Home /News /business /માર્કેટ નીચે ગબડ્યું, સેન્સેક્સમાં 304 અંકોનો ઘટાડો જ્યારે નિફ્ટીમાં પણ આવી 51 અંકોની ઘટ
માર્કેટ નીચે ગબડ્યું, સેન્સેક્સમાં 304 અંકોનો ઘટાડો જ્યારે નિફ્ટીમાં પણ આવી 51 અંકોની ઘટ
શેરબજાર ગબડ્યું
આજે ફરીથી શેરબજાર થોડી તેજી સાથે ખૂલ્યા બાદ ઉતાર-ચઢાવ કરતું જોવા મળ્યુ છે. કાલના બંધ ભાવ કરતા નિફ્ટી અને સેન્સેક્સમાં થોડી તેજી આવવાથી હકારાત્મક સંકેત મળ્યા હતા પરંતુ આ તેજી આજે જળવાઈ રહી નથી.
નવી દિલ્હીઃ આજે ફરીથી શેરબજાર થોડી તેજી સાથે ખૂલ્યા બાદ ઉતાર-ચઢાવ કરતું જોવા મળ્યુ છે. કાલના બંધ ભાવ કરતા નિફ્ટી અને સેન્સેક્સમાં થોડી તેજી આવવાથી હકારાત્મક સંકેત મળ્યા હતા પરંતુ આ તેજી આજે જળવાઈ રહી નથી. માર્કેટ સતત નીચેની તરફ ગતિ કરતું જોવા મળ્યું. નિફ્ટી 50.80 ટકાના ઘટાડા સાથે 17,922 સાથે બંધ થઈ છે, જ્યારે સેનસેક્સ પણ 304 ટકાના ઘટાડા સાથે 60 353.27 પર બંધ થયો છે.
આજે સવારે સેન્સેક્સે 44.66 અંક અથવા તો 0.07 ટકાના ઉછાળા સાથે 60,702ના સ્તરે પોતાનું કામકાજ શરું કર્યું હતું. જ્યારે નિફ્ટીમાં 17 અંક અથવા તો 0.09 ટકાના ઉછાળા સાથે 18,060.00નો ઉછાળો જોવા મળ્યો હતો. જ્યારે આજના બંધ ભાવની વાત કરીએ તો માર્કેટમાં ગઈકાલ કરતા પણ વધારે ઘટાડો નોંધાયો છે. સેન્સેક્સમાં પણ 304 ટકાનો ભારે ધટાડો નોંધાયો છે, તે બીજી બાજું નિફ્ટીમાં પણ 50.80 અંકનો ઘટાડો જોવા મળ્યો છે.
સપ્તાહના ચોથા દિવસે બજાર અંતિમ કલાકોમાં નીચલા સ્તર પર બંધ થયું છે. મિડકેપ શેરોમાં નીચલા સ્તર પરથી શાનદાર રિકવરી જોવા મળી છે.
Disclaimer: ન્યૂઝ18 ગુજરાતી પર આપવામાં આવેલી સલાહ અથવા મંતવ્યો નિષ્ણાત/બ્રોકરેજ ફર્મના અંગત મંતવ્યો છે. આ માટે વેબસાઇટ અથવા મેનેજમેન્ટ જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા તમારે તમારા નાણાકીય સલાહકાર એટલે કે પ્રમાણિત નિષ્ણાતનો અભિપ્રાય લેવો જ જોઈએ.
Published by:Sahil Vaniya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર