વેચાવલીના દબાણમાં શેરબજારના મુખ્ય સૂચકાંકમાં મોટો ઘટાડો નોંધાયો છે. સોમવારે સેન્સેક્સ 505.13 પોઈન્ટ જ્યારે નિફ્ટી 137.13 પોઈન્ટ તૂટીને ક્રમશ: 37,585.51 અને 11,377.7 પોઈન્ટ પર બંધ રહ્યાં. અસલમાં વૈશ્વિક સ્તર પર વ્યાપાર યુદ્ધ (ગ્લોબલ ટ્રેડ વોર)ને લઈને પેદા થયેલ તણાવથી રોકાણકારોમાં ખલબલી મચાવી દીધી. જ્યારે પાછલા સપ્તાહે સરકારે રૂપિયાના મૂલ્યને યથાવત રાખવા અને ચાલુ ખાતા નુકશાનને ઘટાડવાના હેતુથી કેટલાક પગલાઓ લેવાની જાહેરાત કરી, જે રોકાણકારોને આશ્વાસ્ત કરવામાં અસફળ રહી. સોમવારે માર્કેટમાં ખલબલી મચવાના આ પાંચ કારણ છે..
ચીની સામાન પર ડ્યુટી વધારવાની જાહેરાત
પાછલા સપ્તાહ અમેરિકન પ્રશાસનના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતુ કે, અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સોમવારે નવા ટેરિફ્સની જાહેરાત કરી શકે છે. ચીનના સત્તાધારી દળ ચાઈનિઝ કોમ્યુનિસ્ટ પાર્ટીના મુખપત્ર ગ્લોબલ ટાઈમ્સે લખ્યુ, અમેરિકા માટે તણાવ વધારવાની કોશિષ કરવી તે કોઈ નવી વાત નથી જેથી કરારના ટેબલ પરર વધારેમાં વધારરે હિત સંધાઈ શકે. અમેરિકાની એક તરફી અને દાદાગીરી ભર્યા આ પગલાઓથી ચીન તરફથી મૂહતોડ જવાબ મળશે. અમેરિકા-ચીન વચ્ચે તણાવની આશંકામાં ચીન, હોંગકોંગ,કોરિયા અને તાઈવાન જેવા એશિયન શેર બજાર અત્યાર સુધી 1.5 તૂટી ચૂક્યું છે.
અસફળ રહી સરકારની પાંચ સૂત્રી યોજના
મોદી સરકારે આ સપ્તાહે દેશની આર્થિક સ્થિતિનું વિશ્લેષણ કર્યુ અને ચાલૂ ખાતાના નુકશાનને નિયંત્રણ રાખવા અને પંજી આકર્ષિત કરવા માટે એક પાંચ સૂત્રી એજેન્ડાની જાહેરાત કરી. જોકે, નિર્મલ બાંગ ઈન્સ્ટિટ્યૂશનલ ઈક્વિટીજ જેવી બ્રોકરેજેજનું માનવું છે કે, આમાં કોઈ મોટા પગલાઓ ભરવામા આવ્યા નથી, તેમનું ફોક્સ માત્ર રોકાણને આકર્ષિત કરવા માટે નીતિઓના ફેરફાર પર રહ્યો છે.
રૂપિયાનું અવમૂલ્યાંકન
સોમવારે રૂપિયામાં થયેલ ઘટાડો થયો. રૂપિયા આજે શરૂઆતના વ્યાપારમાં 81 પૈસા તૂટીને 72.65 રૂપિયાએ આવી ગયો છે. આનાથી સ્પષ્ટ થઈ ગયું છે કે, મસાલા બોન્ડ્સ પર હોલ્ડિંગ ટેક્સ હટાવવા, ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટમેન્ટ (FPIs)ને રાહત આપવા, ચાલુ ખાતાના નુકશાનને નિયંત્રિત કરવા અને રૂપિયાના અવમૂલ્યાંકનને બચાવવા ગૈર-જરૂરી સામાનના આયાતમાં કાપ મૂકવા જેવા સરકારી પ્રયાસ પણ રૂપિયાને મજબૂતી આપવામાં અસફળ રહ્યાં.
વિદેશી રોકાણકારોમાં ડર
રૂપિયો નબળો પડવાથી વિદેશી રોકાણકારો રોકાણ કરતા અચકાયા. પરિણામ, તેઓ ભારતીય માર્કટમાંથી પૈસા નિકાળવા લાગ્યા. આંકડાઓ અનુસાર, ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટર્સ (FPIs)એ 3થી 14 ડિસેમ્બર વચ્ચે 4,318 કરોડ રૂપિયાના શેર વેચી દીધા અને ડેટ માર્કેટથી તેમને 5,088 કરોડ રૂપિયા નિકાળ્યા. આ રીતે ભારતીય માર્કેટમાંથી કુલ 9,406 કરોડ રૂપિયા નિકળી ચૂક્યા છે.
ડરાવી રહ્યો છે ટેક્નિકલ ચાર્ટ
માર્કેટ નિષ્ણાતોનું માનવું છે કે, સાપ્તાહિક સમયગાળા દરમિયાન હૈમર કેન્ડલ સકારાત્મક સંકેત આપી રહ્યું હતુ જ્યાર સુધી કે ઈન્ડેક્સ 11,600ની નીચેના સ્તર પર રહી હતી. જોકે, હાલમાં ઉથલ-પુથલ વધી ગઈ છે. લોઅર ટોપ્સ અને બોટમ્સનું નેગેટિવ સેક્કેન્સ ઈન્ટેક્ટ છે.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર