આજે સપ્તાહના અંતિમ કામકાજના દિવસે શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સમાં 0.53 ટકા અને નિફ્ટીમાં 0.57 ટકાનો ઘટાડો નોંધાયો હતો. નિફ્ટી નીચામાં 10,601.60 સુધી ગગડી ગયો હતો, જ્યારે સેન્સેક્સ 34847.61 સુધી ઊતરી ગયો હતો. છેલ્લે નિફ્ટી 10620ની નજીક બંધ થયો છે, જ્યારે સેન્સેક્સ 34900ની ઉપર ટકવામાં સફળ રહ્યો હતો.
મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ વેચવાલીનું દબાણ જોવામાં આવ્યુ. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.4 ટકા ઘટીને બંધ થયા છે. નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 0.3 ટકાથી ઘટાડોનો ઘટાડો દર્જ કરવામાં આવ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.3 ટકા લપસ્યો છે.
મેટલ, ફાર્મા, કેપિટલ ગુડ્ઝ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઑઇલ એન્ડ ગેસ શેરોમાં સૌથી વધારે દબાણ જોવામાં મળ્યું હતું. બેન્ક નિફ્ટી 0.2 ટકાના મામૂલી વધારાની સાથે 25645.40ના સ્તરે બંધ રહ્યો હતો.
આજે સન ફાર્મા, આઈટીસી, બજાજ કૉર્પ, વેદાંતા, યસ બેન્ક, આઈશર મોટર્સ, એક્સિસ બેન્ક અને સિપ્લાના શેરોમાં 1.97-3.50 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો, જ્યારે અદાણી પોર્ટ્સ, ગેલ ઈન્ડિયા, ટેક મહિન્દ્રા, એચયુએલ, એચડીએફસી બેન્ક, ઈન્ડસઈન્ડ બેન્ક અને બીપીસીએલના શેરોના ભાવમાં 0.53-2.77 ટકા સુધીનો વધારો નોંધાયો હતો.
મિડકેપ શેરોમાં વક્રાંગી, જેએસડબ્લ્યુ એનર્જી, અંજટા ફાર્મા, કેસ્ટ્રોલ અને ટીવીએસ મોટર્સના શેરોના ભાવમાં 3.37-8.09 ટકા સુધી ઘટાડો નોંધાયો હતો, એલએન્ટી ફાઈનાન્સ, સીજી કન્ઝ્યુમર, અપોલો હોસ્પિટલ, ગૃહ ફાઈનાન્સ અને રિલાયન્સ પાવરના શેરોના ભાવમાં 3.12-4.58 ટકા સુધીનો વધારો નોંધાયો હતો.
સ્મોલકેપ શેરોમાં એસ્ટ્રા માઇક્રોવેવ, ગ્લોબ ઑફશોર, ન્યુક્લિયસ સોફટવેર, હેક્સાવેર ટેકના શેરોના ભાવમાં 5.2-13.57 ટકા સુધી ઘટાડો નોંધાયો હતો, નેલ્કાસ્ટ, મર્ક, લિનકોન ફાર્મા, જસ્ટ ડાયલ અને પીસી જ્વેલર્સના શેરોના ભાવમાં 7.46-44.87 ટકા સુધીનો વધારો નોંધાયો હતો.
છેલ્લે, બીએસઇના 30 શેરોવાળા ઇન્ડેક્સ સેન્સેક્સ 187.76 પૉઇન્ટ અથવા 0.53 ટકાના ઘટાડા સાથે 34915.38ના સ્તરે બંધ રહ્યો હતો. એનએસઇના 50 શેરોવાળા ઇન્ડેક્સ નિફ્ટી 61.40 પૉઇન્ટ અથવા 0.57 ટકાના ઘટાડા સાથે 10618.25ના સ્તરે બંધ રહ્યો હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર