Home /News /business /

શેરબજારમાં બુલ રન, Sensex ફરી 60000ના સ્તરે, Nifty 17900ને પાર

શેરબજારમાં બુલ રન, Sensex ફરી 60000ના સ્તરે, Nifty 17900ને પાર

શેરબજારમાં તેજીનું સેન્ટિમેન્ટ, છેલ્લા એક મહિનામાં સેન્સેક્સ 5500 પોઈન્ટ ચડ્યો.

છેલ્લા 1 મહિનામાં સેન્સેક્સ 5500 અંક એટલે કે લગભગ 12 ટકા જેટલો ચડ્યો. બજારના છેલ્લા 22 સેશનમાંથી 18 સેશનમાં તેજી જોવા મળી છે. તો નિફ્ટી પણ 6 એપ્રિલ બાદ પહેલીવાર 17900ના સ્તરને પાર કરવાની તૈયારીમાં છે. નિષ્ણાતો મુજબ બજાર આગળ પણ પોઝિટિવ સેન્ટિમેન્ટ હેઠળ તેજીની દોડ દાખવી શકે છે.

વધુ જુઓ ...
    મુંબઈઃ બજારમાં (Indian Stock Market) આજે પણ બુલ રન યથાવત રહી છે અને સેન્સેક્સ (BSE Sensex) 5 એપ્રિલ બાદ પહેલીવાર 60000ના પાર ગયો છે. છેલ્લા 1 મહિનામાં સેન્સેક્સ 5500 અંક એટલે કે લગભગ 12 ટકા જેટલો ચડ્યો. બજારના છેલ્લા 22 સેશનમાંથી 18 સેશનમાં તેજી જોવા મળી છે. તો નિફ્ટી (NIFTY 50) પણ 6 એપ્રિલ બાદ પહેલીવાર 17900ના સ્તરને પાર કરવાની તૈયારીમાં છે. બજારમાં કામકાજના સતત સાતમા દિવસે તેજી જોવા મળી રહી છે. બજારમાં આજે તેજીનો જોશ ભરવામાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (RIL), બજાજ ફાઈનાન્સ (Bajaj Finance), એચયુએલ (HUL) અને એનટીપીસી (NTPC) સહિતના શેર છે. તો FMCG, એનર્જી અને ઓટો સેક્ટરમાં જોરદાર ખરીદી જોવા મળી રહી છે. NTPC, BPCL અને ટાટા પાવર (Tata Power) દેઢથી 2 ટકા જેટલા ચડ્યા છે. સીમેન્ટ, ઓટો અને ફાર્મા સેક્ટરમાં પણ ખરીદી જોવા મળી રહી છે. તો Nifty FMCG Index તેની રેકોર્ડ ઉંચાઈ જોવા મળી રહ્યો છે.

    અમસ્તા જ નથી કહેતા શેરબજારમાં ધીરજ રાખો તો છપ્પરફાડ કમાણી થઈ શકે, આ શેરે 1 લાખના 1.40 કરોડ કર્યા

    આજે ગ્લોબલ માર્કેટથી પોઝિટિવ સંકેત મળી રહ્યા છે. જેમાં એશિયામાં નિક્કેઈની મજબૂત શરુઆત થઈ છે. SGX Niftyમાં પણ હળવી તેજી જોવા મળી રહી છે. ગઈકાલે અમેરિકામાં ડોઉ જોન્સ (DOW JONES) સતત પાંચમા દિવસે લીલા નિશાનમાં બંધ થયો હતો. જોકે યુએસ ફ્યુચર્સમાં એકદમ સુસ્ત કારોબાર જોવા મળી રહ્યો છે. મંગલવારે અમેરિકન બજારમાં મિશ્ર કારોબાર જોવા મળ્યો હતો. ડાઉ જોન્સ તેજી સાથે જ્યારે નાસ્ડેક (NASDAQ) ઘટીને બંધ થયો હતો. ડાઉ જોન્સમાં 239 અને S&Pમાં 8 અંકોની તેજી જોવા મળી હતી. S&P500 માં 88 ટકા શેર 50 DMAથી ઉપર ટ્રેડ થઈ રહ્યા છે. NASDAQ 25 અંક ઘટીને બંધ થયો હતો. જોકે તેની પાછળનું કારણ ટેક્નોલોજી શેરોમાં પ્રોફિટ બુકિંગ અને વેચવાલી હતી. જોકે આ વચ્ચે વોલમાર્ટ (Walmart) અને હોમ ડીપો (Home Depot) સારા પરિણામ આપે છે.

    Hot Stocks: શોર્ટ ટર્મમાં કમાણી કરવી હોય તો નિષ્ણાતોએ સૂચવેલા આ સ્ટોક્સ પર દાવ રમો

    એશિયાઈ માર્કેટમાં કારોબાર મિશ્ર જોવા મળી રહ્યો છે. SGX Nifty 28 અંક ઉપર દેખાઈ રહી છે. તો નિક્કેઈ લગભગ 0.80 ટકાના વધારા સાથે 29099 આસપાસ દેખાઈ રહી છે. સ્ટ્રેટ ટાઇમ્સમાં પણ 0.44 ટકાની તેજી જોવા મળી રહી છે. તો તાઈવાનનું બજાર પણ 0.20 ટકાના વધારા સાથે 15450.13ના સ્તરે કારોબાર કરી રહ્યું છે. જ્યારે હેંગસેંગ 0.34 ટકાના વધારા સાથે 19897.54ના સ્તર પર નજર આવી રહ્યું છે. તો કોસ્પીમાં 0.51 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. જ્યારે શંઘાઈ કમ્પોઝિટ 0.15 ટકાના ઘટાડા સાથે 3272.83 ના સ્તરે દેખાઈ રહ્યો છે.

    (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
    Published by:Mitesh Purohit
    First published:

    Tags: BSE Sensex, Nifty 50, Share market, Stock market

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन