Home /News /business /FY23 Stock Market: નવા નાણાંકીય વર્ષની શાનદાર શરૂઆત, આગળ કેવી રહેશે બજારની ચાલ?

FY23 Stock Market: નવા નાણાંકીય વર્ષની શાનદાર શરૂઆત, આગળ કેવી રહેશે બજારની ચાલ?

બીએસઈ બિલ્ડિંગ (ફાઇલ તસવીર)

Stock Market: એવું લાગી રહ્યું છે કે નિફ્ટી બહુ ઝડપથી 18,000ના સ્તરને સ્પર્શી શકે છે. નીચેની બાજુએ નિફ્ટી માટે 17,500-17,420 પર સપોર્ટ છે.

  નવી દિલ્હી: નાણાકીય વર્ષ 2022-23ને ભારતીય શેર બજાર (Indian stock market)ને શાનદાર સલામી આપી છે. ગઈકાલે એટલે કે 1 એપ્રિલ, 2022ના રોજ બેંક, પાવર, ઓઇલ એન્ડ ગેસ અને રિયલ્ટી શેર્સમાં જોરદાર તેજીને પગલે સેન્સેક્સ (Sensex) અને નિફ્ટી (Nifty50) એક ટકાથી વધારેના ઉછાળા સાથે બંધ રહ્યા હતા. શુક્રવારે સેન્સેક્સે ઇન્ટ્રાડેમાં 59,396.62ની સપાટીની સ્પર્શ કરી હતી. દિવસના અંતે સેન્સેક્સ 708.18 પોઈન્ટ એટલે કે 1.21 ટકા ઉછળીને 59,276.69ના સ્તર પર બંધ રહ્યો હતો. બીજી તરફ ઇન્ટ્રાડેમાં નિફ્ટીએ 17,703ની સપાટીને સ્પર્શ કરી હતી. દિવસના અંતે નિફ્ટી 205.70 પોઇન્ટ વધીને એટલે કે 1.18 ટકા વધીને 17,670.45ના સ્તર પર બંધ રહ્યો હતો.

  આગળ કેવી રહેશે બજારની ચાલ?


  Kotak Securities ના શ્રીકાંત ચૌહાણનું કહેવું છે કે આ અઠવાડિયા ભારતીય બજારે પોઝિટિવ રિટર્ન આપ્યું છે. વૈશ્વિક સ્તરે પણ આ અઠવાડિયા ઇક્વિટી માર્કેટ ખૂબ મજબૂત રહ્યું છે. રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલી વાતચીતમાં પ્રગતિના સંકેતને પગલે બજારને સમર્થન મળ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું કે, કોમોડિટીના ભાવમાં હાઈથી તાજેતરમાં થોડી નરમાઈ આવી છે. આ કારણે ભારતીય બજારમાં એક વિશાળ આધારવાળી તેજી જોવા મળી છે. આ તેજીમાં મોટાભાગના સેક્ટોરિયલ ઇન્ડેક્સે સકારાત્મક રિટર્ન આપ્યું છે.

  શ્રીકાંત ચૌહાણે વધુમાં જણાવ્યુ કે, આ અઠવાડિયે ક્રૂડ ઓઇલની કિંમતમાં ઘટાડો આવ્યો છે. ક્રૂડ ઓઇલની આયાત કરતા ભારત જેવા દેશ માટે આ સારા સમાચાર છે. આગળ બજારની નજર કોમોડિટીની કિંમત, મોંઘવારીના આંકડા અને કેન્દ્રીય બેંકોના નીતિગત નિર્ણયો પર રહેશે.

  આ પણ વાંચો: પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારાનો ઝટકો આજે પણ ચાલુ

  આવતું અઠવાડિયું કેવું રહેશે?


  શેરખાનના ગૌરવ રત્નપારખીનું કહેવું છે કે, પહેલી એપ્રિલના રોજ ક્લોજિંગ આધારે 17,500નું મોટું વિઘ્ન પાર થયું છે. વીકલી ચાર્ટ પર એવા સંકેત મળે છે કે આ અઠવાડિયે ઇન્ડેક્સે ઉછાળો જાળવા રાખવામાં સફળતા મેળવી છે. તેણે વીકલી ચાર્ટ પર એક બુલિશ આઉટ સાઇડ બાર બનાવ્યો છે. ડેલી ચાર્ટ પર પણ નિફ્ટીએ એક બુલિશ આઉટ સાઇડ બાર બનાવ્યો છે, આ સાથે જ તેણે એક ઇનગલ્ફિંગ બુલિશ કેન્ડલ બનાવી છે. આ વાત પરથી એ વાતનો સંકેત મળે છે કે બુલ્સનો ઝંડો મજબૂત છે.

  આ પણ વાંચો: ઘર ખરીદવા પર કેટલા ટેક્સની બચત કરી શકાય? જાણો તમામ વિગત

  આ સાથે જ ડેઈલી બોલિંગર બેન્ડે ઉપર તરફ આગળ વધવાની શરૂઆત કરી છે. જેનાથી ઇન્ડેક્સનો ઉપરની બાજુએ જવાનો રસ્તો ખુલતો નજરે પડી રહ્યો છે. આ તમામ સંકેત પરથી એવું લાગે છે કે નિફ્ટી બહુ ઝડપથી 18,000ની સપાટીને સ્પર્શ કરી શકે છે. નીચેની બાજુએ નિફ્ટી માટે 17500-17420 પર સપોર્ટ નજરે પડે છે.

  (ખાસ નોંધ: અહીં આપવામાં આવેલો અભિપ્રાય વ્યક્તિગત અથવા જે તે બ્રોકરેજ હાઉસનો છે, ન્યૂઝ18 ગુજરાતી કે તેના મેનેજમેન્ટનો નહીં. શેર બજારમાં રોકાણ પહેલા સર્ટિફાઇડ નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.)
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: Share market, Stock market, નિફ્ટી, સેન્સેક્સ

  विज्ञापन

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन