સેન્સેક્સમાં 287 પૉઇન્ટનો ઉછાળો, નિફ્ટી 10200ની ઉપર

સેન્સેક્સમાં 287 પૉઇન્ટનો ઉછાળો, નિફ્ટી 10200ની ઉપર.

  • Share this:
    આજે શેરબજારમાં નવા નાણાકીય વર્ષ 2019ની શરૂઆતમાં ઉછાળો આવ્યો છે. સેન્સેક્સ 0.87 ટકા અને નિફ્ટી 0.97 ટકાના ઉછાળા સાથે બંધ રહ્યા હતા. નિફ્ટી ઊંચામાં 10,220.1 સુધી અને સેન્સેક્સ 33,289.3 સુધી પહોંચ્યા હતા. છેલ્લે, સેન્સેક્સમાં 286.68 પૉઇન્ટ અને નિફ્ટીમાં 98.10 પૉઇન્ટનો વધારો નોંધાયો હતો.

    આજે સ્મોલકેપ અને મિડકેપના શેરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. બીએસઇનો મિડકેપ ઇન્ડેક્સ 1.4 ટકાના વધારા સાથે 16,186.3ની સપાટીએ બંધ રહ્યો હતો. નિફ્ટીના મિડકેપ 50 ઇન્ડેક્સ 2 ટકાથી વધુ ઊંચે 5,078.10ની સપાટીએ બંધ રહ્યો હતો. બીએસઇ સ્મોલકેપ ઇન્ડેક્સ 2.4 ટકા વધ્યો છે અને 17,394ની સપાટીએ બંધ રહ્યો હતો.

    ઓટો, એફએમસીજી, ફાર્મા, કેપિટલ ગુડ્સ, પાવર શેરોમાં ભારે ખરીદી જોવા મળી હતી. નિફ્ટીનો ઓટો ઇન્ડેક્સ 2.2 ટકા, એફએમસીજી ઇન્ડેક્સ 1.4 ટકા અને ફાર્મા ઇન્ડેક્સ 3.14 ટકા વધ્યો છે. બીએસઈનું કેપિટલ ગુડ્સ ઇન્ડેક્સ 2 ટકા વધ્યો હતો, જ્યારે પાવર ઇન્ડેક્સમાં 1.29 ટકાનો વધારો થયો હતો. બેન્ક નિફ્ટી 0.27 ટકાના વધારા સાથે 24,328.50ના સ્તરે બંધ રહ્યો હતો.

    બીએસઇ 30 શેરવાળા ઇન્ડેક્સ સેન્સેક્સ 287.68 પૉઈન્ટ અથવા 0.87 ટકાના વધારા સાથે 33,256.36ની સપાટીએ બંધ રહ્યો હતો. એનએસઇનો 50 શેરવાળો ઇન્ડેક્સ નિફ્ટી 98.10 પૉઇન્ટ અથવા 0.97 ટકાના વધારા સાથે 10,211.80ની સપાટીએ બંધ રહ્યો હતો.

    આજે અરવિંદો ફાર્મા, સિપ્લા, લ્યુપિન, કોટક મહિન્દ્રા બેંક, અદાણી પોર્ટ્સ, ટાટા મોટર્સ, ટાટા મોટર્સ ડીવીઆર અને વિપ્રોના શેરોના ભાવમાં 6.25-3 ટકા સુધીનો વધારો નોંધાયો હતો, જ્યારે આઇસીઆઇસીઆઇ બેન્ક, આઇઓસી, એક્સિ બૅન્ક, કોલ ઈન્ડિયા, હિંદાલ્કો, એસબીઆઇ અને ભારતી એરટેલના શેરોના ભાવમાં 6-1.1 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો.

    મિડકેપ શેરોમાં ટીવીએસ મોટર, ટાટા ગ્લોબલ બિવરેજીસ, ઇન્ડિયન હોટેલ્સ, ઓરેકલ ફાઇનાન્સિયલ સર્વિસીઝ અને ગહ ફાઇનાન્સના શેરોના ભાવામાં 7.4થી 5 ટકા સુધીનો વધારો નોંધાયો હતો, જ્યારે વક્રાંગી, જીએસકે કન્ઝ્યુમર, સેન્ટ્રલ બેન્ક, એલ્કેમ લેબ અને સીજી કન્ઝ્યુમરના શેરોના ભાવમાં 5-2.2 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો.

    સ્મોલકેપ શેરોમાં ઇલેક્ટ્રોકાસ્ટીલ કાસ્ટિંગ્સ, મધુકોન પ્રોજેક્ટ્સ, એરો ગ્રીનટેક, શિવમ ઓટો અને 63 મુંસ ટેકના શેરોના ભાવમાં 19.9-16.2 ટકાનો ઉછાળો નોંદાયો હતો, જ્યારે કેન ફિન હોમ્સ, ક્વોલિટી, જેબીએફ ઇન્ડસ્ટ્રીઝ, સિક્વેન્ટ સાયન્ટિફિક અને ગીતાંજલિ જેમ્સના શેરોના ભાવમાં 11.1-4.8 ટકાનો ઘટાડો નોંધાયો હતો.
    Published by:Sanjay Joshi
    First published: