Home /News /business /સેન્સેક્સ પહેલી વખત 35,000ને પાર, નિફ્ટી 10,750ને પાર

સેન્સેક્સ પહેલી વખત 35,000ને પાર, નિફ્ટી 10,750ને પાર

શેર બજારનાં રેકોર્ડબ્રેક પ્રદર્શનમાં દિવસે દિવસે વધારો થઇ રહ્યો છે. આજે સેન્સેક્સે નવો જ રેકોર્ડ બનાવી લીધો છે

શેર બજારનાં રેકોર્ડબ્રેક પ્રદર્શનમાં દિવસે દિવસે વધારો થઇ રહ્યો છે. આજે સેન્સેક્સે નવો જ રેકોર્ડ બનાવી લીધો છે

    મુંબઇ: શેર બજારનાં રેકોર્ડબ્રેક પ્રદર્શનમાં દિવસે દિવસે વધારો થઇ રહ્યો છે. આજે સેન્સેક્સે નવો જ રેકોર્ડ બનાવી લીધો છે. આ સાથે જ પહેલી વખત સેન્સેક્સે 35,000 પોઇન્ટ્સનો આંકડો પાર કરી લીધો છે. ત્રીજા ક્વાટરમાં સારા પ્રદર્શનને કારણે બજારને આ મજબૂતી મળી છે. તેનું કારણ છે કે સવારની સુસ્ત શરૂઆત છતા પણ માર્કેટ રેકોર્ડ બ્રેક સ્તરે પહોંચી ગયુ છે.

    હાલમાં સેન્સેક્સ 265 પોઇન્ટની મજબુતી સાથે 35,042નાં સ્તર પર છે તો નિફ્ટી પણ 10,750નાં આંકડાને પાર કરી ગયો છે. હાલમાં 73 અંકનાં વધારા સાથે બિઝનેસ આગળ વધી રહ્યો છે. આ સાથે જ તે 10,778 પહોંચી ગયો છે. શરૂઆતમાં બિઝનેસમાં બેંક, આઇટી, મેટલ ફાર્મા, રિયાલિટી અને FMCG ઇન્ડેક્સમાં વધારો થવાથી માર્કેટનો સપોર્ટ મળ્યો છે.

    વૈશ્વિક બાજાર તરફથી મળેલાં મજબૂત સંકેતોને કારે લોકલ શેર બજારમાં બુધવારે એટલે કે આજે માર્કેટ તેજીથી આગળ વધી ગયુ છે. હાલમાં સેન્સેક્સ જ્યાં 154 પોઇન્ટ મજબૂત થયુ ત્યાં નિફ્ટી 36 પોઇન્ટની મજબૂતી સાથે આગળ વધ્યુ છે.

    હાલમાં સેન્સેક્સ 154.20 અંકની મજબૂતી સાથે 34,925.25નાં સ્તર પર બિઝનેસ કરી રહ્યો છે. તો નિફ્ટી 36.25 અંક વધીને 10,737નાં સ્તર પર કારોબાર કરી રહ્યો છે.

    શરૂઆતમાં કારોબારીમાં અઇટી અને બેંકિંગ શેરમાં વધારો જોવા મળ્યો. હાલમાં ઇન્ફોસિસ, ICIC બેંક, TCS અને SBI અને ITCનાં શેર્સમાં વધારો જોવા મળી ચુક્યો છે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: નિફ્ટી, સેન્સેક્સ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन