Home /News /business /Share Market: 2023નો પહેલો સૌથી મોટ કડાકો; બજાર 600થી વધુ અંક તૂટ્યું, આ છે તેના કારણો

Share Market: 2023નો પહેલો સૌથી મોટ કડાકો; બજાર 600થી વધુ અંક તૂટ્યું, આ છે તેના કારણો

નવા વર્ષમાં બજારમાં પહેલો મોટો કડાકો, આ કારણે તૂટ્યું માર્કેટ

Share Market BSE Sensex: ભારતીય શેરબજાર આજે પોતાના પાછલા બે કારોબારી દિવસનું વલણ જાળવી શક્યું નહીં અને આખરે વૈશ્વિક દબાણ સામે ભારતીય બજારે ઘુંટણીયા ટેકવી દીધા હતા.

  મુંબઈઃ ભારતીય શેરબજારે આજે 4 જાન્યુઆરી, બુધવારે કારોબારની શરુઆત એકમદ ફ્લેટ કરી હતી. જોકે ત્યાર બાદ તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો. તેનું મુખ્ય કારણ વૈશ્વિક સ્તરે કેટલીક ચિંતાઓમાં વધારો અને સ્થાનિક સ્તરે રોકાણકારો દ્વારા કેટલીક પ્રોફિટ બુકિંગ હતું. બપોર સુધીમાં સેન્સેક્સ 638.80 પોઈન્ટ્સ અથવા 1.04 ટકા ઘટીને 60,655.40 પર અને નિફ્ટી 191 પોઈન્ટ્સ અથવા 1.05 ટકા ઘટીને 18,041.50 પર હતો. લગભગ 980 શેર્સમાં ઊંચો વેપાર થયો હતો, જ્યારે 2177 શેર્સમાં ઘટાડો થયો હતો અને 127 શેર્સ કોઈ ફેરફાર કર્યા વગર ફ્લેટ ટ્રેડ થઈ રહ્યા હતા.

  વૈશ્વિક સ્તરે, રોકાણકારોની નજર યુએસ સેન્ટ્રલ બેંકની ફેડરલ ઓપન માર્કેટ કમિટી (FOMC)ની ડિસેમ્બરની મીટિંગ પર હતી. અમે ફેડના સમાચાર પર નજીકથી નજર રાખી રહ્યા છીએ. નવા વર્ષમાં વ્યાજ દરમાં વધારા અંગે યુએસ સેન્ટ્રલ બેંકના વલણને દર્શાવશે. ભારતીય સમય અનુસાર, આ માહિતી આજે મોડી રાત સુધીમાં આવશે. ચાલો જોઈએ કે કયા કારણોસર આજે બજાર ઘટ્યું?

  આ પણ વાંંચોઃ આ ખબર સાંભળવા તો કાન તરસી ગયા, હવે ફરીથી આવશે LICના શેરોમાં તેજી, જાણો કેટલે પહોંચશે ભાવ?

  FOMC બેઠક વિશે જાણકારી


  13-14 ડિસેમ્બરે ફેડરલ ઓપન માર્કેટ કમિટી (FOMC) ની બેઠક પછી, યુએસ સેન્ટ્રલ બેંકે વ્યાજ દરોમાં 0.50 ટકાનો વધારો કર્યો હતો. આ તેની અગાઉની મીટિંગમાં 0.75% ના વધારા કરતા ઓછો હતો, પરંતુ તે જ સમયે તેઓએ ફુગાવાના વધારા અંગે નવા અંદાજો જારી કર્યા. અધિકારીઓ હવે 2023ના અંતમાં ફુગાવો 3.1 ટકા પર જુએ છે, જ્યારે ગત સપ્ટેમ્બરમાં તેમના વચગાળાના અનુમાન મુજબ મોંઘવારીનો દર 2.8 ટકા રહેશે તેવું કહેવામાં આવ્યું હતું.

  ત્યારેે આજના દિવસમાં નીચે આપેલા શેર્સ NIFTY50 ટોપ ગેઇનર્સ  આ છે આજના ટોપ લૂઝર્સ શેર્સ NIFTY50  2023માં વોલ સ્ટ્રીટની નબળી શરૂઆત


  વોલ સ્ટ્રીટ માટે વર્ષ 2023નું પ્રથમ ટ્રેડિંગ સત્ર 3 જાન્યુઆરી મંગળવારના રોજ હતું. ન્યુયોર્ક સ્ટોક એક્સચેન્જના મુખ્ય સૂચકાંક નાસ્ડેકમાં પ્રથમ દિવસે 0.76 ટકાનો ઘટાડો થયો હતો. ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ અને S&P 500 અનુક્રમે 0.03 ટકા અને 0.4 ટકા ઘટ્યા હતા. 11 મોટા S&P સેક્ટરોમાંથી છ ખોટ સાથે બંધ થયા છે, જેમાં સૌથી વધુ નુકસાન એનર્જી સેક્ટરમાં રહ્યું હતું.

  આ પણ વાંચોઃ એક એવી ટ્રેન જેમાં નથી કોઇ ટિકિટ કે TTE, લોકો મફતમાં જ માણે છે મુસાફરીનો આનંદ

  મંદી વિશે IMFની આગાહી


  ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)ના વડા, ક્રિસ્ટાલિના જ્યોર્જિવાએ કહ્યું છે કે વિશ્વનો એક તૃતીયાંશ ભાગ મંદીમાં છે. અને એવા દેશોમાં જ્યાં મંદી નથી ત્યાં પણ લાખો લોકો મંદીનો માર અનુભવશે. તેમણે CBSને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું, 'આ વર્ષે અમેરિકા, યુરોપિયન યુનિયન અને ચીનની અર્થવ્યવસ્થા ધીમી રહેશે. આવી સ્થિતિમાં, વર્ષ 2023 ગત વર્ષ કરતાં વધુ મુશ્કેલ હોઈ શકે છે.'

  પ્રોફિટ બુકિંગ


  મોતીલાલ ઓસ્વાલ ફાઇનાન્શિયલના રિસર્ચ હેડ સિદ્ધાર્થ ખેમકાએ કહ્યું, 'છેલ્લા કેટલાક દિવસોથી બજાર 18,000-18,200ની નેરો રેન્જમાં આગળ વધી રહ્યું છે. બેંક અને મેટલ જેવા કેટલાક સેક્ટરમાં ખરીદી જોવા મળી રહી છે, જેમાં આજે પ્રોફિટ બુકિંગ જોવા મળી રહ્યું છે. વેપારમાં નિફ્ટી બેન્ક 1.05 ટકા, નિફ્ટી પીએસયુ બેન્ક 1.8 ટકા અને નિફ્ટી મેટલ 2 ટકા ડાઉન છે.સેમકો સિક્યોરિટીઝના ટેકનિકલ વિશ્લેષક રોહન પાટીલે જણાવ્યું હતું કે, 'નિફ્ટી અપસાઇડ પર 18,400ના સ્તરે મજબૂત પ્રતિકારનો સામનો કરી રહી છે. ડાઉનસાઇડ પર, તેને 18,080-18000 લેવલની આસપાસ સારો સપોર્ટ છે.


  (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
  Published by:Mitesh Purohit
  First published:

  Tags: BSE Sensex, Business news, Earn money, Share market, Stock market

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन