઆતમાં વેચવાલી જોવા મળી હતી. મહેતા કહે છે કે ચીનની સેન્ટ્રલ બેંકે કોવિડ-19ને કારણે ઊભી થયેલી અનિશ્ચિતતાઓને અમુક અંશે તેના સમર્થનમાં વધારો કરીને કાબુમાં લીધો છે અને રોકાણકારો તેને સકારાત્મક રીતે જોઈ રહ્યા છે.
કોટક AMCના MD અને CEO નિલેશ શાહ કહે છે કે વૈશ્વિક અર્થતંત્રમાં ભારે ઉથલપાથલ ચાલી રહી છે. પરંતુ, આ બધાની વચ્ચે ભારતની અર્થવ્યવસ્થા ખૂબ જ સારું પ્રદર્શન કરી રહી છે. આ સંકેતોને કારણે જ ભારતીય બજારો નવી ઊંચાઈએ પહોંચ્યા છે. તમને જણાવી દઈએ કે નિફ્ટીએ 405 દિવસ અને 275 સેશન પછી 18604ના સ્તરને પાર કરીને નવો ઓલ ટાઈમ હાઈ બનાવ્યો છે. તો સેન્સેક્સ અને બેન્ક નિફ્ટી પણ અત્યાર સુધીના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયા છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
Published by:Mitesh Purohit
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર