નવી દિલ્હીઃ ભારતીય શેરબજાર શુક્રવાર 5 જાન્યુઆરીના રોજ સતત ત્રીજા દિવસે ઘટાડા સાથે બંધ થયું. આ 3 દિવસોમાં બીએસઈ સેન્સેક્સ અને નિફ્ટી ઘટાડામાં બંધ થયા છે. જો કે આજે પણ બજાર કાલના બંધ ભાવ કરતા થોડી તેજીની સાથે ખૂલ્યા પછી નીચેની તરફ ગતિ કરતું જોવા મળ્યુ છે. બજારની આવી સ્થિતિ લગભગ 3 દિવસથી કાયમ છે. આજે નિફ્ટી 128.00 અંકના ઘટાડા સાથે 17,864.20 સાથે બંધ થઈ છે, જ્યારે સેનસેક્સ પણ 427 અંકના ઘટાડા સાથે 59926.27 પર બંધ થયો છે.
જે વૈશ્વિક દબાણ હેઠળ ભારતીય બજાર પણ નેગેટીવ ટ્રેન્ડમાં ખૂલ્યું હતું. સેન્સેક્સ આજે ફ્લેટ ઓપનિંગ સાથે 60,388.74 અંક પર ઓપન થયો હતો જ્યારે નિફ્ટી 50 પણ આજે 18,008.05 ના સ્તરે ખૂલીને પછી એકવાર 18000ના સ્તરથી નીચે ઉતરી ગઈ હતી. આમ બજારમાં છેલ્લા કારોબારી દિવસે પણ ભારે દબાણ જવા મળી રહ્યું છે.
અમેરિકી ફેડરલ રિઝર્વની બેઠક સાથે જોડાયેલી જાણકારી સામે આવ્યા પછી અમેરિકી અને યૂરોપિય બજાર લાલ નિશાનમાં જતા રહ્યા છે. જેની અસર ભારતીય બજાર પર પણ જોવા મળી રહી છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
Published by:Sahil Vaniya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર