નવી દિલ્હીઃ આજે માર્કેટ દબાવમાં ખુલતાની સાથે જ તેમાં સતત ઉતાર-ચઢાવ જોવા મળ્યા છે. જો આજના માર્કેટ ક્લોઝિગની વાત કરીએ તો, કાલની સરખામણીએ ભાવમાં કંઈ વધારે અંતર જોવા મળી રહ્યુ નથી. આજે સેન્સેક્સ અને નિફ્ટી અસ્થિર સત્રમાં સપાટ કારોબાર કરી રહ્યા છે. આજે સેન્સેક્સ કાલના બંધ ભાવ કરતા 17.15 અંક ઘટીને 60910.28 પર જ્યારે નિફ્ટી 9.80 અંકના ઘટાડા સાથે 18,122 પર બંધ થઈ છે.
અગાઉના ટ્રેડિંગ સેશનની વાત કરીએ તો સેન્સેક્સ 361 પોઈન્ટ વધીને 60,927 પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 118 પોઈન્ટ વધીને 18,132 પર પહોંચ્યો હતો. જો કે નિફ્ટીમાં જોવા મળી રહેલી તેજી આજે મોળી પડી હોય તેવું લાગી રહ્યુ છે. પરંતુ આજ સવારે ઓપન ભાવ કરતા તે સપાટ કારોબારમાં ઉતાર-ચઢાવ સાથે ટ્રેડ થઈ રહી હતી. જ્યારે સેન્સેક્સ પણ તેના અગાઉના બંધ આંકડાઓની આસપાસ જ બંધ થતો જોવા મળ્યો છે.
આજના કારોબારમાં આઈલ, ગેસ અને વીજળી ઈન્ડેક્સમાં 1 ટકાની વૃદ્ધિ જોવા મળી છે, જ્યારે ફાર્મા, મેટલ અને પીએસયૂ બેંકોમાં વેચવાલી જોવા મળી છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર