Home /News /business /

Sensex Down: 4 દિવસમાં સેન્સેક્સ 2,500 પોઈન્ટ્સ નીચે ગગડ્યો, જાણો નિષ્ણાતોના મતે મુખ્ય કારણ

Sensex Down: 4 દિવસમાં સેન્સેક્સ 2,500 પોઈન્ટ્સ નીચે ગગડ્યો, જાણો નિષ્ણાતોના મતે મુખ્ય કારણ

સેન્સેક્સમાં કડાકો

5 reasons for sensex Down: પ્રોફિટમાર્ટ સિક્યોરિટીઝના સંશોધન વડા અવિનાશ ગોરક્ષકરે જણાવે છે કે, વિદેશી સંસ્થાકીય રોકાણકારો (Foreign Institutional Investors FIIs) નાણાં બહાર કાઢે છે અને નબળો રૂપિયો મુખ્ય ટ્રિગર તરીકે કામ કરે છે.

    મુંબઈ: શેરબજારમાં આજે સતત ચોથા ટ્રેડિંગ સેશનમાં BSE સેન્સેક્સ (BSE Sensex) માં લગભગ 2,500 પોઈન્ટ્સનો ઘટાડો જોવા મળ્યો હતો, જ્યારે NSE નિફ્ટી (NSE Nifty) પણ 700 પોઈન્ટ જેટલો ગબડ્યો હતો. બજારના નિષ્ણાતોના મતે, ભારતીય બજારોમાંથી નબળો રૂપિયો અને FIIs એ નાણાં બહાર કાઢતા ટ્રેન્ડ રિવર્સ થયો છે અને હવે દલાલ સ્ટ્રીટની અપેક્ષા મુજબ કોર્પોરેટ પ્રદર્શન ન આવતાં બજારો પર બીયર ગ્રીપ (bears grip) મજબૂત બની છે. તેમણે વધુમાં જણાવ્યું કે, 5 રાજ્યોની ચૂંટણીઓને કારણે બજાર લોકપ્રિય બજેટની અપેક્ષા (Budget 2022) રાખી રહ્યું છે અને તે બુલ્સ સામે બીયર માટે મોરલ બૂસ્ટર તરીકે પણ કામ કરી રહ્યું છે. બજારોમાં જે તીવ્ર ઘટાડો આવી રહ્યો છે, તેને લઈને પણ કેટલાક કારણો જવાબદાર હોઈ શકે છે.

    પ્રોફિટમાર્ટ સિક્યોરિટીઝના સંશોધન વડા અવિનાશ ગોરક્ષકરે જણાવે છે કે, વિદેશી સંસ્થાકીય રોકાણકારો (Foreign Institutional Investors FIIs) નાણાં બહાર કાઢે છે અને નબળો રૂપિયો મુખ્ય ટ્રિગર તરીકે કામ કરે છે. CEAT, એશિયન પેઈન્ટ્સ વગેરે જેવી મોટી પ્રતિષ્ઠિત કંપનીઓ દ્વારા કોર્પોરેટ પ્રદર્શન પણ અપેક્ષા કરતા ઓછું આવ્યું છે. એવી મજબૂત અટકળો છે કે 1 ફેબ્રુઆરી 2022ના રોજ બજેટ આવશે. માનવામાં આવી રહ્યું છે કે બજેટથી સરકાર પાંચ રાજ્યોના લોકોના દિલ જીતવાનો પ્રયત્ન કરી શકે છે. સ્ટોક માર્કેટના નિષ્ણાતો અનુસાર નીચે જણાવેલ કેટલાક કારણો હાલ બજાર પર અસર કરી રહ્યા છે -

    1) FIIsનું મુખ્ય કારણ:

    20મી જાન્યુઆરી 2022 સુધીમાં FIIsની રૂ. 12,415.14 કરોડની નેટ સેલર રહી છે, જ્યારે 21મી જાન્યુઆરી 2022ના રોજ તેમાં રૂ. 4,500 કરોડથી વધુનું વેચાણ થયું છે. આ FIIમાં ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટર્સ (Foreign Portfolio Investors ,FPIs)નો પણ સમાવેશ થાય છે અને આ પણ બજારને સ્ટોપ પર સેલ ઑફ કરવા દેતું નથી.

    2) રૂપિયો vs ડોલર:

    છેલ્લા 15 દિવસમાં ભારતીય રૂપિયો 74ના સ્તરથી ઘટીને 74.50ની આસપાસના સ્તરે પહોંચી ગયો છે, જે FIIs ભારતીય બજારોમાંથી નાણાં બહાર કાઢવાનું પણ એક કારણ છે, કારણ કે આ બીયર રીડન ડોલરના સંદર્ભમાં તેમનું વળતર ખૂબ જ નીચે જશે.

    3) કોર્પોરેટનું નીચું પ્રદર્શન:

    CEAT, એશિયન પેઈન્ટ્સ વગેરે જેવી બજારની મોટી કંપનીઓ દ્વારા જાહેર કરાયેલા કોર્પોરેટ પરિણામો બજારની અપેક્ષાઓ પૂરી કરવામાં અસમર્થ રહ્યા છે અને આ પણ એક કારણ છે કે નુકસાનને પહોંચી વળવામાં બજાર અસમર્થ છે.

    4) વૈશ્વિક ફુગાવો:

    વધતો જતો વૈશ્વિક ફુગાવો એ બીજો ચિંતાનો વિષય છે. જે વૈશ્વિક અર્થવ્યવસ્થાને મુશ્કેલીમાં મૂકી શકે છે. એક તરફ ક્રૂડ ઓઈલના ભાવમાં તીવ્ર વધારો થઈ રહ્યો છે અને નજીકના સમયમાં તે 100 ડોલર સુધી પહોંચવાનું અનુમાન છે. તે સ્થિતિમાં મોટાભાગની વૈશ્વિક અર્થવ્યવસ્થાઓ વધતા જતા ફુગાવાના નુકસાન અને તેની અસરથી દૂર રહી શકશે નહીં. તેવામાં રોકાણકાર અન્ય એસેટ ક્લાસ જેમ કે સોના અને અમુક અંશે ક્રિપ્ટો તરફ રોકાણ કરવા માટે પ્રેરિત થઈ શકે છે.

    5) આગામી બજેટ:

    હાલ બજારમાં એવા રિપોર્ટ્સ આવી રહ્યા છે કે આગામી કેન્દ્રીય બજેટ 2022 એક લોકપ્રિય બજેટ હશે, કારણ કે બજેટની રજૂઆત પછી તરત જ 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ રહી છે અને કેન્દ્ર સરકાર આ બજેટમાં આ રાજ્યના નાગરિકોના દિલ જીતવાનો પ્રયાસ કરી શકે છે.

    નિષ્ણાતનો અભિપ્રાય

    ચોઈસ બ્રોકિંગના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સુમીત બગડિયા જણાવે છે કે, નિફ્ટી હાલ 17,300થી 18,000ની રેન્જમાં ટ્રેડિંગ કરી રહ્યું છે. જ્યાં 17,500 ઈમિડિએટ સપોર્ટ તરીકે કામ કરી રહ્યું છે, જ્યારે 17,800ને ઈમિડિએટ રેસિસ્ટન્સ તરીકે ગણી શકાય. તેવી જ રીતે, BSE સેન્સેક્સ 58,100થી 60,000ની રેન્જમાં ટ્રેડિંગ કરી રહ્યું છે અને જ્યાં 58,500 ઈમિડિએટ સપોર્ટ અને 59,500 ઈમિડિએટ રેસિસ્ટન્સ તરીકે ગણી શકાય.

    આ પણ વાંચો: Large Cap stocks: ઘરેલૂ બ્રોકરેજ હાઉસોએ આ 10 લાર્જકેપ શેર પર લગાવ્યો દાવો, 13-32% તેજીની આશા

    વધુમાં તેમણે ઉમેર્યું કે, બેંક નિફ્ટી ઇન્ડેક્સ 36,700થી 38,300ની રેન્જમાં ટ્રેડ કરી રહ્યો છે, જ્યાં 37,000 ઈમિડિએટ સપોર્ટ અને 36,700 સ્ટ્રોન્ગ સપોર્ટ છે અને 38,000 ઈમિડિએટ રેસિસ્ટન્સ અને 38,300 સ્ટ્રોન્ગ રેસિસ્ટન્સ છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Investment, Share market, સેન્સેક્સ

    આગામી સમાચાર