ન્યૂઝ18 ગુજરાતી : લોકસભા ચૂંટણીને લઈને રવિવારે આવેલા એક્ઝિટ પોલના પરિણામો બાદ ફરી મજબૂત સરકાર બનવાની શક્યતાથી ખુશ શેર બજારમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. બીએસઈઅના 30 શેરવાળો મુખ્ય ઇન્ડેક્સ સેન્સેક્સ હાલ (2.48 PM) 1355 પોઇન્ટ ઉછળીને 39,286ના સ્તરે પહોંચી ગયો છે. બીજી તરફ, એનએસઈના 50 શેરવાળો મુખ્ય ઇન્ડેક્સ નિફ્ટી 395 પોઇન્ટ ઉછળીને 11,802ના સ્તરે છે.
એક્સપર્ટ્સનું કહેવું છે કે નિફ્ટીમાં આ એક દિવસમાં પોઈન્ટના હિસાબથી બીજી સૌથી મોટી તેજી છે. આગામી કેટલાક દિવસોમાં શેર બજારમાં 2થી 3 ટકાની તેજી આવવાની આશા છે. રોકાણકારોને શેર બજારમાં પોતાના પૈસા વધારી શકે છે.
નિફ્ટીમાં અત્યાર સુધીની 5 સૌથી મોટી તેજી
>> 18 મે 2009- નિફ્ટી 651 પોઇન્ટ ઉછળ્યો હતો
>> 20 મે 2019 - નિફ્ટી 425 પોઇન્ટ ઉછળ્યો હતો
>> 25 જાન્યુઆરી 2008 - નિફ્ટી 350 પોઇન્ટ વધ્યો હતો
>> 23 જાન્યુઆરી 2008- નિફ્ટી 304 પોઇન્ટ ઉછળ્યો હતો
>> 23 ઓક્ટોબર 2007- નિફ્ટીમાં 290 પોઇન્ટની તેજી નોંધાઈ હતી
શેર બજારમાં કેમ આવી તેજી?
માર્કેટ એક્સપર્ટ ઉદયન મુખર્જીનું કહેવું છે કે એક્ઝિટ પોલના આંકડા અને મોદી સરકાર ફરીથી સત્તામાં પરત ફરવાની આશાથી બજારમાં તેજી જોવા મળી રહી છે. ચૂંટણીના પરિણામો જો એક્ઝિટ પોલની જેમ આવે છે તો નિફ્ટીમાં 12,000 સુધીનું સ્તર જોવા મળશે.
ઉદયન મુખર્જી જણાવે છે કે રોકારણકારોને આગામી થોડાક દિવસોમાં બજારની આવી રેલીમાં ભાગીદારી કરવાની રહેશે. તેઓ સિલેક્ટેડ સેક્ટર પર ધ્યાન રાખે. બજારની આ રેલીમાં ફાર્મા, બ્લૂચિપ શેર, આઈટી સેક્ટર ભાગીદારી નહીં કહે જેથી બજારની રેલીમાં ક્વોલિટી મિડકેપ શેરોમાં ખુલીને રોકાણ કરવાની સલાહ રહેશે.
રૂપિયો 79 પૈસા મજબૂત
ડોલરના મુકાબલે રુપિયો સોમવારે 79 પૈસા મજબૂત થઈને 69.44 પર પહોંચી ગયો. શુક્રવારે 20 પૈસાના ઘટાડાની સાથે 70.23 પર બંદ થયો હતો. બીજી તરફ, કાચા તેલના ભાવમાં તેજી આવી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેંટ ક્રૂડની કિંમત 1.48 ટકા વધીને 73.28 ડોલર પ્રતિ બેરલ થઈ ગઈ.
ઉલ્લેખનીય છે કે, સાતમા તબક્કાનું મતદાન ખતમ થયા બાદ રવિવારે આવેલા મોટાભાગના એક્ઝિટ પોલ્સે એનડીએને 287થી 340 સીટો મળવાનો દાવો કર્યો છે. સરકાર રચવા માટે 272 સીટોની જરૂર છે અને એક્ઝિટ પોલ્સના આંકડા તેનાથી વધુ છે. આ આંકડાઓને કારણે શેર બજારમાં પણ હકારાત્મક વલણ જોવા મળી રહ્યું છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર