શેર બજારમાં કડાકો, GDPનો આંક નીચે આવતાં Sensex 770 પોઇન્ટ પટકાયો

News18 Gujarati
Updated: September 3, 2019, 4:06 PM IST
શેર બજારમાં કડાકો, GDPનો આંક નીચે આવતાં Sensex 770 પોઇન્ટ પટકાયો
પ્રતિકાત્મક તસવીર

GDPમાં ઘટાડો અને બૅન્કોના મર્જર બાદ બજારના મહૂર્તમાં કડાકો નિફ્ટી 10000ની નીચે

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી  ગત સપ્તાહે નાણા મંત્રીએ દેશની 10 સરકારી બૅન્કોનું 4 બૅન્કમાં વિલીનીકરણ કરવાની જાહેરાત કરી. આ ઉપરાંત દેશની ગ્રોસ ડૉમેસ્ટિક પ્રોડક્ટ ( GDP)ના બીજા ક્વાર્ટરમાં આંકડાઓ ગત વર્ષનાં આંકડા કરતાં 3 ટકાનો કડાકો બોલ્યો. આ તમામ ઘટનાઓની અસર ભારતીય શેરબજાર પર જોવા મળી છે. આજે ગણેશ ચતુર્થી બાદ ખુલતી બજારે શેરબજારમાં સેન્સેક્સ (Sensex)માં 769.88 પોઇન્ટ અને નિફ્ટી(Nifty)માં 225.35 પોઇન્ટથી વધારેનું ગાબડું પડ્યું છે. સેન્સેક્સ (Sensex) દિવસના અંતે 36562.91ના આંકે 2.6 ટકાના કડાકા સાથે બંધ થયો હતો. જ્યારે નિફ્ટી (Nifty) 10797.90ના આંકે 2.4 ટકાના કડાકા સાથે બંધ થયો હતો.

સેન્સેક્સનો ટૉપ ગેનર્સ -લૂઝર્સ
સેન્સેક્સમાં HCL ટેક 0.75 ટકાનો ગેઇન કર્યો હતો. શેરના ભાવ 8.30 રૂ.ઉંચકતા હતા.  સેન્સેક્સમાં આઈ.સી.આઈ.સી.આઈ (ICICI) બૅન્ક, ટાટા સ્ટીલ, ઇન્ડસઇન્ડ બૅન્ક, વેદાન્તા, અને HDFC બૅન્ક રહ્યા હતા. આ શેરોએ 3.67 ટકાથી લઈ 4.45 ટકા સુધીની ખોટ કરી હતી.

આ પણ વાંચો : SBIની નવી સર્વિસ, 2 લાખ રુપિયાનો વીમો અને તે પણ મફત?

નિફ્ટીના ટોપ ગેનર્સ
ટેક મહિન્દ્રા, HCL ટેક, BPCL ટેક અને બ્રિટાનીયા નિફ્ટની ટોપ ગેનર્સ રહ્યા હતા. આ શેરોએ માર્કેટમાં 0.23 ટકાથી 1.23 ટકા સુધીની વૃદ્ધી મેળવી છે. જ્યારે સૌથી વધારે ગેઇન ટેક મહિન્દ્રાએ 1.23 ટકાના દરે કર્યો હતો.નિફ્ટીના ટોપ લુઝર્સ
નિફ્ટીમાં આઈ.સી.આઈ.સી.આઈ (ICICI) બૅન્ક, ઇન્ડિય ઑઇલ કોર્પોરેશન (IOC), અલ્ટ્રાટેક સિમેન્ટસ, ટાઇટન કંપની, ટાટા સ્ટીલના શેરો રહ્યા હતા. આ શેરોએ 3.91 ટકાથી 4.27 ટકા સુધીનો લોસ કર્યો હતો.

આ પણ વાંચો :  મનરેગા મજૂરોને રોજના 250 રૂપિયા આપશે મોદી સરકાર, જાણો શું છે પ્લાન?

GDPમાં કડાકો : ભારતમાં પણ વૈશ્વિક મંદીની અસર દેખાવા લાગી છે. વર્તમાન નાણાકીય વર્ષના એપ્રિલ-જૂન ત્રિમાસમાં દેશનો વિકાસ દર ગગડીને 5 ટકાએ પહોંચ્યો છે. ગત વર્ષે આ મહિને દેશનો વિકાસ દર 8 ટકા હતો. એક્સપર્ટના મતે જી.ડી.પી. વૃદ્ધીદરના આંકાડમાં પછડાટ ખાવાનું અનુમાન પહેલાંથી હતું. જોકે, જાણકારોના મતે સરકારે લીધેલા પગલાંની અસર આગામી ત્રણ મહિનામાં જોવા મળશે.

10 સરકારી બૅન્કોનું 4 બૅન્કમાં વિલિનીકરણ : ગત અઠવાડિયાના અંતે નાણા મંત્રી નિર્મલા સીતારમણે જાહેરાત કરી હતી કે દેશની 10 સરકારી બૅન્કોનું વિલિનીકરણ કરી અને 4 બૅન્કોમાં રૂપાંતરીત કરાશે. આ બૅન્કોમાંથી પંજાબ નેશનલ બૅન્ક દેશની બીજી સૌથી મોટી બૅન્ક બનશે. આ ચાર બૅન્કોમાં સરકાર 28,700 કરોડ રૂપિયાની રોકડ ઠાલવશે. બૅન્કોમાં રોકડ આવવાથી તેમને લૉન આપવામાં સરળતા થશે.
First published: September 2, 2019
વધુ વાંચો
अगली ख़बर