આ કારણે શૅર બજારમાં આવી રોનક, પહેલીવાર Sensex 42000ને પાર, નિફ્ટીમાં પણ તેજી

News18 Gujarati
Updated: January 16, 2020, 11:00 AM IST
આ કારણે શૅર બજારમાં આવી રોનક, પહેલીવાર Sensex 42000ને પાર, નિફ્ટીમાં પણ તેજી
દિગ્ગજ શૅરોનો આવો રહ્યો હાલ, નિફ્ટીમાં આઈટી અને મેટલને બાદ કરતાં તમામ સેક્ટરનો ઇન્ડેક્સ લીલા નિશાનમાં જોવા મળ્યા

દિગ્ગજ શૅરોનો આવો રહ્યો હાલ, નિફ્ટીમાં આઈટી અને મેટલને બાદ કરતાં તમામ સેક્ટરનો ઇન્ડેક્સ લીલા નિશાનમાં જોવા મળ્યા

  • Share this:
નવી દિલ્હી : શૅર બજાર (Share Market) આજે વધારા સાથે ખુલ્યો છે. અમેરિકા અને ચીન ટ્રેડ ડીલ (America-China Deal)ના પહેલા ચરણ પર હસ્તાક્ષર થઈ ગયા છે. ત્યારબાદ બજારમાં રોનક આવી ગઈ છે. બૉમ્બે સ્ટૉક ઍક્સચેન્જના મુખ્ય ઇન્ડેક્સ સેન્સેક્સ (Sensex) 32.98 પૉઇન્ટ એટલે કે 0.08 ટકાના વધારા સાથે 41,905.71ના સ્તરે ખુલ્યો. બીજી તરફ, નેશનલ સ્ટૉક ઍક્સચેન્જનો નિફ્ટી (Nifty) 9.70 પૉઇન્ટ એટલે કે 0.08 ટકાના વધારા સાથે 12,353ના સ્તરે ખુલ્યો.

બીજા ફૅઝની સહમતિ બાદ તમામ ટૅરિફ પરત હટશે

બંનેની વચ્ચે બીજા ચરણની ડીલ પર વાતચીત શરૂ થઈ ગઈ છે. બીજા ફૅઝની સહમતિ બાદ તમામ ટૅરિફ પરત હટશે. બંને દેશોની વચ્ચે IPR મામલા પર સહમતિ સધાઈ છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ કરી દીધું છે કે બીજા ચરણની ડીલ બાદ જ ચીન સાથે ટૅરિફ હટશે. તેઓએ કહ્યું છે કે ચીન પર લાગેલા ટૅરિફ હજુ હટાવવામાં આવે. ચીન પર આગળ પણ દબાણ ચાલુ રહે તેના માટે હાલ ટૅરિફ નથી હટાવવામાં આવ્યા. બીજા ચરણની ડીલ બાદ ટૅરિફ હટાવી દેવામાં આવશે.

દિગ્ગજ શૅરોનો આવો રહ્યો હાલ

દિગ્ગજ શૅરોમાં યસ બેંક, ગૅલ, સન ફાર્મા, અલ્ટ્રાટેક સીમેન્ટ, નેસ્લે ઈન્ડિયા, કોટક મહિન્દ્ર બેંક, ઝી લિમિટેડ, ભારતી એરટેલ, પાવર ગ્રિડ અને એસબીઆઈના શૅર લીલા નિશાન પર ખુલ્યા. બીજી તરફ વેદાંતા લિમિટેડ, જેએસડબલ્યૂ સ્ટીલ, ટાટા સ્ટીલ, એનટીપીસી, હીરો મોટોકોર્પ, ટાઇટન, ટાટા મોટર્સ, એમ એન્ડ એમ અને કૉલ ઈન્ડિયાના શૅર લાલ નિશાન પર ખુલ્યા.

નિફ્ટીમાં આઈટી અને મેટલને બાદ કરતાં તમામ સેક્ટરનો ઇન્ડેક્સ લીલા નિશાનમાં જોવા મળી રહ્યા છે. નિફ્ટીના ઑટો ઇન્ડેક્સમાં 0.03 ટકા, પીએસયૂ બેંક ઇન્ડેક્સમાં લગભગ 0.32 ટકા, પ્રાઇવેટ બેંક ઇન્ડેક્સમાં 0.18 ટકાની તેજી જોવા મળી છે, જ્યારે આઈટી ઇન્ડેક્સમાં 0.03 ટકા અને મેટલ ઇન્ડેક્સમાં 0.80 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. બેંક નિફ્ટી 0.25 ટકાના વધારા સાથે 31,904ની આસપાસ જોવા મળી રહ્યો છે.આ પણ વાંચો, આ તારીખથી ATM કાર્ડથી પૈસા ઉપાડવાના બદલાશે નિયમો, RBIએ કર્યો નિર્ણય
First published: January 16, 2020, 10:52 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading